આપણે બધાં બુદ્ધિજીવીઓ છીએ પણ શું આ સમયે આપણે આપણી બુદ્ધિમતા છોડી શકીએ?

    ૩૦-માર્ચ-૨૦૨૦

corona fake news_1 &
 
 
કોરોનાના સામે આ નિર્ણાયક સમયમાં, આપણે વૉટ્સએપ અને ટિકટોક વાયરસથી પણ પીડિત છીએ. મારું વૉટ્સએપ ઇનબોક્સ આવા વાયરસથી ભરેલું છે અને મને લાગે છે કે મારે આવી મૂર્ખામી સામે લખવું જોઈએ.
 
દરેક જણ સૂચન આપી રહ્યું છે. આ સમય આપણા બધા માટે નિર્ણાયક છે. આ સમય બીજો કોઈ ગભરાટ ઉભો કરવાનો સમય નથી.
 
એક છોકરીનો દાવો છે કે મીઠાં સાથે ડુંગળી ખાવાથી કોરોનાવાયરસ મરી જશે. શું તેણી જાણે છે કે તેનો આવો દાવો કેટલો ગભરાટ પેદા કરી શકે છે? લોકો આવતીકાલે આ વસ્તુઓ ખરીદવા માટે કતારમાં લાગશે અને તેનાથી વધુ અરાજકતા પેદા થશે.
 
આવા બીજા એક ડૉક્ટરનો દાવો છે કે કોરોના આપણા ગરમ ઉનાળામાં ટકી નહીં શકે પણ તેઓએ તેની પાછળ તેમનું કોઈ વૈજ્ઞાનિક સંશોધન આપ્યું નહીં. લોકોએ શાબ્દિક રીતે તેનો વિશ્વાસ કર્યો. તમે વિચાર કરો કે તેમનાં આ નિવેદનથી કેટલી બેદરકારી સર્જાઈ શકે.
 
ગૌમૂત્ર, ગોબર અને હીલિંગ પાણીની કિંમતો હંમેશાં કરતા અત્યારે વધારે છે. લગભગ ૫૦૦ રુપયે કિલો ગોબર વેચાય છે અને લોકો તેમના ભોળપણ અને અજ્ઞાનતામાં ખરીદે છે કારણ કે કોઈએ દાવો કર્યો હતો કે તેને ખાવાથી કોરોનામાં રાહત મળે છે.
લોકો એવું N95 માસ્ક ખરીદી રહ્યાં છે કે જે કોરોના સામે રક્ષણ નથી આપતું અને આપણે કેવી રીતે સેનેટાઈઝરને ભૂલી શકીએ? તમારી પાસે સાબુ અને પાણી હોય તો તેની કોઈ જરુર નથી છતાં પણ લોકો તેને ખરીદી રહ્યાં છે.
 
આઇન્સ્ટાઇને કહ્યું હતું કે, "બે વસ્તુઓ અનંત છે: એક બ્રહ્માંડ અને બીજું મનુષ્યની મૂર્ખતા. જો કે હું બ્રહ્માંડ વિશે એટલો ચોક્કસ નથી."
 
સામાજીકીકરણ બંધ કરો અને ઘરની બહાર નીકળવાનું બંધ કરો. હાથ વધુમાં વધુ ધુઓ. તમારા મોં, નાક અને આંખને સ્પર્શ કરવાનું ટાળો. ચકાસણી કર્યા વગર વૉટ્સએપ પર કંઈ પણ ફોરવર્ડ કરવાનું ટાળો. ઘરનાં દરવાજા બંધ કરો અને મનના દરવાજા ખુલ્લા કરો. પુસ્તકો વાંચો અને જે સરકાર કહે છે તે સાંભળો.
 
આપણે બધા જ આ નિર્ણાયક સમયમાં સાથે છીએ. આપણે સૌ સાથે લડીશું અને જીતીશું.
 
- હર્ષિલ મેહતા