૮૦ કરોડ લોકોને કેવી રીતે થશે ફાયદો, જાણો મોદી સરકારના ૧૧ મોટા નિર્ણયો

    ૨૭-માર્ચ-૨૦૨૦

modi sarakaar_1 &nbs
 
કોરોના વાયરસને પહોંચી વળવા દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેને કારણે અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થવાની આશંકા છે ત્યારે અર્થ વ્યવસ્થાને ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે ૧૭૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી જ્યાં ગરીબ, ખેડૂતો અને મજદૂરોને રાહત મળશે ત્યાં જ નોકરિયાત વર્ગ સાથે ઉદ્યોગ – ધંધા માટે પણ આ રાહત પેકેજ એક રીતે સંજીવનીનું કામ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમને જે આર્થિક પેકેજની ઘોષણા કરી છે તેનાથી દેશના ૮૦ કરોડ લોકોને કોઈને કોઈ રીતે સીધો ફાયદો થશે. ત્યારેએકનજર લોકડાઉન બદલ સરકારના ૧૨ મોટા નિર્ણયો પર...
 
(૧) ૨૦ કરોડ મહિલાઓના જનધન ખાતામાં આગામી ત્રણ મહિના સુધી ૫૦૦ રૂપિયા જમા થશે.
 
(૨) ૮ કરોડ બીપીએલ પરિવારોને ત્રણ મહિના સુધી મફતમાં ગેસ સિલિન્ડર મળશે.
 
(૩) ત્રણ મહિના સુધી પ્રતિ વ્યક્તિ હિસાબે ૩ કિલો ચોખા કે ઘઉંની સાથે ૧ કિલો દાળ પણ મળશે. લગભગ ૮૦ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.
 
(૪) ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર મહિને ૨ હજાર રૂપિયા નાંખવામાં આવશે. એપ્રિલના પ્રથમ હપ્તા સુધી આ રકમ તેમના ખાતામાં જમા થઈ જશે. ૮ કરોડથી વધુ ખેડૂતોને તેનો લાભ મળશે.
 
(૫) આગામી ત્રણ મહિના સુધી સિનિયર સીટીઝન, વિધવાઓ અને દિવ્યાંગોને ૧ હજાર રૂપિયા દર મહિને અલગથી મળશે.
 
(૬) સરકારે મનરેગા મજૂરી વધારી ૨૦૨ રૂપિયા પ્રતિદિન કરી દીધી છે. લગભગ ૫ કરોડ લોકોને આનો ફાયદો થશે.
 
(૭) કોરોનાની સારવારમાં રોકાયેલા કર્મચારીઓજેવા કે ડોક્ટર્સ, નર્સ અને અન્ય સહાયક સ્ટાફને રૂ. ૫૦ લાખનું વીમા કવચ
 

modi sarakaar_1 &nbs 
 
 
(૮) સંગઠન ક્ષેત્રમાં કામ કરતાં મજદૂર જેઓની આવક રૂપિયા ૧૫ હજારથી ઓછી છે તેમના માટે સરકાર ઈપીએફમાં જે પૈસા ૧૨ ટકા કંપની અને ૧૨ ટકા કર્મચારી આપે છે તેને આગામી ત્રણ મહિના સુધી સરકાર ભરી દેશે.
 
(૯) પીએફ સ્કીમ રેગ્યુલેશનમાં સરકારે બદલાવ કર્યો છે હવે નોન રિફંડેબેલ એડવાન્સ એટલે કે લગભગ ૭૫ ટકા જમા રકમ ત્રણ મહિનાના પગારને કાઢી શકવાની સુવિધા હશે.
 
(૧૦) નિર્માણ ક્ષેત્રે રોકાયેલા ૩૫ કરોડ રજિસ્ટર્ડ મજૂરોને સરકાર મદદ આપશે. એટલા માટે ૩૨ હજાર કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
 
(૧૧) રાજ્ય સરકારે ડિસ્ટ્રીકટ મિનરલ ફંડનો ઉપયોગ સ્વાસ્થ્ય તપાસ – અન્ય સેવાઓ અર્થે કરી શકે છે.