આયુષ મંત્રાલયએ જણાવ્યું છે, આટલું કરો અને રોગપ્રતિકારત ક્ષમતા મજબૂત કરો

    ૦૫-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

ayush_1  H x W:

કોરોના સંક્રમણ સામે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલાં સૂચનો...

 
પ્રવર્તમાન કોરોના સંક્રમણે સમગ્ર માનવજાતને વિશ્વભરમાં ભરડામાં લીધી છે. આજ પર્યંત કોવિડ-૧૯નું કોઈ જ ઔષધ શોધાયું નથી તેથી કોરોના સંક્રમણથી આપણું રક્ષણ કરવું એ જ આ મહામારીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. કોવિડ-૧૯થી રક્ષણ મેળવવા આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મહત્વનો ભાગ ભજવે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ તેવા આ ઉપાયો/ સૂચનો નીચે પ્રમાણે છે.
 

ayush_1  H x W: 
 
૧ સામાન્ય ઉપાયો/ સૂચનો
 
• દિવસભર સમયાંતરે હૂંફાળું પાણી પીતા રહો.
 
• આયુષ મંત્રાલયે સૂચવ્યા પ્રમાણે ઘરમાં જ યોગ્ય અંતર રાખીને પ્રતિદિન ૩૦ મિનિટ માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરો.
 
• ભોજનમાં હળદર, ધાણાજીરું અને લસણનો ઉપયોગ લાભકર્તા છે.
 

ayush_1  H x W: 
 
૨ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક ઉપાયો
 
• પ્રતિદિન સવારે એક ચમચી ભરીને ચ્યવનપ્રાશ લો. ડાયાબિટીસ હોય તો શુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવો.
 
• હર્બલ ટી તેમ જ તુલસી, મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષનો ઉકાળો દિવસમાં એક-બે વાર પીવો. આ ઉકાળામાં લીંબુનો રસ કે ગોળ મેળવી શકાય.
 
• હળદર નાખીને હૂંફાળું દૂધ દિવસમાં એક-બે વાર પીઓ.
 
૩ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના કેટલાક આયુર્વેદિક પ્રયોગો
 
• પ્રતિદિન સવારે અને સાંજે નાકમાં તલનું તેલ/કોપરેલ/શુદ્ધ ઘી લગાવો.
 
• તલનું તેલ/કોપરેલ મોઢામાં લઈને એક-બે મિનિટ સુધી મોઢામાં તેને બરાબર ફેરવો. પછી તેને ગળ્યા વિના મોઢામાંથી કાઢી નાંખો. દિવસમાં એક-બે વાર આ પ્રયોગ કરવો.
 

ayush_1  H x W: 
 
૪ સૂકી ખાંસી, ગળામાં ગરબડ હોય તો...
 
• પાણીમાં ફુદીનો કે અજમાને ઉકાળીને તેનો નાસ લેવો.
 
• લવિંગ પાવડરને ખડી સાકર અથવા મધમાં ભેળવીને લો.
 
• આ ઉપાયો પછી પણ સૂકી ખાંસી અંકુશમાં ન આવે તો તરત ડોક્ટરની સલાહ લેવી.
 
ઉપર દર્શાવેલા ઉપાયો પોતાની વ્યક્તિગત અનુકૂળતા અનુસાર કરવા જોઈએ.
 
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આ ઉપાયો ભારતના નીચે દર્શાવેલા સુપ્રસિદ્ધ વૈદ્યરાજાએ સૂચવ્યા છે.
 
• પદ્મશ્રી વૈદ્ય પી.આર. કૃષ્ણકુમાર, કોઇમ્બતૂર.
• પદ્મભૂષણ વૈદ્ય દેવેન્દ્ર ત્રિગુણા, દિલ્હી
• વૈદ્ય પી. એમ. વરિયર, કોટ્ટાક્કલ
• વૈદ્ય જયંત દેવપૂજારી, નાગપુર
• વૈદ્ય વિનય વેલણકર, થાણે
• વૈદ્ય બી. એસ. પ્રસાદ, બેળગાવી
• પદ્મશ્રી વૈદ્ય ગુરદીપસિંઘ, જામનગર
• આચાર્ય બાલકૃષ્ણજી, હરિદ્વાર
• વૈદ્ય એમ. એસ. બાઘેલ, જયપુર
• વૈદ્ય આર. બી. દ્વિવેદી, હરદોઈ, ઉ.પ્ર.
• કે. એન. દ્વિવેદી, વારાણસી
• વૈદ્ય રાકેશ શર્મા, ચંડીગઢ
• વૈદ્ય અવિચલ ચટ્ટોપાધ્યાય, કોલકાતા
• વૈદ્ય તનુજા નેસરી, દિલ્હી
• વૈદ્ય સંજીવ શર્મા, જયપુર
• વૈદ્ય અનુપ ઠાકર, જામનગર
 
વિશેષ નોંધ : ઉપર દર્શાવેલા ઉપાયો કોવિડ-૧૯ની સારવાર છે તેવો દાવો કરવામાં આવતો નથી.