ઈરાન...અફવા...કોરોના...નશીલો પદાર્થ...૩૦૦ લોકોના જીવ ગયા

    ૨૮-માર્ચ-૨૦૨૦

iran_1  H x W:
 
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ડર સતત વધી રહ્યો છે. ઈરાનમાં પણ આ જીવલેણ વાયરસે તબાહી મચાવી છે. ઇરાનમાં તો કોરોનાનો ખોફ ચરમ સીમા પર છે. પરિણામે એક અફવાએ લોકોએ એક એવી નશીલી પદાર્થ લીધો કે ૩૦૦થી વધુ લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને ૧૦૦૦ જેટલા લોકો ગંભીર રીતે બીમાર પડી ગયા છે.
 
ઈરાની મિડીયાના અહેવાલો મુજબ ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાનમાં મેથોલોનનાં સેવનથી અત્યાર સુધી લગભગ ૩૦૦ લોકોના મોત થયા છે. અને ૧૦૦૦થી વધુ લોકો બીમાર થઈ ગયા છે. પરિણામે ઇરાન સરકારને આ નશીલા પદાર્થને પ્રતિબંધિત કરી દેવાની ફરજ પડી છે.
 

iran_1  H x W:  
વાત એમ છે કે અહીં મેથોલોન પીવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે ની એક અફવા ઉડી હતી. જેને પરિણામે મોટા પ્રમાણમાં લોકો આ પદાર્થનું સેવન કરવા લાગ્યા હતા. શરૂઆતમાં મૃત્યુનો આંકડો ઓછો હતો પરંતુ એકાએક આ આંકડો ૩૦૦ને આંબી જતા હાહાકાર મચી ગયો છે.
 
ઇરાનના ન્યુઝ એજન્સી ‘ઈરના’માં પ્રકાશિત અહેવાલ મુજબ આ ઝેરીલો પદાર્થ (દારૂ) પીવાના કારણે અહીંના દક્ષિણ પ્રાંત ખુજેસ્તાનમાં મોટા પ્રમાણમાં લોકો મૃત્યુને ભેટ્યા છે. આ સિવાય બીરી અલબોર્જ ક્ષેત્રમાં અને કેરમન શાહમાં પણ મૃત્યુના સમાચાર છે.
 
ઈરાનમાં દારૂના સેવન પર પ્રતિબંધ છે. માત્ર કેટલાક બિનમુસ્લિમ લઘુમતિઓને જ દારૂ પીવાની છૂટ છે. ઇરાનમાં સોશીયલ મિડિયામાં પણ આલ્કોહોલ પીવાથી કોરોના વાયરસના દર્દીઓ સાજા થઈ રહ્યા હોવાની જોરદાર અફવા ચાલી રહી છે. પરિણામે લોકો સરકારની અપીલ છતાં પણ આડેધડ આલ્કોહોલનું સેવન કરી રહ્યા છે. પરિણામે દેશમાં એક નવું સંકટ ઊભુ થઈ રહ્યું છે.