લોકડાઉનનો ઉપયોગ – પાણીની તંગી હોવાથી ૨૧ દિવસના લોકડાઉનમાં ઘરના આંગણામાં ૨૫ ફૂટ ઊંડો કુવો ખોદી નાખ્યો

21 Apr 2020 18:12:26

lockdown_1  H x
 
 
વડાપ્રધાને ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી તો આપણે તેને મુસીબત ગણીને ગભરાઈ ગયા પણ મહારાષ્ટ્રના આ દંપતિએ ગભરાવાની જગ્યાએ આ ૨૧ દિવસનો એવો ઉપયોગ કર્યો છે કે આજે આ દંપતિ આપણા સૌ માટે પ્રરણારૂપ સાબિત થયું છે…….
 
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના કર્ખેદા ગામમાં રહેતા ગજાનન પકમોડ અને તેમની પત્ની પુષ્પાએ ૨૧ દિવસના લોકડાઉનનો એવો ઉપયોગ કર્યો છે કે આ ૨૧ દિવસમાં તેમના જીવનની સૌથી મોટી મુશ્કેલીનું તેમણે સમાધાન મેળવી લીધું છે. આ દંપતિએ સાથે કામ કરી પોતાના ઘરના આંગણામાં ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ૨૫ ફૂટ ઊંડો કુવો ખોદી નાખ્યો છે.
 
Ndtv ના એક રીપોર્ટ પ્રમાણે ગજાનન વ્યવસાયે મિસ્ત્રી છે, પોતાના હુન્નરનો ઉપયોગ કરી તેણે આ કુવો ખોદ્યો છે. આ કામમાં પત્નીને તેનો સાથ આપ્યો અને બાળાકોએ તેમનો ઉત્સાહ વધાર્યો.
 

lockdown_1  H x
 
આ પ્રેરણારૂપ દંપતિનું કેહેવું છે કે જિલ્લા પ્રશાસને અમને કહ્યું કે લોકડાઉન છે ૨૧ દિવસ ઘરની બહાર હવે નહી નિકળવાનું તો પહેલો વિચાર આવ્યો કે આ ૨૧ દિવસનો સદઉપયોગ કરવો પડશે, અમે બન્નએ એકબીજા સાથે વાતચીત કરી, પછી મેં મારી પત્નીને ઘરના આંગણામાં પૂજા કરવા કહ્યું. પૂજા પૂર્ણ થઈ એટલે મેં કુવો ખોદવાનું કામ શરૂ કરી દીધું.
 
આ વાતની જાણ આજુ-બાજુવાળાઓને થઈ તો તેમણે અમારી મજાક ઉડાવી પણ અમે તો અમારા કામમાં ધ્યાન આપ્યું. સતત ૨૧ દિવસ સુધી અમે કુવો ખોદવાનું કામ કર્યું અને ૨૧માં દિવસે ૨૫ ફૂટની ઊંડાઈએ અમને પાણી જોવા મળ્યું.
 

lockdown_1  H x
 
મહત્વની વાત એ છે કે આ કુવો ખોદવા આ દંપતિએ કોઇ ભારે ઉપકરણોનો ઉપયોગ નથી કર્યો, જે સાધારણ હથિયાર હાથવગા હતા તેનાથી આ કામ પૂર્ણ કર્યું છે. હવે આ પરિવાર ૨૧ દિવસ પછી ખૂબ ખુસ છે કેમ કે તેમની સૌથી મોટી પાણીની સમસ્યા હવે રહી નથી, આ સમસ્યાનું હંમેશાં માટેનું સમાધાન તેમણે મેળવી લીધું છે.
 
કુવો ખોદવામાં મળેલી સફળતા બાદ આ દંપતિનું કહેવું છે કે સ્થાનિક જલસેવા હંમેશાં બધ રહે છે, બંધ નળને જોયા કરવું એના કરતા કુવો ખોદવાનું કામ શરૂ કરી દેવું સારૂ. ૨૧માં દિવસે અમને પાણી જોવા મળ્યું તો અમને અનહદ આનંદ થયો. આજે અમે ખૂબ ખુશ છીએ કારણ કે અમારી પાણીની સમસ્યા હવે સમસ્યા રહી નથી…
 

lockdown_1  H x

Powered By Sangraha 9.0