નવા વાઈરસ ફૂટી નીકળ્યા જ કરે છે, તો કુલ મળીને છે કેટલા? વૈજ્ઞાનિકો નાબૂદ કરી શક્યા છે ?

    ૩૦-માર્ચ-૨૦૨૦

virues_1  H x W 
 

કેટલા વાયરસને વૈજ્ઞાનિકો નાબૂદ કરી શક્યા છે ?

એકમાત્ર શીતળાના વાઈરસને કાયમી પાણીચું આપી શકાયું છે. આ ચમત્કાર એડવર્ડ જેનર નામના બ્રિટિશ જીવવિજ્ઞાનીએ દાખવ્યો.  ૧૯૯૬માં એ઼વર્ડ જેનરે શીતળાની રસી શોધી અને પોતાના તે રિસર્ચને વર્ણવતો અભ્યાસલેખ વિજ્ઞાનક્ષેત્રની મોભાદાર સંસ્થા રોયલ સોસાયટીને મોકલ્ય. સોસાયટીને તે પસંદ ન અાવ્યો, માટે તેણે પોતાના મુખપત્રમાં ન છાપ્યો. એડવર્ડ જેનરે રસીની પ્રેક્ટિકલ અજમાયશ કરી દેખાડી અને તે સફળ નીવડી ત્યારે તેનીશોધને અનુમોદન મળ્યું.
 
આશરે ૩૦૦૦ વર્ષ પહેલાં ઉદ્ભવેલા શીતળાના વાઈરસને જેનર દ્વારા આવિષ્કૃત રસી સાથે પનારો પડ્યોએ પહેલાં આવાઈરસે કરોડોજણાને સ્મશાને યા કબ્રસ્તાને પહોંચાડ્યા હતા. ઇંગ્લેન્ડની મહારાણી દ્વિતિય, ઓસ્ટ્રિયાનો સમ્રાટ જોસેફ ૧લો, રશિયાનો ઝાર પીટર દ્વિતીય, ફ્રાન્સનો રાજા લુઈ ૧૪મો, સ્પેનનો રાજા લુઈસ ૧લો અને સ્વિડનની રાણી ઉલરિકા એલેનોરા પણ શીતળાનો ભોગ બન્યાહતા.
 
૧૯૭૯માં સત્તાવાર રીતે જાહેર કરાયું કે શીતળાનોરોગ તેની સામેની લગભગ ૧૮૦ વર્ષલાંબી એકધારી લડત બાદ આખરે સંપૂર્ણપણે નાબૂદ થયો હતો. આમ છતાં ક્યાંક છૂપા રૂસ્તમ વાઈરસ હજી મોજૂદ હોય અને તક સાંપડતાં તરાપ મારેએ દહેશતે વિશ્વ આરોગ્ય સંસ્થાએ વાઈરસના બે સીલબંધ નમૂનાઓ કડક પહેરા વચ્ચે જાળવી રાખવાનું નક્કી કર્યું. બુનિયાદી નિર્ણયતો એ લેવાયેલો કે એ છેલ્લા વાઈરસનો પણ નાશ કરી નાખવો, જેથી તેઓ કશાક અકસ્માતને લીધે શીશા માંહ્યલા જિનની માફક બહારનીકળીમુક્ત પર્યાવરણમાં ફરાર થાય નહીં, પરંતુ હમણાં નહીં એ વચગાળાનો ફેંસલો હતો.
 
છેલ્લા વાઈરસનું અસ્તિત્વ ભૂંસી નખાયા પછી કુદરતના બે શીશીઓપહેરા નીચે પોલાદના વોલ્ટમાં છે. એક રશિયનસાઈબીરિયાના નોવોસિબિર્સ્ક ખાતે છે. બીજી અમેરિકાના જ્યોર્જિઆ રાજ્યના એટલાન્ટા શહેરમાં છે.

નવા વાઈરસ ફૂટી નીકળ્યા જ કરે છે, તો કુલ મળીને છે કેટલા?

૧૮૯૨થી શરૂ કરીને આજ સુધી આશરે ૫૦૦૦ જાતના વાઈરસ તબીબી સંશોધકોના ધ્યાનમાં આવ્યા છે. દેખીતી રીતે મોટોજણાતો આંકડો વાસ્તવિકરીતે તો સાવ મામૂલી છે. વાઈરસની કુલ સંખ્યાના પ્રમાણમાં ફક્ત ૦.૦૦૦૨% જેટલો છે. આંકડો પાછો વાઈરસની ફક્ત જાતો દર્શાવે છે, પૃથ્વી પર તેમની કુલ આબાદી નહીં. વિજ્ઞાનીઓએ (અતિશયોક્તિ ન થાય તેની અગમચેતી રાખીને) કરેલાઅનુમાન મુજબ કોઈ પણ ક્ષણે ૧૦૩૧ વાઈરસ પ્રચલનમાં હોય છે. આંકડો સાયન્ટિફઇક નોટેશનને બદલે સરળ રજૂઆત રૂપે : ૧૦ અબજ + ૧૦૦૦ અબજ + ૧૦૦૦ અબજ, યાને ૧પાછળ ૩૧ મીડાં.
 
હવે જરા નાટ્યાત્મક રજૂઆતના સ્વરૂપે : ધારો કે દરેકવાઈરસનીસરેરાશ લંબાઈ ૧૦૦ નેનોમીટરછે. (૧ મીટર = ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ નેનોમીટર). વધુમાં એમ પણ ધારો કે ટ્રેનમાં ભારખાનાંની માફક એકની પાછળ એક કરીને તેમની કતાર રચવામાં આવે છે. આ સળંગ કતાર ૨૦ કરોડ પ્રકાશવર્ષ જેટલી લાંબી બને. (રિમાઇન્ડર- પ્રકાશવર્ષ એ સમય નહીં, અંતર માપવાનું એકમ છે.) વાઈરસ ચારેકોર વ્યાપ્ત હોવાને લીધે દર સેકન્ડે ૧૦૨૪ તેના અર્થાત્ ૧ પાછળ ૨૪ મીંડા ચડાવો એટલા ચેપ લાગે છે. તુનાલાત્મકઅંદાજ મળે તે માટે જણાવવાનું કે પૃથ્વીનો જન્મ થયાને માત્ર ૧૦૧૭ સેકન્ડો વીતી છે. કહેવાનું તાત્પર્ય એ કે મનુષ્યસમેત બધા સજીવો પર વાઈરસના હુમલા મલ્ટિ બેરલ ભારે મશીનગનના ફાયરિંગના ધોરણે થયા કરતા હોય છે. તબીબી વિજ્ઞાન તે હુમલાઓ સામે બુઠ્ઠી તલવાર જેવું નીપડ્યું છે અને હંમેશા નીવડતું રહેવાનું છે.
 
 
લડાઈ સમોવાડિયાઓ વચ્ચે નથી. એક વાઈરસના બખતરનું તાળું ખોલી નાખતી ચાવીનો લાંબા (અને ખર્ચાળ) સંશોધન બાદ આવિષ્કાર કરાય એવામાં તે જણસ સાવ જુદા તાળાવાળું નવું બખતર પહેરી લે છે. ટૂંકમાં ભૂતનું સ્થાન પલીત લે છે.