દિલ્હીમાં પોલીસ જવાન સામે બંધૂક તાકનાર શાહરૂખને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે! ક્યાંથી ખબર છે?

    ૦૩-માર્ચ-૨૦૨૦

shahrukh delhi_1 &nb
 
 
૨૪ ફેબ્રુઆરીના દિવસે દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સામે બંધૂક તાકનાર મોહમ્મદ શાહરૂખની આખરે દિલ્હી પોલિસની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે.
 
તમને જણાવી દઈએ કે આ દિવસે હિંસા દરમિયાન દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં એક યુવાને ૮ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. આ યુવાને આ દરમિયાન દિલ્હીના કોન્સ્ટેબલ સામે પણ બંધૂક તાકી હતી. તેણે હવામાં પણ ફાઈરિંગ કર્યુ હતું. ફાઈરિંગ કર્યા પછી આ યુવાન ભીડનો ફાયદો ઉઠાવી ત્યાંથી ભાગી ગયો હતો.
 

shahrukh delhi_1 &nb 
 
પણ મહત્વની વાત એ છે કે આ દરમિયાન ત્યાં ઉપસ્થિત નેટીજનો અને મીડિયાવાળાઓએ તેના ફોટા પાડી લીધા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા. આ ફોટા વાઈરલ થયા પછીથી આ યુવાન ફરાર હતો. જેનું નામ મોહમ્મદ શાહરૂખ છે.
 
આ ઘટના બાદથી દીલ્હી પોલીસને શાહરૂખની તલાશ હતી પણ શાહરૂખ ક્યાંક છુપાયેલો હતો. દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ શાહરૂખની તલાશ કરી જ રહી હતી ત્યાં તેમને ખબર મળી કે શાહરૂખ ઉત્તરપ્રદેશના બરેલીમાં છુપાયેલો છે. ત્યાર પછી ઉત્તરપ્રદેશની પોલીસ અને દિલ્હીની પોલીસે મળીને શાહરૂખની ધરપકડ કરી છે.
 

shahrukh delhi_1 &nb 
 
હાલ શાહરૂખની પૂછતાછ કરાઈ રહી છે. પોલીસ શાહરૂખની મદદ કરનારા વ્યકિતોઓની પણ તલાશ શરૂ કરી દીધી છે. મીડિયામાં એવા અહેવાલો છે કે શાહરૂખની સાથે તેનો પરિવાર પણ ફરાર છે. તે દિલ્હીના ઉસ્માનપુરમાં રહે છે. તેને એક મોટો ભાઈ છે અને તેઓ માતા-પિતા સાથે રહે છે. હાલ તેના ઘરે તાળું મારેલું છે…