કોરોના વચ્ચે જિંદગીનું રિસેટ બટન દબાવવાની તક !

    ૦૫-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

gaur gopal das_1 &nb 
 

એકબીજાથી દૂર રહીને જ આ સંકટની ઘડીમાં એકબીજા સાથે જાડાઈ શકીએ છીએ

આપણે જ્યારે એક જ જોક્સ પર બીજી વખત હસતા નથી, તો એક જ સમસ્યા પર વારંવાર શા માટે રડીએ છીએ ? મને લાગે છે કે, આજે મારી વાત શરૂ કરવાની અત્યારે આ સૌથી શ્રેષ્ઠ લાઇનો છે. આપણે કોવિડ-૧૯ નામના જે સંકટનો સામનો કરી રહ્યા છીએ, તેના પર સતત વાત કરવા કરતાં સારું છે કે આ સમસ્યામાંથી બહાર નીકળવાનો બોધપાઠ જીવનમાં ઉતારવામાં આવે.
 
થોડાં વર્ષ પહેલાં હું સાનફ્રન્સીસ્કો ગયો હતો. મારો મિત્ર મને નજીકના મેરવૂડ્‌સ નામના જંગલમાં લઈ ગયો. અહીં રેડવૂડનાં વૃક્ષો જાઈને મને અત્યંત આશ્ચર્ય થયું. આ વૃક્ષો લગભગ ૩૦૦ ફૂટ લાંબા અને ૩૦ ફૂટ પહોળાં હોય છે અને લગભગ ત્રણ હજાર વર્ષ જૂનાં પણ. મેં અહીંના ફોરેસ્ટ રેન્જરને પૂછ્યું કે, શું તેમની મજબૂતાઈ ને ટકાઉપણાનું રહસ્ય તેમનાં ઊંડે સુધી ઊતરેલાં મૂળિયાંમાં છુપાયેલું છે ? રેન્જરે જવાબ આપ્યો કે, આ વૃક્ષોના મૂળિયાં વધુ ઊંડે જતાં નથી, પરંતુ આજુબાજુનાં મૂળિયાં સાથે જાડાઈ જાય છે. એટલે કે જંગલનાં તમામ વૃક્ષોનાં મૂળિયાં એકબીજા સાથે જાડાયેલાં છે. આ નેટવર્ક દ્વારા જ આ વૃક્ષો છેલ્લાં ૩૦૦૦ વર્ષથી દરેક પ્રકારની મુસીબતોનો સામનો કરી રહ્યાં છે. આ જ પાવર છે ટુ ગેધરનેસનો.
 
સ્વતંત્રતા સંગ્રામમાં પણ આપણે એકસાથે આવ્યા, ત્યારે જ આપણને આઝાદી મળી. કોવિડ-૧૯ની સમસ્યાનો સામનો કરવામાં પણ ભેગા થવાનો અર્થ છે, પરંતુ ફિઝિકલી નહીં. અંગ્રેજીમાં એક કહેવત છે - ‘યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઈડ વી ફોલ’. જો કે, આજની પરિસ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. આજે આપણે દૂર રહીશું તો સમાધાન મેળવી શકીશું. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગને અમલમાં મૂકવાની જરૂર છે. આપણે ફિઝિકલી નહીં, પરંતુ માનસિક રીતે યુનાઈટેડ થવાનું છે. ખાસ વાત એ છે કે, આ બીમારી સામે લડવામાં જે પાસાંઓનું ધ્યાન રાખવું જાઈએ, તે આપણી સંસ્કૃતિમાં પહેલાંથી જ સામેલ છે. ઉદાહરણ માટે નમસ્કાર કરવાં અને હાથ સાફ કરવા. આજે દુનિયા પણ આપણી પ્રથાઓ સ્વીકારી રહી છે. આપણે તેમની પાસેથી બોધપાઠ લેવાનો છે જે રીતે એ લોકોએ પોતાની સરકારોને સહયોગ આપ્યો, આપણે પણ તેમ કરવું જાઈએ.
 
વડાપ્રધાનની ‘જનતા કરફ્યુ’ની પહેલ પ્રશંસનીય છે. સવાલ કરવામાં આવતા હતા કે એક દિવસ ઘરમાં બેસવાથી સમસ્યા કેવી રીતે ઉકેલાઈ જશે. જવાબ છે, એક દિવસ બેસવાથી આપણે એ પરિસ્થિતિઓ માટે તૈયાર થઈ ગયા, જેમાં આપણે અનેક દિવસ સુધી ઘરે બેસવું પડી શકે છે. વાત છે બેઠા બેઠા બોર થઈ જવાની, તો અગાઉ આપણને રજા મળતી ન હતી ત્યારે ચિંતિત થતા હતા. એક બ્રેક માટે ચિંતા કરતા હતા. હવે આપણને જ્યારે એ બ્રેક મળ્યો છે તો આપણે એ જાણતા નથી કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે.
 
આ સંકટને આપણે એક તક તરીકે જોઈ શકીએ છીએ. આપણે જે લોકો પર આધારિત છીએ, આ તેમની મદદ કરવાની પણ તક છે. રોજિંદી ભાગદોડવાળી જિંદગીમાં તેને શારીરિક અને માનસિક આરામની તક તરીકે પણ જોઈ શકાય. તેનો ફાયદો ઉઠાવો અને તમારો તણાવ દૂર કરો. યોગ, વ્યાયામ, કસરત અને તમારા આરોગ્ય પર ધ્યાન આપો. સંબંધોને ગાઢ બનાવવાનો પણ આ સમય છે. ઘરમાં એવાં અનેક પુસ્તકો હશે, જેને વાંચવાનો સમય મળ્યો નહીં હોય, તેને હવે વાંચી શકાય છે.
 
અધ્યાત્મ દ્વારા તમારી અંદર ઝાંખવાનો પણ યોગ્ય સમય છે. અત્યારે વિશ્લેષણ કરી શકાય કે, આપણે જે ઝડપે જે માર્ગે જઈ રહ્યા છીએ, શું તે સાચો છે ? બની શકે કે, આ પરિસ્થિતિ તમારા જીવનની ગતિનું રિસેટ બટન દબાવવાની આવી હોય. દુનિયાભરમાં કામ કરી રહેલા હેલ્થ વર્કર્સ ટૂંક સમયમાં જ આપણને આ સમસ્યામાંથી બહાર કાઢી લેશે. જો કે, આપણે અત્યારે એ વિચાર કરવો જાઈએ કે શું આપણે પોતાના જીવનને ફરીથી એવું જ બનાવીશું, જેવું અત્યાર સુધી હતું ? કે પછી આપણે પોતાની જિંદગીને વધુ સારી રીતે જીવીશું. જે લોકો આ બીમારીનો ભોગ બન્યા છે અને જેમનું મૃત્યુ થયું છે, તેમના માટે આપણે સૌ પ્રાર્થના કરવી જાઈએ.
 
- પૂ. ગૌર ગોપાલ દાસ , આધ્યાત્મિક ગુરૂ,