ના લોકડાઉન ના બજાર બંધ છતાં આ દેશે કોરોનાને હરાવ્યો

    ૨૬-માર્ચ-૨૦૨૦

south korea and corona_1&
 
કોરોના વાયરસે દુનિયાનું લોકડાઉન થવા માટે મજબૂર કર્યું છે ત્યારે વિશ્ર્વનો એક દેશ એવો પણ છે કે જેણે કોઈપણ પ્રકારના લોકડાઉન કે બજારો બંધ કર્યા વગર કોરોના વાયરસને હરાવવામાં સફળતા મેળવીછે. આ દેશ ચીનનો પાડોશી દેશ દક્ષિણ કોરિયા છે.
 
ચીનના વુહાનથી દક્ષિણ કોરિયા માત્ર ૧૩૮૨કિ.મી. જ દૂર છે. છતાં પણ કોરોના વાયરસને આ દેશે હરાવવામાં સફળતા મેળવી છે. આ દેશની સરકાર અને જનતાના સહકારથી શક્ય બન્યું છે. ત્યાંની સરકારે આ માટે અનેક રીતો અપનાવી અને જનતાએ પણ સરકારને પૂર્ણ સહકાર આપ્યો. આજે આ દેશ સંક્રમિત દેશોની યાદીમાં આઠમા સ્થાને છે જ્યાં લગભગ ૯૧૩૭ જેટલા કોરોના કેસ છે અને ૩૫૦૦થી વધુ તો સાજા પણ થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક ૧૨૯ છે.
 

south korea and corona_1& 
 
પરંતુ આ સ્થિતિ પહેલા ન હતી. ૮-૯ માર્ચે તો અહીં લગભગ ૮૦૦૦ જેટલા લોકો એક સાથે કોરોનાથી સંક્રમિત હોવાની ખબરથી હાહાકાર મચ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં માત્ર ૧૨ જ નવા કેસ આવ્યા છે અને આશ્ચર્ય એ વાતનું છે કે અહીં ન તો લોકડાઉન થયું છે કે ન તો બજારો બંધ રાખવા પડ્યા છે.
 

south korea and corona_1& 
 
દ. કોરિયાના વિદેશમંત્રી કાંગ યુંગ વા મુજબ અમારા દેશમાં વહેલામાં વહેલા ટેસ્ટ અને પીડિતોના સમયસરના ઇલાજને કારણે જ કોરોના ફેલાતા અટક્યો છે અને તાબડતોબ ૬૦૦થી વધુ ટેસ્ટિંગ સેન્ટરો ખોલ્યા અને ૫૦થી વધુ ડ્રાઈવીંગ સ્ટેશનો પર સ્ક્રીનીંગ કર્યું. તેઓએ જણાવ્યું કે રિમોટ ટેમ્પરેચર સ્કેનર અને ગળાની તપાસ કરવામાં આવી જેમાં માત્ર દસ મિનિટ જ લાગે અને એક જ કલાકમાં રિપોર્ટ મળી જાય તેની વ્યવસ્થા કરી. અમે દરેક જગ્યાએ પારદર્શીફોનબૂથોને ટેસ્ટિંગ સેન્ટરમાં બદલી દીધા. સંક્રમણની તપાસ માટે મોટી ઈમારતો, હોટલ્સ, પાર્કિંગ અને સાર્વજનિક સ્થળો પર થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવવામાં આવ્યા. જેનાથી આ પ્રકારના પ્રારંભિક લક્ષણોવાળા વ્યક્તિને તત્કાળઓળખી શકાય.
 
આ સિવાય હોટલ્સ, રેસ્ટોરન્ટમાં પણ તપાસ કર્યા બાદ જ ગ્રાહકોને અંદર જવા દેવામાં આવતા હતા. વિશેષજ્ઞો દ્વારા લોકોને સંક્રમણથી બચવાની રીતો પણ સતત શીખવવામાં આવતી હતી. જો વ્યક્તિ ડાબા હાથથી કામ કરે છે તો તેને મોબાઈલ ચલાવતા દરવાજાનું હેન્ડલ પકડવા સહિતના નાના મોટાકામ જમણા હાથથી કરવાની સલાહ આપવામાં આવતી હતી.