ભારત માટે ગુડન્યુઝ : ભારત પર કોરોના વાયરસ ઘાતક હુમલો કરી શકતો નથી

    ૦૭-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

coronavirus_1  
 
ભારતમાં લોકડાઉનના ૧૪ દિવસ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસ સાથેની ભારતની લડાઈનો સમગ્ર વિશ્વ પ્રંશસા કરી રહ્યું છે. હવે વિશ્વના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે, ભારતના લોકો પાસે સદનસીબે એવી કેટલીક ચીજો છે જેને પરિણામે કોરોના તેમના પર જોરદાર રીતે હૂમલો કરવામાં સફળ થઈ શક્યો નથી.
 

મેલેરિયા સંક્રમિત દેશોમાં કોરોના વાયરસ અસફળ

 
અનેક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જે દેશમાં મેલેરિયા સંક્રમણ વધુ છે ત્યાં કોરોના વાયરસ વધારે લોકોને સંક્રમિત કરી રહ્યો નથી. તેથાની ઉલટ જ્યાં મેલેરિયાની બિમારી બહુ પહેલાથી જ ખતમ થઈ ચૂકી છે ત્યાં તેનું વિકરાળ રૂપ બતાવી રહ્યો છે. અમેરિકા, ઈટાલી, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોમાં કોરોના વાયરસ તાંડવ મચાવી રહ્યો છે. તે તમામ દેશો મેલેરિયા મુક્ત છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં લાખોનો આંક વટાવી ચૂકી છે જ્યારે ભારતસહિત તમામ વિકાસશીલ દેશ જ્યાં મેલેરિયાનો પ્રકોપ છે ત્યાં કોરોના વાયરસના કેસો ખૂબ જ ઓછા છે.
 

કોરોના વાઈરસના ઇલાજમાં મેલેરિયાની દવા કેટલી અસરકારક?

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PHFI)ના પ્રમુખ ડૉ. શ્રીનાથ રેડ્ડી મુજબ હાલ કોરોના વાઈરસથી બચવામાં મેલેરિયાની દવા હાઈડ્રોકસ્તક્લોરોક્વીન ન જ સૌથી અસરકારક સાબિત થઈ રહી છે. અમેરિકા, ચીન, દક્ષિણ કોરિયા સહિતના દેશ આ દવાથી જ કોરોનાનો ઈલાજ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો કોરોના વાઈરસ અને મેલેરિયાગ્રસ્ત દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી રહ્યા છે. જોકે આ સંબંધે હાલ કંઈ પણ કહેવું વહેલું ગણાશે પરંતુ હકીકત છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના ફેલાવવાની ઝડપ ઘણી ઓછી છે.
 
જ્યાં મેલેરિયાની બીમારી નથી ત્યાં કોરોના વાઈરસ કહેર વર્તાવી રહ્યો છે. અમેરિકા ૩.૬૭ લાખ, સ્પેનમાં ૧.૪૦ લાખ, ઈટાલીમાં ૧.૩૨ લાખ અને ચીનમાં ૮૨ હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે જે દેશોમાં મેલેરિયા છે તેવા દેશો જેવા કે દક્ષિણ આફ્રિકામાં ૧૬૬૫, નાઈઝિરીયામાં ૨૩૨, ઘાનામાં ૨૧૪ અને ભારતમાં ૪૯૦૮ કેસો જ સામે આવ્યા છે.