યુધિષ્ઠિર સમજાવી ગયા છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો

    ૩૦-માર્ચ-૨૦૨૦
 
corona yudhisthira_1 

 

આખી દુનિયામાં કોરોના ફેલાઈ જાય તો પૃથ્વી પરના કયા માનવીઓ બચી જશે? આનો જવાબ વિદુરને યુધિષ્ઠિરે આપ્યો હતો

 
આખી દુનિયામાં કોરોના ફેલાઈ જાય તો પૃથ્વી પરના કયા માનવીઓ બચી જશે? આનો જવાબ વિદુરને યુધિષ્ઠિરે આપ્યો હતો
 
એકવાર વિદૂરે સમય જોઇને યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછ્યો કે “વત્સ, જો જંગલમાં ભીષણ આગ લાગે તો જંગલના કયા જાનવરો આ આગથી બચી જશે?”
 
આ પ્રશ્ન સાંભળી યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે,
 
સમગ્ર જંગલમાં આગ લાગે તો સ્વતંત્ર અને નિડર થઈને ફરનારા સિંહ, વાઘ, હાથી, ચિંતો, દિપડો, અને ઝડપથી ભાગનાર હરણ જેવા અનેક જાનવરો આ આગમાં સળગી જશે, પરંતુ દરની અંદર રહેનારા ઉંદર આ આગથી બચી જશે, તે જ માત્ર સુરક્ષિત રહેશે અને શાંતિપૂર્ણ જીવન જીવી શકશે.
 
યુધિષ્ઠિરનો જવાબ સાંભળી વિદૂરે કહ્યું કે હું મારી બધી ચિંતાઓ દૂર થઈ છે. જાઓ સુરક્ષિત રહો…
 
આ પસંગ શું સમજાવે છે? કોરોના નામની આગ આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે અને લોકડાઉનરૂપી દરમાં રહેનારો માનવી જ આનાથી બચી શકશે. માટે ઘરમાં રહો, સુરક્ષિત રહો…