કોરોના એટેક : દેશભરમાં સંઘ સ્વયંસેવકો રાહત કાર્યોમાં લાગી ગયા છે...

    ૨૮-માર્ચ-૨૦૨૦

rss_1  H x W: 0
 
 
દરેક આપદા વખતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો દેવદૂત બની સમાજની વ્હારે ચડતા હોય છે. આવા સમયે એક સ્વયંસેવક માટે ખુદથી વધારે જરૂરી સમાજ બની જાય છે. આજ કારણે વિરોધીઓ પણ સંઘ સ્વયંસેવકોની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી.
 
કોરોના સામેની લડાઈમાં પણ દેશમાં ઠેર-ઠેર આવો જ નજારો જોવા મળી રહ્યો છે. આજે જ્યારે લોકડાઉનના કારણે સમગ્ર દેશ ઘરોમાં કેદ થઈ ગયો છે ત્યારે આવા કપરા સમયમાં પણ સંઘ સ્વયંસેવકો પોતાના જીવના જોખમે દેશના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી રાહત પહોંચાડવામાં લાગેલા છે. આ દરમિયાન તેઓ ભોજનથી માંડી સેનેટાઈઝર, માસ્ક દવાઓ અને અન્ય રાહત સામગ્રી વિતરિત કરી રહ્યા છે.
 

rss_1  H x W: 0 

જરૂરિયાતમંદોને ભોજન કરાવી રહ્યા છે

કોરોના વાયરસને કારણે સર્વત્ર બંધની સ્થિતિ છે. દુકાન, ફેકટરી, વ્યાપાર, મજુરી કામ પર તાળા લાગેલા છે તેવામાં રોજનું કમાઈ રોજ ખાનારા લોકો માટે બે ટંક ભોજનનું સંકટ ઊભુ થયુ છે. તેવા સંજોગોમાં આવા લાચાર ગરીબ લોકો માટે મધ્યપ્રદેશનાં જબલપુરમાં ગોકુલદાસ ધર્મશાળામાં સ્વયંસેવકોએ જરૂરિયાતમંદો માટે મફત ભોજનની વ્યવસ્થા કરી છે. તો રાજસ્થાનમાં  પણ સ્વયંસેવકોએ રાહત કાર્યોની સાથે જરૂરિયાતમંદોને ભોજન કરાવડાવી રહ્યાં છે. અહીં ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કેટલાક સ્વયંસેવકો રાજ્યના આખા એક ગામને સેનેટાઈઝ કર્યું હતું.
 

rss_1  H x W: 0 

લોકોમાં ફેલાવી રહ્યા છે જાગરૂકતા

દેશના અલગ અલગ રાજ્યોમાં સંઘના સ્વયંસેવકો ગરીબ વિસ્તારોમાં , વસ્તીમાં જઈ ન માત્ર માસ્ક વિતરિત કરી રહ્યા છે સાથે સાથે સ્વચ્છ જીવનશૈલી બનાવી રાખવા અને કોરોના વાયરસથી બચવાની રીતો પણ લોકોને શીખવી રહ્યા છે. ઓડિસા, કર્ણાટક, કેરળમાં સ્વયંસેવકોની ટૂકડીએ ગરીબ લોકોને માસ્ક વિતરીત કર્યા હતા. અને ગલી-મહોલ્લાઓમાં ફરી ફરી કોરોના વિરુધ્ધ કેવી રીતે લડવુ તેના માટે જાગૃત કરી રહ્યા છે.
 

rss_1  H x W: 0 

કેરળમાં પ્રશાસન સાથે સેવા કાર્યોમાં સ્વયંસેવકો

કેરળમાં સેવાભારતીની સ્વયંસેવકોએ પોલીસ અને અગ્નિશામક દળો સાથે મળી હોસ્પિટલોના પરિસરોમાં સફાઈ કરી અને તેને કીટાણુરહિત બનાવવામાં સહયોગ કર્યો. કોપમંગલમ્, કોડુગલ્લૂર અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્વયંસેવકો સાફ સફાઈ અને સ્વચ્છતાનું ધ્યાન રાખી રહ્યાં છે.
 

rss_1  H x W: 0 
ઉલ્લેખનીયછે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીએ સ્વયંસેવકોને કોરોના વિરુધ્ધની લડાઈમાં સ્થાનિક પ્રશાસન સાથે એક થવાનું આહવાન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે સ્વયંસેવકોએ નાની નાની ટુકડીઓ બનાવી સમાજમાં સ્વચ્છતા, સ્વાસ્થય જાગૃક્તા લાવવા માટે કાર્યકર સાથે સ્વયંસેવકો જરૂરિયાતમંદો માટે ખાદ્યસામગ્રીનું વિતરણની વ્યવસ્થા પણ કરી રહ્યા છે.
 

rss_1  H x W: 0