કોરોનાથી બચવા માટે રોજ કરો આ પાંચ યોગાસન…

    ૦૪-માર્ચ-૨૦૨૦

corona_1  H x W
 
ડિસેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાન શહેરમાં કોરોના વાઈરસથી એક વ્યક્તિનું મૃત્યુ થયુ અને પછી અહીથીં દુનિયાભરમાં આ કોરોના વાઈરસ ફેંલાયો છે. મીડિયાના અહેવાલો મુજબ દુનિયામાં આ વાઈરસના કારણે ૩૧૦૦ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે કોરોનાને લઈને દુનિયાભરના લોકો ભયભીત છે પણ તેનું મુખ્ય કારણ અફવાઓ છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાવચેતીના ભાગ રૂપે જ “નમસ્તે” ઝુંબેશ શરૂ થઈ છે. તમને ખબર છે કે માત્ર હાથ મિલાવવાથી ૧૪૩ મિલિયન બેક્ટેરિયાની આપ-લે થાય છે.
 
તમને એ પણ ખબર જ હશે કે કોરોનાની કોઇ દવા હજી શુધી શોધાઇ નથી. ક્યારે શોધાશે તેની ખબર નથી તો ત્યાં સુધી કોરોનાથી બચવા કરવું શું? બહુ સરળ વાત છે. કોરોનાથી બચવું જોય તો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારો. આ તો આપણા હાથમાં છે. કોરોનાના વાઈરસ સામે આપણે લડી શકીએ એવી રોગપ્રતિકારક શક્તિ આપણી પાસે હોવી જોઇએ. આ રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરવું જોઇએ? તો બાબા રામદેવ પાંચ યોગ જણાવે છે જે દરેક વ્યક્તિએ પાંચ-પાંચ મિનિટ કરવા જોઇએ. આ માહિતી બાબા રામાદેવે Zee News ને આપીલે એક મુલાકાતમાં આપી હતી છે. તેમણે પાંચ યોગાશન કરવા જણાવ્યું છે તે કયા છે આવો જાણીએ…
 

(૧) ભસ્ત્રિકા પ્રાણાયામ


bhastrika_1  H  
 
ભાસ્ત્રિકા, પ્રાણાયામનો જ એક પ્રકાર છે આ પ્રાણાયામમાં શુધ્ધ શ્વાસને અંદર અને અશુધ્ધ હવાને બહાર કાઢવામાં આવે છે.આસનમાં બેસો અને પછી બન્ને નસકોરથી શ્વાસ અંદર લો અને ફેફસાને પુરા હવાથી ભરી દો. છેક સુધી શ્વાસને અંદર ભરો. પછી ધીમે ધીમે શ્વાસને છોડો. આ ક્રિયાને કરતા રહો. આ આસન દરરોજ ૩-૫ મિનિટ કરવું જોઈએ.
 

(૨) કપાલભાતી પ્રાણાયામ


kapalbhati_1  H 
 
શ્વાસોચ્છવાસની શક્તિશાળી પ્રક્રિયા એટલે કપાલભાતિ. જેના દ્વારા સમગ્ર તંત્રમાં સંપૂર્ણ સમતુલન લાવે છે. આ આસન કરવા કરોડરજ્જુ સીધી રાખી બેસો.બંને હાથ ઘુંટણ પર અને હથેળીઓ ખુલ્લી, અને ઉંડો શ્વાસ લો અને છોડો. આ આસન કેવી રીતે કરવું તેના અનેક વીડિઓ યુ-ટ્યુબ પર છે જુવો..પછી કરો.
 

(૩) અનુલોમ-વિલોમ પ્રાણાયમ 


anulom vilom_1   
 
અનુલોમ વિલોમ પ્રાણાયામને કેટલાક યોગી નાડીશોધક પ્રાણાયમ પણ કહે છે કારણકે આ પ્રાણાયામ કરવાથી શરીરની દરેક નાડી શુધ્ધ થાય છે.
 
આ આસન કરવા જમણા નશકોરાથી શ્વાસને અંદર લેવામાં આવે છે અને ડાબા નશકોરાથી બહાર કાઢવામાં આવે છે. યાદ રાખો પ્રાણાયામની શરૂઆત અને અંત ડાબા નશકોરાથી કરવાની છે. આનાથી આપણા શરીરમાં ૭૨,૭૨,૧૦,૨૧૦ સુક્ષ્મ નાડી હોય છે તેની સફાઈ કે સુધ્ધ થાય છે..હૃદયની નાડીમાં અવરોધ કે બંધ હોયા તો ખુલી જાય છે.ઉંચા કે નિચા લોહીના દબાણની તકલીફ મટે છે. ટૂંકમાં રોગપ્રતિકારક શક્તિ વધી છે.
 

(૪) ભ્રામરી પ્રાણાયામ


bhramari_1  H x 
 
આ આસન કરવા ઊંડો શ્વાસ ફેફસામાં ભરી લો. બન્ને હાથના અગુઢાથી બન્ને કાન બંધ કરી દો. થોડી સેકંડ માટે શ્વાસ રોકી લો. હવે ભમરાની જેમ ગણગણાટ સાથે શ્વાસ બહાર કાઢો. અને શ્વાસને બહાર જ થોડી વાર માટે રોકી રાખો.
 

(૫) પ્રાણાયામ


bhramari_1  H x 
 
પ્રાણાયામ એ આપણા પોતાના જ પ્રાણને આધ્યાત્મિક રીતે સાધવાની એક વિશિષ્ટ વિધિ છે, પદ્ધતિ છે, પ્રાણનો અર્થ હવા, એટલે કે શ્વાસ અંદર લેવો, શ્વાસને અંદર રોકવો, શ્વાસને બહાર કાઢવો અને શ્વાસને બહાર રોકવો આ ચારે પ્રક્રિયા નિયમ અનુસાર આધ્યાત્મિક રીતે જાગૃતિપૂર્વક, આત્મસ્થ થઈને કરવી તેને પ્રાણાયામ કહેવામાં આવે છે, પ્રાણાયામ દ્વારા ચિત્ત શુદ્ધ થાય છે, સ્થિર થાય છે.
 

અને છેલ્લે…

 
આ બધા જ યોગ કોરોનાની દવા નથી. આનાથી કોરોના મટી જશે એવું નથી પણ હા આ આસનો નિયમિત કરશો તો કોરોના સામે લડવાની તમારી શક્તિ જરૂર વધી જશે. કોરોના તમારાથી દૂર રહેશે…