પ્રધાનમંત્રીના નામે ચાલતા નકલી ફંડમાં દાન કરવાથી બચો આવી રીતે કરો અસલી ફંડની ઓળખ

    ૩૦-માર્ચ-૨૦૨૦

PM CARES_1  H x
 
કોરોના વાયરસ સામેની લડાઈમાં પ્રધાનમંત્રીનો સાથ આપવા માટે દેશમાં પીએમકેર ફંડમાં દાન આપવાની હોડ લાગી છે. અભિનેતા – નેતાથી માંડી આમ આદમી સુધી દરેક તેમાં દાન આપી રહ્યાં છે ત્યારે આના નામે અનેક નકલી વેબસાઈટ પણ ચાલી રહી છે. જેનાથી બચવા સરકારે ચેતવણી આપી છે.
 
પ્રધાનમંત્રીશ્રી એ કોરોના વાયરસથી લડવા માટે દેશની જનતાને આર્થિક સહાયનું આહ્વાન કર્યું હતું. અને તેના માટે પીએમ સિટિઝન આસિસ્ટંટ એડ રિલિફ ઈન ઇમર્જન્સી સિચ્યુએશન (PM-CARES) ફંડ બનાવવામાં આવ્યું છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે આ ફંડમાં ૨૫ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ત્યારબાદ તો જાણે આ ફંડમાં દાન આપવાની હોડ લાગી ગઈ છે અને વ્યવસાય જગતથી માંડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી અને અભિનેતાથી માંડી સામાન્ય નાગરિક હર કોઈ તેમાં દાન કરી રહ્યું છે.
 
પરંતુ ભારત સરકારના પત્રમાં સૂચના કાર્યાલયે એ ચેતવણી આપી છે કે, પીએમકેર ફંડના નામે નકલી યૂપીઆઈ આઈડી મારફતે ફંડ માંગવામાં આવી રહ્યું છે.

માત્ર આ જ છે અસલી આઈડી

પીઆઈબીની ફેક્ટ ચેક ટીમ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે પીએમ કેયર ફંડના નામે પ્રસારિત થઈ રહેલાનકલી યૂપીઆઈઆઈડીથી સાવધાન રહેજો. પીએમ કેયર ફંડમાં ડોનેટ કરવા માટે અસલી યુપીઆઈ આઈડી [email protected] છે. જો આના સિવાય તમારી પાસે કોઈ લિંક કે સંદેશ આવે છે. જેમાં આ આઈડી નથી તો તેમાં બિલકુલ દાન ન કરતાં તે પીએમ ફંડના નામે આપને ઠગવાની કોશિશ હોઈ શકે છે

કેવી રીતે કરી શકો છો દાન ?

પીએમ કેયર ફંડમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ, યૂપીઆઈ, આરટીજીએસ કે એનઈએફટી દ્વારા દાન આપી શકાય છે. અને આમાં અપાતું દાન ઈન્કમટેક્ષ એક્ટની સેક્શન ૮૦-જી અંતર્ગત કરમુક્ત છે.

આ મહાનુભાવો કરી ચૂક્યા છે દાન

આ ફંડમાં રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, કિરણ રિજજુ, સંતોષ ગંગવારે પોતાના એક માસનું વેતન દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે.

વ્યવસાય – ઉદ્યોગ જગત પણ આગળ

ઉદ્યોગ જગતની વાત કરીએ તો અદાની, રિલાયન્સ ગ્રુપ, ટાટા સહિત અનેક કંપનીઓ એ આ ફંડમાં દાન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ ફંડ અંતર્ગત દાનને સીઆરઆર મુજબ સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

સહાય કરવા માગો છો? આ રહી વિગત...pmindia.gov.in

કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રીનું નાગરિક સહાય અને રાહત ભંડોળ’ (PM CARES ભંડોળ)માં ઉદારતાથી ફાળો આપવાની અપીલ
નાગરિકો અને સંગઠનો pmindia.gov.in વેબસાઇટ પર જઇ શકે છે અને નીચે આપેલી વિગતોનો ઉપયોગ કરીને PM CARES ભંડોલમાં યોગદાન આપી શકે છે:
ખાતાંનું નામ : PM CARES
ખાતાં નંબર : 2121PM20202
IFSC કોડ : SBIN0000691
SWIFT કોડ : SBININBB104
બેંકનું નામ અને શાખા : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી મુખ્ય શાખા
pmindia.gov.in વેબસાઇટ પર ચુકવણી માટે નીચે દર્શાવેલા માધ્યમો ઉપલબ્ધ છે-
ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ
ઇન્ટરનેટ બેંકિંગ
UPI (BHIM, ફોનપે, એમેજોન પે, ગૂગલપે, પેટીએમ, મોબીક્વિક વગેરે)
RTGS/NEFT
આ ભંડોળમાં આપવામાં આવેલું દાન આવકવેરાની ધારા 80(G) હેઠળ કરમાંથી કપાત પાત્ર રહેશે.