લોકડાઉનમાં કોરોનાનો ભય રહે છે? ભય વચ્ચે મનને સ્વસ્થ કેમ રાખવું છે ? આટલું કરી જુવો

    ૨૬-માર્ચ-૨૦૨૦

corona tips mind_1 &
 
 
મનને સ્થિર રાખવું ખૂબજ અઘરું કામ છે અને એમાય હાલ સ્થિતિ એવી છે કે મન પર કાબૂ મેળવવો અશક્ય જ લાગે છે. સતત એક જ સ્થળે, અમુક વ્યક્તિઓ સાથે રહેવાની અસર માણસના માનસ પર થઈ શકે. અત્યારે લોકો ઘરમાં જ બંધ છે. ભલે ઘરમાં બધી સુવિધા હોય તો પણ લોકડાઉનની સ્થિતિમાં મગજને શાંત રાખવું અને ખોટા વિચારો તરફ વાળતું અટકાવવું બહુ જ જરૂરી છે.
 

મનને સ્વસ્થ કેમ રાખવું છે ?

 

#૧ કંઇક નવું કરો

 
ઘરમાં હંમેશાં જે કરતા હોવ છો તેવી કામગીરી કર્યા ન રાખો, કંઇક નવું કરવાની કોશિશ કરો. નવો અનુભવ લેવાની કોશિશ કરો. જેમ કે ઘરે ટીવી જોતા હો તો નવું વાંચવાની કોશિશ કરો, કોઇ નવી એક્ટિવિટી કરો.
 

corona tips mind_1 & 
 

#૨ કોરોનાના સમાચાર જોયા ન રાખો

 
સૌથી પહેલું કામ કોરોનાની સાથે સતત મારો થતા કોરોનાના સમાચારથી પણ દૂર રહો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સલાહ છે કે કોરોના અંગેના સમાચારો સતત જોયા કરવા કે વેબસાઈટ પર તપાસ્યા કરવાનું બંધ કરી દેવું જોઇએ. આ સમાચારોની મગજ પર નકારાત્મક અસર પડે છે. હા આ વિશે અપડેટ રહેવું જરૂરી છે માટે કોઇ એક નિશ્ચિત સમયે જ સમાચાર જુવો, આખો દિવસ નહી
 

corona tips mind_1 & 
 

#૩ ખાતરી જરૂરી છે

 
હાલ સૌથી વધુ સોશિયલ મીડિયા એક્ટિવ છે. અનેક સારી અને ઉપયોગી માહિતી આ માધ્યમથી લોકો સુધી પહોંચી રહી છે છતાં થોડી માહોલ ખરાબ કરનારી માહીતી પણ લોકો સુધી પહોંચી રહી છે. કેટલાક સાઈબર દુશ્મનો પણ લોકોને ડર બતાવી ખોટી લિંકો મોકલી લૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે માટે કોરોના વિશે વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર આવતી માહિતી સાચી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ ફોરવર્ડ કરો.
 

corona tips mind_1 & 
  

#૪ આ ચિંતા છોડો

 
દેશની ક્ષમતા છે કે અહીં જીવન જરૂરીયાતની કોઇ વસ્તું મહિનાઓ સુધી ખૂંટવાની નથી અને આના કારણે જીવન જરૂરી કોઈ સુવિધા કે સેવા કે ઉત્પાદનો બંધ પણ થવાના નથી, માટે તેની ચિંતા કરવાનું છોડી દો. બધુ જ મળશે. તમરે માત્ર તમારી કાળજી રાખવાની છે. 

#૫ સમયનો સારો ઉપયોગ કરો

 
૨૧ દિવસનો સમય છે, કંઇક નવું શીખો, ઇન્ટરનેટનો ઉપયોગ કરો, અહીં ખૂબ બધું છે જે તમે શીખી શકો છો, ઘરમાં જ ઇન્ટરનેટ મારફતે કંઈક નવી કળા શીખવાનો પ્રયાસ કરો.
 

corona tips mind_1 & 
 

#૬ હકારાત્મક વિચારો

 
શું ખરાબ થશે એ વિચારવાનું છોડી, શું સારું છે એ વિચારો. દરેક અંધકાર પછી ઉજાશ આવે જ. એટલે કોરોનાના અંધકાર પછી દુનિયા પર વધારે સારી સ્થિતિ સર્જાશે. આપણે કહેતા હોયએ છીએ કે સમય જતા વાત નથી લાગતી આ ૨૧ દિવસ પણ પસાર થઈ જશે.
 

#૭ આ પણ કરી શકાય

 
બાળકો સાથે નવી નવી દેશી રમતો રમો. જે ગમતું હોય તે કરો, ઘરથી દૂર હોવ અને લાંબા સમયથી ઘરવાળા જોડે વાત ન કરી હોય તો તેમની સાથે ફોન પર વાત કરો પણ હા તેમની સાથે કોરોનાની ચર્ચા ના કરો.