પાથેય | ખરાબ સમયમાં પણ સકારાત્મકતા ન છોડો

    ૨૦-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

patheay guru possitve_1&n
 
એક ગામની બહાર બે સંત ઝૂંપડી બનાવીને રહેતા હતા. બન્ને દરરોજ સવારે અલગ-અલગ ગામોમાં જતા અને ભિક્ષા માંગતા. સાંજે ઝૂંપડી પર આવી જતા. દિવસભર ભગવાનનાં નામના જાપમાં તેમનું જીવન પસાર થતું. એક દિવસ તેઓ જ્યારે ભિક્ષા માંગી પોતાની ગામે પરત આવ્યા ત્યારે ગામમાં આવેલ વાવાઝોડાના કારણે તેમની ઝૂંપડી અડધી ટૂટી ગઈ હતી. આ જાઈ એક સાધુને ખૂબ જ આવ્યો અને તે ભગવાનને મનમાં ને મનમાં સંભળાવવા લાગ્યો કે હું દરરોજ તમારો જાપ કરું છું. મંદિરમાં પૂજા કરું છું. છતાં મારું ઘર અડધું ટૂટી ગયું અને ગામના જે લોકો ચોર-લૂંટારા જેવા છે તે તમામના ઘર સલામત છે. આ તે કેવો ન્યાય ? લાગે છે કે તમને અમારી ચિંતા જ નથી.
 
જ્યારે બીજા સાધુ મનોમન ભગવાનનો આભાર માનવા લાગ્યો. તે ખૂબ થતા કહેવા લાગ્યો, હે ભગવાન આજે મને વિશ્વાસ થઈ ગયો. તું અમને સાચો પ્રેમ કરે છે. અમારી ભક્તિ અને પૂજા પાઠ વ્યર્થ નથી ગયા. આટલા ભયંકર તોફાનમાં પણ અમારી અડધી ઝૂંપડી તે બચાવી લીધી. હવે અમે આ અડધી ઝૂંપડીમાં પણ તારું નામ લેતા લેતા આરામ કરી શકીશું. તમારા પરનો મારો વિશ્વાસ આજે અનેક ઘણો વધી ગયો છે.
 
આપણે સકારાત્મક વિચાર સાથે પરિસ્થિતિને જોવી જાઈએ. અહીં પહેલો સાધુ અર્ધ તૂટેલી ઝૂંપડી જાઈને દુઃખી થાય છે. કારણ કે તે પરિસ્થિતિ અંગે નકારાત્મક વિચારે છે. જ્યારે બીજા સાધુ એ જ અર્ધતૂટેલી ઝૂંપડી જાઈ ભગવાનનો આભાર માને છે કારણ કે તે ભગવાન પર ભરોસો કરે છે અને પરિસ્થિતિને સકારાત્મક રીતે જુએ છે માટે આપણે આપણા ખરાબ સમયમાં નકારાત્મક વાતોથી બચવું જાઈએ. જો આમ થશે તો જ આપણે સુખેથી રહી શકીશું.