બહુ જલદી ખતમ થશે કોરોનાની ત્રાસદી : માઈકલ લેવિટ

26 Mar 2020 19:24:34

Michael Levitt_1 &nb
 
નોબેલ પુરસ્કાર સન્માનિત અને સૈનફોર્ડ બાયોફિઝિસ્ટ માઈકલ લેવિટ મુજબ કોરોના વાયરસને કારણે વિશ્વ સૌથી ખરાબ સમયમાં કદાચ પસાર થઈ ચૂક્યું છે. એટલે કે કોરોના વાયરસથી જેટલું ખરાબ થવાનું હતું તે થઈ ચૂક્યુ છે. હવે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરવા લાગશે. લોસ એન્જલસ ટાઈમ સાથેની વાતચીતમાં માઈકલે કહ્યું હતું કે અસલી સ્થિતિ એટલી બધી ભયાવહ નથી જેટલી શંકા સેવાઈ રહી છે. ચારેય તરફ જ્યારે કોરોના વાયરસનો ખૌફ પસરી રહ્યો છે ત્યારે બ્રેવિટની આ વાત ખૂબ જ આરામ આપનારી છે. તેઓનું નિવેદન એટલા માટે પણ મહત્વનું બની જાય છે કારણ કે તેઓએ આવી જ ભવિષ્યવાણી ચીન માટે પણ કરી હતી તે સાચી ઠરી છે. ત્યાં પણ તમામ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો કહેતા હતા કે ચીનને કોરોના વાયરસને કાબુમાં લેવામાં લાંબો સમય લાગી શકે છે. પરંતુ બ્રેવિટે એકદમ સાચુ અનુમાન લગાવ્યું હતું. બ્રેવિટે ફેબ્રુઆરી મહિનામાં જ ચીનમાં દરરોજ કોરોના વાયરસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે માટે આગામી સપ્તાહથી કોરોના વાયરસથી થતા મૃત્યુ ઘટવા લાગશે.
 
વિશ્વના અનુમાનોથી ઉલટ જેવું લેવિટ કહેતા હતા તેવુ જ થયુ. અને ચીન ઝડપથી ફરી પાછુ બેઠું થવા લાગ્યું. બે મહિનાના લોક ડાઉન બાદ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત હુંબઈ પ્રાંત પણ હવે ખુલવામાં છે.
 
લેવિટે ચીનમાં કોરોનાથી ૩૨૫૦ મૃત્યુ અને ૮૦, ૦૦૦ કેસોનું અનુમાન લગાવ્યુ હતું. જ્યારે બાકીના વિશેષજ્ઞોએ મૃત્યુ અને સંક્રમિતોની સંખ્યા લાખોમાં ગણાવી રહ્યા હતા. અને ગત મંગળવાર સુધી ચીનમાં ૩૨૭૭ મૃત્યુ અને ૮૧૧૭૧ સંક્રમિતોના કેસોનોઆંકડો સામે આવ્યો છે.
 
હવે લેવિટ સમગ્ર વિશ્વમાં ચીનવાળો ટ્રેન્ડ જોઈ રહ્યા છે. ૭૮ દેશોમાંજ્યાં દરરોજ ૫૦ નવા કેસો આવી રહ્યા છે તેના ડેટા વિશ્લેષણ ના આધારે તે કહી રહ્યા છે કે મોટાભાગના દેશોમાં રિકવરીના સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓની ગણના દરેક દેશના કોરોનાના કુલ કેસો પર નહી બલ્કે દરરોજ આવતા નવા કેસો પર આધારિત છે. તેઓ કહે છે કે ચીન અને દક્ષિણ કોરિયામાં નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. જોકે આંકડા હજુ ચિંતા ઉપજાવે તેવા છે પરંતુ તેમાં વૃદ્ધિદર ધીમો પડ્યો છે.
 

Michael Levitt_1 &nb 
 
લેવિટના આ નિષ્કર્ષ વિશ્વ માટે નવી આશાનું કિરણ બન્યું છે. લેવિટે તમામ દેશોના કોરોના વાયરસને મૂળમાંથી ખતમ કરવા પર ભાર મૂકે છે. તેમના મુજબ સોશિયલ ડિસ્ટેસિંગ સૌથી વધુ જરૂરી છે. વિશેષ કરીને કોઈપણ સંજોગોમાં મોટા પ્રમાણમાં લોકો એક સ્થળે એકત્રિત થવા ન જોઈએ કારણ કે આ વાયરસ એટલો નવો છે કે મોટાભાગની આબાદી પાસે તેની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ નથી અને તેની વેક્સિન વિરોધી માનસિકતા જ અહીં મહામારી ફેલાવવાનું મોટું કારણ છે. કોઈપણ ફ્લુ થાય કે તરત જ વેક્સિન લેવી જરૂરી છે કારણ કે ફ્લુની મહામારી વચ્ચે કોરોના વાયરસ બમણી તાકાતથી હુમલો કરી શકે છે.
 
તેઓએ કહ્યું છે કે પેનિક કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. આપણે હવે ધીરે ધીરે ઠીક થઈ રહ્યા છીએ. ૨૦૧૩માં રસાયણશાસ્ત્રના નોબલ પુરસ્કાર વિજેતા લેવિટ તમામ વૈજ્ઞાનિકો અને મેડિકલ એક્સપર્ટ્સની ભવિષ્યવાણીને પણ નકારી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્ર્વનો અંત થવાનો છે. તેઓ કહે છે કે ડેટા બિલકુલ સમર્થન નથી કરી રહ્યો. માટે લોકોએ ગભરાવવાની બિલકુલ જરૂર નથી.
Powered By Sangraha 9.0