૨૧ દિવસ ઘરે રહીને પણ આપણું કામ ચાલુ રહેશે...

    ૨૫-માર્ચ-૨૦૨૦

mohanji bhagwat_1 &n 

વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિતે મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતનો સંદેશ

 
વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા.સરસંઘચાલક મોહનજીએ એક સંદેશ આપ્યો છે પ્રસ્તુત છે આ સંદેશનો ટૂંકસાર…
 
આપ સૌને નવા વર્ષ યુગાબ્દ ૫૧૨૨ની ખૂબ ખૂબ શુભકામના. આ નવાવર્ષની શરૂઆત એવા સમયે થઈ રહી છે જ્યારે આખું વિશ્વ સંકટમાં છે. આખા વિશ્વની સાથે ભારત પર આ યુદ્ધમાં જોડાયેલું છે. એટલે દરેક સ્વયંસેવકનું એ દાયિત્ય છે કે તે સંકલ્પ લે. આ ઉત્સવ એટલે સંકલ્પ દિવસ. આ ઉત્સવને આપણી પરંપરામાં સંકલ્પના દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. કોરોના નામના આ વાઈરસને પરાસ્ત કરવા દેશભરમાં જે – જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં વિજય મેળવવાનો સંકલ્પ લઈ આપણે આપણા કાર્યને પણ આગળ ધપાવવાનું છે. કાર્ય કરતી વખતે સામાજિક દાયિત્યનું વહન પણ યોગ્ય રીતે કરવાનું છે.
 
આપણે જાણીએ છીએ કે આપણું કાર્ય, તેની પદ્ધતિ એક પ્રકારની જ છે. કાર્યક્રમ અનેક પ્રકારના થઈ શકે છે. ડોક્ટર હેડગેવાર કહેતા હતા કે રાત્રે જ્યારે બધા જ સ્વયંસેવક આરામ કરવા એક જગ્યાએ ભેગા થાય અને સવારે ઉઠીને જતા રહે તો પણ સંઘ કાર્ય થઈ શકે છે. આ વચનની તપાસ અનેક વાર થઈ છે. બે-બે વર્ષ આપણી શાખાઓ બંધ રહી પરંતુ આપણું કામ ચાલતું રહ્યું.
 
લાકે રાત્રે ૧૨ વાગ્યાથી આગામી ૨૧ દિવસ માટે સંપૂર્ણ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનું પાલન કરીને પણ આપણું કાર્ય યોગ્ય રીતે થઈ શકે છે. આપણે આપણા ઘરમાં થોડા સભ્યો સાથે મળીને પણ પ્રાથના કરી શકીએ છીએ. આવી અસાધારણ પરિસ્થિતિમાં  શાખાની જે આવશ્યકતા છે તેવી પ્રાથના, સંકલ્પ આપણે કરી શકીએ છીએ.
 
મા. સરકાર્યવાહજીએ આ સંદર્ભમાં કેટલીક સૂચનાઓ પહેલાથી જ આપી છે. જેટલી જરૂરી હશે તેવી સૂચનાઓ આગળ આવતી રહેશે. સ્વભાવિક છે કે આ સૂચનાઓ આ વાઈરસના (વિષાણુ) ના વિરુદ્ધના સંઘર્ષની જ હશે. આ માટે શાસન-પ્રશાસન દ્વારા જે નીતિઓ ઘડાઈ છે તેને અનૂકુળ જ હશે. શાસન-પ્રશાસનની નીતિઓ આપણે યોગ્ય રીતે પાલન કરવાનું છે. સમાજ પણ તેનું પાલન કરે તેવી વ્યવસ્થા શાસન-પ્રશાસનની નીતિઓનું પાલન કરીને આપણે કરી બતાવવાનું છે. સરકાર્યવાહજીની સુચના આવે તે પહેલા જ આ સંદર્ભમાં જે-જે કર્તવ્ય પોતાના ભાગે આવ્યું છે તેને નિભાવવાનું કામ પણ સ્વયંસેવકોએ શરૂ કરી દીધું છે.
 
શાસન-પ્રશાસનને દરેક પ્રકારનો સહયોગ, સમાજ માટે બધા પ્રકારની વ્યવસ્થા અને આવી પરિસ્થિતિમાં જે મદદ કરવાની જરૂરિયાત છે તે શાસન-પ્રશાસનની મંજૂરી અને સલાહ લઈ સુયોગ્ય કામ સ્વયંસેવકોએ શરૂ કરી દીધું છે. સંકટનો ફેલાવો એટલો બધો નથી માટે જ્યા આ સંકટ છે ત્યાં કામ શરૂ થઈ ગયું છે. બની શકે કે સમગ્ર દેશમાં આપણે કામ કરવું પડશે. જ્યાં જ્યાં જેવી જરૂરિયાત છે ત્યાં ત્યાં અનુશાસનમાં રહી બધી જ સૂચનાઓનું પાલન કરી આપણે સૌએ એક થઈ આ આપત્તિને પરાજિત કરવાની છે.