૧૮ પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે આજે અપનાવવી જોઇએ

    ૧૦-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

healthy lifestyle_1 
 
 
આજના ફાસ્ટ જમાનામાં આપણે આપણી હેલ્થ પર કેટલું ધ્યાન આપીએ છીએ. લગભગ આપતા જ નથી. પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત તમે સાંભાળી જ હશે. જો હેલ્થી હશો તો બધા સુખ માણી શકશો માટે જો તમારે હેલ્થી રહેવું હોય તો બસ થોડું ક ધ્યાન આપો. માત્ર દિવસમાં ૩૦થી૪૦ મિનિટ કસરત પર તમારા શરીર પર ધ્યાન આપો અને યોગ્ય ખોરાક ખાવ. તમને ફિટ અને હેલ્થી રહેશો. અહીં તામારે માટે વિજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી કેટલિક સ્વસ્થ રહેવાની ટિપ્સ આપવામાં આવી છે. શક્ય હોય એટલી અનુસરો. નક્કી ફાયદો થશે…
 

1. સોડા અને ઠંડા પીણાને કહો બાય બાય

 
કોઈપણ પીણા પીવાથી આપણા શરીરમાં ઓછા સમયમાં ખૂબ વધારે કૅલરી જાય છે, જેથી ચરબીમાં વધારો થાય છે. સોડા અને ઠંડા પીણાઓનું સેવન જેમ બને એમ ઓછું કરવું જોઇએ. બહુ વધારે પીણાં પીવાથી ડાયાબિટીઝ, હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે.
 

2. સુકોમેવો ખાઈ શક તો ખૂબ ખાવ

 
સુકામેવો એટલે કાજુ, બદામ, અંજીર વગેરે… તે ખુબજ પોષ્ટીક અને હેલ્થી છે. સુકામેવામાં મેગ્નેસિયમ, વિટામિન E, ફાઇબર્સ તથા બીજા કેટલાક પોષકતત્વો રહેલા હોય છે. એક અભ્યાસમાં જાણવા મળેલ છે કે સુકામેવા ખાવો શરીર માટે ફાયદાકારક છે.
 

healthy lifestyle_1  
 

3. જંક ફૂડથી દૂર રહો

 
જંક ફૂડ એટલે કચરો. તે માત્ર ભુખ દૂર કરે છે તેમાંથી શરીરને પોષણ મળતું નથી. કેમ કે જંક ફૂડ પોષકતત્વોયુક્ત હોતું નથી. તે માત્ર આપણું પેટ ભરે છે, પેટ બગાડે છે અને મેદસ્વીતા બધારે છે. માટે શકય હોય તો જંકફૂડથી દૂર રહો…
 

4. કોફી પીવાનું રાખો

 
કોફીમાંથી પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ મળી રહે છે. કેટલાક અભ્યાસોમાં તારણ બહાર આવ્યુ કે કોફીથી ડાયાબિટીઝ, અલઝાઈમર જેવી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.
 

healthy lifestyle_1  
 

5. પૂરતી ઊંઘ લો

 
સંપૂર્ણ દિવસને તાજગીભર્યો બનાવા રાત્રે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. અપૂરતી ઊંઘથી યાદશક્તિ ઓછી થાય છે, હોર્મોન્સનું સંતુલન બગડે છે અને આપણા શરીરની ઉર્જા પણ ઘટી જાય છે.
 

6. પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ લો

 
ફાઈબર્સ એટલે કે રેસાયુક્ત ખોરાક. આંતરડા માટે ખૂબ જરૂરી છે. ફાઇબર્સ આપણા સ્નાયુઓ માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. સફરજન, કેળા, સ્ટ્રોબેરી જેવા ફળોમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.
 

healthy lifestyle_1  
 

7. જમતા પહેલા પાણી પિવો

 
પૂરતા પ્રમાણમાં પાણી પીવાના ઘણા ફાયદા છે. જમતાની 30 મિનિટ પહેલા પાણી પીવાથી વજન ઘટવાની પ્રક્રિયા 44 ટકા ઝડપી બને છે. કારણ એટલું જ છે પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. ઓછુ ખવાય છે અને આપણે ફિટ રહીએ છીએ. પણ એટલું ચોક્કસ ધ્યાન રાખો કે જમ્યા પહેલા અને પછી ૪૫ મિનિટ પછી જ પાણી પીવું જોઇએ. જમતી વખતે નહી.
 

8. ઊંઘતા પહેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી દૂર રહો.

 
રાત્રે ઊંઘતાના એક કલાક પહેલા કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના સંપર્કમાં ન આવો તથા ઊંઘતી વખતે રૂમમાં ઘોર અંધારું રાખો તો ઊંઘ સારી આવે છે.
 

9. પૂરતા પ્રમાણમાં વિટામિન “ડી” લેવું

 
સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી ભરપૂર માત્રમાં મળે છે. વિટામિન Dની ગોળીઓ પણ લઇ શકો છો. પણ તેના કરતા સવારના હુંફાળા આછા તડકામામ ફરો તો સારું. વિટામિન Dથી હાડકા મજબૂત રહે છે, ઉર્જામાં વધારો થાય છે, ડિપ્રેશન ઓછું થાય છે તથા કેન્સરની સંભાવના ઘટે છે.
 

healthy lifestyle_1  

10. શાકભાજી તથા ફાળો ખાઓ

 
શાકભાજી તથા ફળોમાં ભરપૂર માત્રમાં ફાઇબર્સ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો શાકભાજી તથા ફળો વધારે ખાય છે એ લોકોનું આયુષ્ય વધી જાય છે તથા હૃદયરોગ અને ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે.
 

11. પૂરતા પ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવો

 
પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું એ આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. પ્રોટીનની કમીથી અનેક બિમારી થાય છે. નબળા આવવી તેમાં મુખ્ય છે. જો તમારે મજબૂત અને યુવાન રહેવું હોય તો પ્રોટીનેયુક્ત ખોરાક જરૂરી છે.
 

healthy lifestyle_1  
 

12. કાર્ડીઓ- કસરત કરો

દોડવું, બોક્સિંગ, દંડબેઠક તથા દોરડા કૂદવા આ બધી કસરતોનો કાર્ડીઓમાં સમાવેશ થાય. શારીરિક તથા માનસિક હેલ્થને સારી રાખવા કાર્ડીઓ ઉત્તમ છે. શરીર માટે રોજ ૩૦ મિનિટ તો આપો.
 

13 વ્યસનથી દૂર રહો

 
જો તમે ધુમ્રપાન કરો છો અથવા ડ્રગ્સ લઇ રહ્યા છો તો પહેલા આ બે વસ્તુને બંધ કરવી પડશે. જો આ બે વસ્તુ બંધ નહિ થાય તો કસરત કરવાનો અથવા સારો ખોરાક ખાવાનો કોઈ અર્થ જ નથી. દારૂના સેવનને સંપૂર્ણપણે બંધ કરો. યાદ રાખો કોઇ પણ વ્યશન શરીર માટે હાનિકારક જ છે. વ્યસનથી દૂર રહો.
 

14. તેલ – તળેલા ખોરાકથી દૂર

 
બને તો કોઇ પણ પ્રકારના તેલથી દૂર રહો. તેલ બને એટલું ઓછું શરીરમાં નાખશો તો વધુ હેલ્થી રહેશો. તેલથી દૂર રહો. ખાવું જ હોય તો ખૂબ ઓછુ ખાવ. યાદ રાખો તેલનો કોઇ સ્વાદ હોતો નથી. વિશ્વસ ન હોય તો ચમચી વડે ચાખી જુવો. તે પોષણયુક્ત નથી પણ આપણું કોલેસ્ટ્રોલ જરૂર વધારી દે છે.
 

15. ખાંડથી દૂર રહો

 
ખાંડનું સેવન જેટલું ઓછું કરો એટલું આપણા શરીર માટે ફાયદાકારક છે. જેમ બને એમ કુદરતી મીઠાશવાળા ફળોનો વધારે ઉપયોગ કરો. વધારે ખાંડના સેવનથી ડાયાબિટીસ, હૃદયરોગ તથા કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
 

16 કસરત કરો

 
જીમમાં જઈને કસરત કરો. વજનિયા ઊંચકો. સ્નાયુઓ મજબૂત કરો, શરીરની રચના સારી બનાવો આનાથી તમારી મેટાબોલિક હેલ્થ સુધારે છે. શરીર ફિટ લાગશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે.
 

healthy lifestyle_1  
 

17. ભરપૂર ઉપીયોગ કરો

 
આદુ અને હળદર બળતરા વિરોધી તથા એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. ગરમ મસાલાઓ ખુબજ ગુણકારી હોવાથી તેમનો ઉપીયોગ કરવો જોઈએ. પણ બધુ પ્રમાણમા…
 18. તમારા સંબંધોની સંભાળ રાખો

 
સામાજિક સબંધો ફક્ત માનસિક શાંતિ માટે જ નહિ પરંતુ શારીરિક શાંતિ માટે પણ સારા હોવા મહત્વપૂર્ણ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો પાસે ગાઢ મિત્રો તથા પરિવાર સાથે સારા સંબંધ હોય છે, તેઓ નોર્મલ લોકો કરતા વધારે અને સારું જીવન જીવી રહ્યા છે.