ચીનમાં બે કરોડ મોબાઈલ ફોન બંધ ? દાળમાં કંઈ કાળુ છે

    ૩૦-માર્ચ-૨૦૨૦

corona_1  H x W
 
ચીનના કોરોનાના શહેર વુહાનમાં જેમ જેમ લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે. તેમ તેમ કોરોના વાયરસનો શિકાર બનેલા લોકોની સચ્ચાઈ સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીન સરકાર કોરોનાથી મરનાર લોકોનો આંકડો છુપાવી રહી છે. ચીનની સામ્યવાદી સરકારના આ જુઠાણાની પોલ બે વાતોએ ખોલી નાંખી છે. પહેલી એ કે વુહાનના એક વિસ્તારમાં અચાનક પાંચ હજાર અસ્થિ કળશોની માંગ ઉઠી છે. ત્યારે સવાલ થઈ રહ્યા છે કે, ચીન સરકાર કહે છે તેમ જો સમગ્ર ચીનમાં કોરોના વાયરસને કારણે માત્ર ૩૩૦૦ લોકોના મૃત્યુ થયા છે તો પછી એકલા વુહાનમાં એ બજાર કે જ્યાંથી સૌ પ્રથમ વાયરસ ફેલાયો ત્યાં ૫૦૦૦ અસ્થિકળશોની માંગ કેમ આવી ? તેનો મતલબ એ થયો કે જેમ જેમ વુહાનમાં શબદાર ગૃહોમાં શબોના અગ્નિદાહ થઈ રહ્યા છે તેમ તેમ મૃતકોનો અસલી આંકડો સામે આવી રહ્યો છે.
 
બીજું અન્ય એક કારણ એ છે કે, હવે પ્રાંતમાં હાલ લગભગ બે કરોડ મોબાઈલ ફોન નંબર બંધ છે. આ મોબાઈલ નંબરના બંધ થવુ પણ કોરોના વાયરસમાં મૃતકોની સંખ્યાનો આંકડો શંકાના દાયરામાં છે. જો કે ચીન સરકાર કહી રહી છે કે, આ તમામ નંબર વુહાન અને આસપાસના કારખાનાઓમાં કામ કરનારા મજૂરોના છે. જેમ જેમ કારખાના ચાલુ થશે તેમ આ નંબરો પણ ચાલુ થઈ જશે પરંતુ અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો આ અંગે સવાલ ઉઠાવતા કહે છે કે, કારખાનાના બંધ થવાથી અને મોબાઈલ નંબર બંધ આવવાને શો સંબંધ ?
 
ત્રીજુ કારણ એ છે કે, કોરોના વાયરસ ચીનથી ફેલાયો પરંતુ તેનાથી મરનાર લોકોનો આંકડો ઈટલી, સ્પેન, અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સથી અલગ કેમ ? કારણ કે વાયરસની અસર તો માનવ શરીર પર એક જેવી જ થઈ રહી છે ત્યારે ચીનમાં મૃતકોનો આંકડો વિશ્વના અન્ય દેશોથી અલગ કેમ ?
 
કેટલાક સંગઠનો એમ પણ કહી રહ્યા છે કે, ચીનમાં માધ્યમોને સ્વતંત્રતા નથી. ત્યારે એ લગભગ અશક્ય છે કે કોરોનાથી થયેલા મૃત્યુનો સાચો આંકડો વિશ્વ સમક્ષ આવે.