જૂની એકત્ર થયેલી ,જમા થયેલી ચરબી ને ઓગાળવાનો અને શરીર ને ડીટોક્ષ કરવાનો આ અવસર છે

    ૨૩-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

loss wieght_1  

 
કોરોના કેર ને આશીર્વાદ માં ફેરવવા નો અમૂલ્ય અવસર 

 
ચાલો ખૂબ જ ઓછી મહેનતે ઘરે બેઠા ત્રણથી પાંચ કિલો વજન ઘટાડો, તમારા બેડોળ દેખાતા શરીરને સુંદર સુડોળ બનાવવાનો અને ડી ટોક્ષ કરવાનો અવસર . હાલમાં રોજિંદી શારીરિક પ્રવૃત્તિમાંથી કુદરતી રીતે મુક્તિ મળી છે તેનો લાભ લઈએ. કોઈમોટી મોથ મારવાની નથી . આખા દિવસમાં ઉર્જાનો કે ફ્યુઅલનો વપરાશ નથી . ખાટલે થી પાટલે અને પાટલેથી ખાટલે જેવી વાત છે .ત્યારે નીચેના થોડા સૂચનોનો અમલ કરો અને યાદગાર રહી જાય એવો તંદુરસ્તીનો સુધારો કરો .
 
રોજ સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછું ત્રણ કલાક સુધી કાંઈ પણ લેવું નહીં .જરૂર પડે કે તરસ લાગે તો માત્ર માટલી નું પાણી પીવુ. તમારી પેટ સફાઈ માટે કોઈ ફાકી કે ચૂર્ણ લેતા હોવ તો તે રાત્રે સૂવા જતા પહેલા લઈ લેવું . સવારે ત્રણ કલાક સુધી નો સમયતો જૂની ઉર્જા કેલેરી (ચરબી)ને વાપરવામાં કાઢો, કે જે તમારા શરીરમાં ગોડાઉન થઈને ભરેલી પડી છે, તેને ખાલી કરવા કે શરીર ને ડીટોક્ષ કરવા ચાલવું ,શક્તિ મુજબ દોડવું ,દાદરા ચડવા ,દોરડા કુદવા વગેરે કોઈપણ વ્યાયામ એક થી બે કલાક સુધી અચૂક કરવો,ચાલવાની સુવિધા ન હોય તો સીડી ચડવી ઉતરવી કે દોરડા કુદવા વગેરે કરી શકાય .
 
યાદ રાખો દોરડા કુદવા,દોરડા વગર કૂદવાની એક્શન કરીને પણ દોરડા કૂદી શકાય ,પગ ઘુંટણ માથી વાળ્યા વગર માત્ર પંજા ઉપર થોડે થોડે કરી પાંચસોથી હજાર સુધી જઈ શકાય, આવડતાં હોય તો આસન વ્યાયામ પણ કરી શકાય,જોડે થોડું સુર્ય સ્નાન પણ કરી લેવું .આ બધું જ ફ્રી મા કોઈપણ જાતના ચાર્જ વગર.
 
ત્રણ કલાક પછી 1 કપ કે એક નાના ગ્લાસ પાણીમાં ૧ લીંબુ નીચોવીને પીવું. અંદર કઈ પણ નાખવું નહીં. લીંબુ પાણી ના એક કલાક પછી જરૂર લાગે ત્યારે આખો દિવસ દર બે બે કલાકે કે જરૂર લાગે ત્યારે અને રાત્રિભોજન ના બે કલાક પહેલા સુધી, અત્યારે છુટથી મળતા તરબૂચ, ટેટી, પાકા પાઇનેપલનો રસ , પાકી મીઠી દ્રાક્ષ અથવા લીલાનાળિયેરના પાણીમાં અડધાથી એક લીંબુ નીચોવી ને પીવું .આ બધામાંથી જે મળે તે અને જે પરવડે તેની ઉપર તુટી પડો/પેટ ભરીને લઈ શકાય.
 

loss wieght_1   
 
ભૂખ લાગે તો દર બે બે કલાકે પણ લઈ શકાય, બદલી શકાય .પરંતુ આ સિવાય બીજું કાંઈ પણ લેવું નહીં. ઉપર જણાવેલ ફળમાંથી તમને જે સરળતાથી મળે અને તમારા ખિસ્સાને જે પરવડે તે સીવાય કશુંજ ખાવું નહીં. ભોજન રાત્રે 7:30 થી આઠમાં કરવું. ભોજનમાં સરગવાનો કે શાકભાજીનો સૂપ લીધા પછી કોઈપણ લીલોતરી શાક સાથે કોઈપણ એક ભાજીનું શાક, થોડી તાજી ચટણી વગેરેની સાથે રોટલી, ભાખરી ,રોટલા કે ભાત અથવા ઘરમાં જે રસોઈ બનાવી હોય તે પણ લઈ શકાય, શરૂઆતના માત્ર ત્રણ દિવસ કરો, અને તમારા શરીરમાં પરિવર્તન જુઓ ,પછી તેને આગળ ચાલુ રાખો.
 
હાલ તમારા સ્કુટર,ગાડી કે કોઈપણ વાહન નો વપરાશ નથી ,એન્જિન બંધ છે તેથી કોઈજ બળતણ પેટ્રોલ કે ડીઝલ ભરાવવાની જરૂર નથી પરંતુ આ શરીરનું માત્ર એન્જિન ચાલુ છે ,બીજી કોઈ વધારાની શારીરિક પ્રવૃત્તિ ચાલુ નથી તેથી બળતણની કે ફ્યુઅલ(ખોરાક) ની ઓછામાં ઓછી જરૂર છે. તે થી આ તક નો લાભ લઇ જૂની એકત્ર થયેલી ,જમા થયેલી ચરબી ને ઓગાળવાનો અને શરીર ને ડીટોક્ષ કરવાનો આ અવસર છે .આ સાદો પ્રયોગ કરવાથી નહિ ધારેલો લાભ મેળવો. કોરોના ના અભિશાપ ને આશીર્વાદ માં પરિવર્તિત કરો .આખો દિવસ ભૂખ લાગે ત્યારે ભૂખ્યા નથી રહેવાનું દર બે કલાકે ઉપર જણાવેલા ફળમાંથી તમને મનપસંદ ફળ દર બે કલાકે પેટ ભરીને ખાવ ,પરંતુ ચૂલે ચઢેલી કોઈ વસ્તુ રાત્રિભોજન શિવાય લેવી નહીં. આ પ્રયોગનો શ્રેષ્ઠ લાભ મેળવવો હોય તો ભોજનમાં દૂધ કે દૂધની બનાવટ, સૂકા દાળ-કઠોળ, ગળપણ અને ખટાશ વગેરેથી પરહેજ કરો ,હાલ તેની કોઈ આવશ્યકતા નથી. ભોજન ખૂબ જ શાંતિથી ચાવી ચાવીને ખાવું ,ભોજન ખાતાં વચ્ચે કે પછી પાણી પીવું નહીં, ભોજન ના એક કલાક બાદ પાણી પી શકાય.
 
- વરધીભાઈ પી. ઠક્કર
(પ્રાકૃતિક ચિકિત્સક - મેનેજીંગ ટ્રસ્ટી અમદાવાદ હેલ્થ સાયન્સ ટ્રસ્ટ)