સ્વસ્થ જીવન જીવવા માટે આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખો : સદ્‌ગુરુ

    ૨૦-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

jaggi vasudev_1 &nbs
 
આજે સૌની પહેલી પ્રાથમિકતા જીવન હોવી જાઈએ. સ્વસ્થ જીવન જીવવા શું કરવું જાઈએ તે સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવે આપણને જણાવે છે : સ્વસ્થ રહેવા આ ત્રણ નિયમને અનુસરો
 

યોગ્ય આહાર

 
આહાર સંદર્ભે આપણે હંમેશા સચેત રહેવાની જરૂર છે. આપણે જે આહાર લઈએ છીએ તે કેટલી ઝડપથી પચે છે અને આપણું શરીર તેનો સ્વીકાર કરે છે તે ખૂબ મહત્ત્વનું છે આપણે જે જમીએ છીએ એ આહાર જા ત્ણ કલાકમાં પચતો ન હોય તો સમજવું કે આપણે ન ખાવા જેવું ખાધુ છે. આવા ખોરાકથી દૂર રહેવું રહેવું અથવા તેની માત્રા ખૂબ ઓછી કરી દેવી જાઈએ. ટૂંકમાં આપણી અંદરની સિસ્ટમ જે આહાર સરળતાથી પચાવી શકે તેવો આહાર લેવો જાઈએ. બે આહારની વચ્ચે પાંચથી છ કલાકનો સમય જવો જાઈએ.
 

jaggi vasudev_1 &nbs 
 
૩૦ વર્ષથી ઉંમર પછી દિવસ દરમિયાન માત્ર સવારે અને સાંજે એમ બે વાર હેલ્દી ભોજન લેવું પૂરતું છે. સાંજે તમે ભોજન કરો તો એ યાદ રાખો કે આ ભોજન પછી ઓછામાં ઓછા ત્રણ કલાક પછી તમે સૂવા જાવ. આ દરમિયાન સાંજ ૨૦ મિનિટ હલકી કસરત કરો. ચાલો, ડાન્સ કરો... ભારે કસરત કરવાની જરૂરત નથી. જા તમે આટલું કરશો તો તમારી સિસ્ટમ સ્વસ્થ રહેશે.
 
 

ગરમ પાણી સાથે મધનું સેવન કરો


jaggi vasudev_1 &nbs 
 
 
લોહીમાં આર્યનની અછત કે કમી થા યો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટે છે અને તમારા શરીરની ઊર્જા ઘટી જાય છે. તમે થાકેલા દેખાવા લાગો છો. શરીરને યોગ્ય માત્રામાં ઓક્સિજન ન મળે તો તેનો લોડ તરત તમારા હૃદય, ફેફસા, મગજ પર પડે છે. તો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવું એ પહેલી પ્રાથમિકતા છે. બાયોલોજિકલ પ્રોસેસના કારણે મહિલાઓને ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ માટે આપણે માત્ર એક વાતનું જ ધ્યાન રાખવાનું છે. આપણે દરરોજ હુંફાળા ગરમ પાણીમાં થોડું મધ ઉમેરીને પીવાનું છે. થોડા દિવસમાં તમે મહેસૂસ કરશો કે મારું શરીર ઊર્જાવાન બન્યું છે. લોહીમાં હિમોગ્લોબિન, ઓક્સિજન વધી જશે અને તે તમારા શરીરને ઊર્જા આપશે. અચાનક તમારા શરીરના બધા જ અંગો એક્ટિવ થઈ જશે.

jaggi vasudev_1 &nbs 

યોગ્ય આરામ

 
સમજી લો, તમારા જીવનમાં ઊંઘની કોઈ જરૂર નથી. શરીરને ઊંઘની નહીં પણ આરામની જરૂર છે. ઊંઘ આરામનો એક પ્રકાર છે. અનેક લોકો આરમને ઊંઘ સમજે છે. આ જરૂરી નથી. તમે બેસીને પણ આરામ કરી શકો છો. તમે ઊભા રહીને પણ આરામ કરી શકો છો. તમે દોડી રહ્યા છો અને ઊભા રહી જાવ તો શું આરામ મળતો નથી ? તમે ઊભા છો અને બેસી જાવ તો આરામ નથી મળતો ? આરામ કરવાના અનેક પ્રકાર છે ? મહત્ત્વની વાત એ છે કે તમે આરામ દરમિયાન તમે ઊરજાનું સમીકરણ બદલી રહ્યા છો. તમે જા માત્ર આરામની સ્થિતિમાં આવી જાવ એટલે પૂરતું છે. આરામ વિશે હું જે કહું છું તે લોકો સમજી શકતા નથી. જા તમે સંપૂર્ણ રીતે સહજ હશો, તમારી સિસ્ટમ સંપૂર્ણ રીતે સહજ હશે તો સમજા તમે સંપૂર્ણ રીતે આરામમાં છો. તમે બપોરે સૂવો છો પછી તમે રાત્રે વધારે સૂઈ શકતા નથી. કેમ કે દિવસમાં આરામ થઈ ગયો તો શરીર રાત્રે બરાબર આરામ નહીં લઈ શકે. એટલે તે ઊંઘ નહીં લઈ, માટે ઊંઘવું જરૂરી નથી યોગ્ય આરામ જરૂરી છે.