ભારતમાં તો આદિકાળથી ક્વોરન્ટાઈન પરંપરા છે દુનિયાને એ આજે સમજાઈ છે

    ૦૫-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

indian culture_1 &nb
 
આજે કોરોના વાયરસ દુનિયાના માથે મોત બની ભમી રહ્યો છે ત્યારે દુનિયાને ક્વોરન્ટાઈનનું મહત્વ સમજાઈ રહ્યું છે. મતલબ કે વિશ્વને હવે સૂતકનું મહત્વ સમજાઈ રહ્યું છે.
 
આ એ જ સૂતક છે જેનું ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી પાલન કરવાની પરંપરા રહી છે જ્યારે વિદેશી સંસ્કૃતિના નાદાન લોકો આપણી આ વૈજ્ઞાનિક પરંપરાની મજાક ઉડાવતા હતા. એ લોકો સમજવા તૈયાર જ નહોતા કે મૃતકના રાખમાં પણ જીવાણુઓ હોય છે. હાથ મિલાવવાથી પણ જીવાણુઓનું આદાન-પ્રદાન થાય છે. જ્યારે આ વાત આપણે તેઓને સમજાવવાની કોશિશ કરતા હતા ત્યારે તેઓ આપણને ગમાર, પછાત કહી આપણી મજાક ઉડાવતા. આપણે મૃતદેહોને અગ્નિદાહ આપી સ્નાન કરતા અને તેઓ સ્નાન કરવાથી બચતા રહ્યા અને આપણને ખોટા ગણાવતા રહ્યા પરંતુ આજે કોરોનાના ભયથી એ લોકો આપણી એ પરંપરાને અપનાવી રહ્યા છે.
# આપણે ત્યાં જ્યારે બાળક જન્મે ત્યારે જન્મ સૂતક લાગુ કરી મા-બાળકને અલગ ખંડમાં રાખવામાં આવે છે. મહિના સુધી એ પણ એક પ્રકારનું ક્વારન્ટાઈન જ છે.
 
# આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય ત્યારે પરિવાર લગભગ ૧૨ દિવસ સુધી સૂતક પાલી અલગ રહે છે. મંદિરમાં પૂજાપાઠ પણ કરવામાં આવતા નથી. સૂતકવાળા ઘરોનું પાણી પણ પીવાનું ટાળવામાં આવે છે.
 

indian culture_1 &nb 
 
# આપણે ત્યાં મૃતદેહના દાહ સંસ્કાર માટે જે લોકો જાય છે તે બધા જ લોકોને સૂતક પાળવાનું હોય છે. તેઓ અંતિમયાત્રાએથી પણ આવી સ્નાન કર્યા બાદ જ ઘરમાં પ્રવેશ કરે છે.
 
# આપણે મળ ત્યાગ બાદ ઓછામાં ઓછા ત્રણ વખત સાબુથી હાથ ધોઈએ છીએ અને ત્યાં સુધી ક્વોરન્ટાઈનમાં રહીએ છીએ. બલ્કે અનેક લોકો મળત્યાગ બાદ સ્નાન કરીને જ ઘરમાં પ્રવેશ કરે છે.
 
# આપણે ત્યાં મૃત્યુ પામનાર વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી તમામ રજાઈ – ચાદર – ગાદલા સુધી સૂતક માનીને બહાર ફેંકી દઈએ છીએ.
 
# આપણે ત્યાં વર્ષ દરમિયાન હોમ-હવનની પરંપરા છે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આમાં વપરાતી સામગ્રીથી વાતાવરણ શુધ્ધ બને છે.
 

indian culture_1 &nb 
 
# આપણે આરતીને કપૂર સાથે જોડી અને દરરોજ કપૂર સળગાવવાના મહત્વની પરંપરા વિકસાવી જેતી તેના નાહથી અનેક સૂક્ષ્મ જીવ સ્વયં નષ્ટ પામે છે.
 
# આપણે ભોજનમાં શાકાહારને મહત્વ આપ્યું એટલે માસનું ભક્ષણ કર્યું
 
# આપણે ભોજન કરતાં પહેલાં હાથને સારી રીતે ધોવાની પરંપરા વિકસાવી તેઓએ ચમચીનો સહારો લીધો.
 
# આપણે ઘરમાં પગ ધોઈને જ અંદર જવાને મહત્વ આપ્યું. આપણે સવારે સ્નાન દરમિયાન જે પાણીથી ન્હાઈએ છીએ તેમાં ક્યારેક હળદર – લીમડાનું મિશ્રણ કરતાં હતા. તેઓ અનેક દિવસ સુધી ન્હાતા પણ નથી.
 

indian culture_1 &nb 
 
# આપણે શુધ્ધ જળથી સ્નાન કરવા માટે કુંભ અને સિંહ જેવાં મેળા લગાવ્યાં. આપણે કોઈપણ સૂતકને દૂર કરવાં અમાસના દિવસે નદીઓમાં સ્નાન કરવાની પરંપરા વિકસાવી.
 
# આપણે ભોજનમાં હળદરને ફરજિયાત કરી. તેઓ અત્યારે હળદર પર સંશોધન કરી રહ્યા છે.
 
# આપણે ચંદ્ર અને સૂર્યગ્રહણને પણ સૂતક માનીએ છીએ. ગ્રહણ દરમિયાન ભોજન કરતાં નથી. તેઓ હવે તેને મેડિકલી પ્રમાણિત કરી રહ્યાં છે.
 
# આપણે દૂરથી હાથ જોડીને અભિવાદનના મહત્વ સમજ્યુ અને તેઓ હાથ મિલાવી રહ્યાં છે.
 
# આપણે ઉત્સવ મંદિરમાં જઈ સુંદરકાંડના પાઠ કરી ધૂપ-દીપ હવન કરી વાતાવરણને શુધ્ધ કરી મનાવીએ છીએ જ્યારે તેઓ ઉત્સવો પણ શરાબ પી ને જ મનાવે છે.
 
# આપણે હોળી પ્રગટાવી કપૂર, પાનના પત્તા, લવિંગ, છાણા અને હવિષ્ય સામગ્રીથી આ બધુ માત્ર વાતાવરણને શુધ્ધ કરવા માટે હતું. આપણે નવ વર્ષે નવરાત્રી મનાવીએ છીએ. ઘરે ઘરે યજ્ઞ કરી વાતાવરણ શુધ્ધ કરીએ છીએ.
 
# આપણે ગોબરને મહત્વ સમજ્યું. ઘર-ઝૂંપડાની દીવાલો બનાવવામાં ઉપયોગ કર્યો. જ્યારે તેઓ ગોબરને ગંદકી સમજતા રહ્યાં.
 
# આપણે દીવાળી પર સમગ્ર ઘરની સફાઈ કરી ખૂણે ખૂણે ચૂનો લગાવી જીવાણુમુક્ત કરીએ છીએ.
 
# આપણે અતિસૂક્ષ્મવિજ્ઞાનને સમજીએ છીએ તેને આત્મસાત્ કરીએ છીએ જ્યારે તેઓ આ બધુ મહત્વ કોરોનાના ડરને કારણે અપનાવી રહ્યા છે.
 
આજે આપણને ગર્વ થવો જોઈએ કે આપણે એવી સંસ્કૃતિમાં જનમ્યા છીએ જ્યાં સૂતક એટલે કે ક્વારન્ટાઈનનું આદિકાળથી મહત્વ છે. અને તે આપણી જીવનશૈલીનો જ એક ભાગ છે. આપણે આપણી ભારતીય સંસ્કૃતિના મહત્વને તેની બારિકીઓનો વધુ સારી રીતે સમજવાની જરૂર છે. કારણ કે એજ જીવનશૈલી સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ છે. માટે ગર્વથી કહો આપણે સૌથી ઉન્નત છીએ.
 
સ્ત્રોત  - સોશિયમ મીડિયા