તંત્રીલેખ - ઘર સે મસ્જિદ હૈ બહુત દૂર, ચલોં યૂં કર લે,કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે!

    ૧૦-મે-૨૦૨૦   
કુલ દૃશ્યો |

tablighi jamat edit_1&nbs 
 
સાઉદી અરબમાં કાબાના દરવાજા છેલ્લાં બે માસથી બંધ છે, મક્કા-મદીના ય ખાલી છે. સાઉદી સરકારે પહેલાં જ જાહેરાત કરી દીધી છે કે દેશની કોઈ પણ મસ્જિ સ્જિદોમાં પાંચ વખતની કે જુમ્માની નમાજ પણ નહીં પઢવામાં આવે. ઈરાન-ઈરાક અને અન્ય કોરોના સંક્રમિત દેશોએ પણ બંદગીની આ પ્રથા બંધ કરી છે. ઈસ્લામ ધર્મનો પાક મહિનો રમઝાન શરૂ થયો છે ત્યારે કોરોનાની મહામારીને કારણે દર વર્ષની જેમ રોજેદારો મસ્જિદમાં નમાજ નહીં પઢી શકે, એક બીજાને ગળે નહીં મળી શકે, ભેગા થઈને ઈફ્તાર પાર્ટીઓ નહીં કરી શકે, તેનો કદાચ વસવસો થતો હશે. પરંતુ આ વસવસો કરવા જેવો નથી, કારણ કે આ મહામારી એ દરેક મુસ્લિમ માટે કુરાને શું કહ્યુ છે એ શીખવાની ઉત્તમ તક છે.
 
જમાતે ઈસ્લામીના વુમન્સ ડિપાર્ટમેન્ટના નેશનલ સેક્રેટરી રહેમાથુન્નિસાએ કુરાનનો ઉંડો અભ્યાસ કરી કહ્યું છે કે, ‘રમઝાન તો નવું શીખવાનો મહિનો છે. કુરાનમાં વ્યક્તિની જ્ઞાનપ્રાપ્તિની યાત્રાને જ સાચી બંદગી કહેવાઈ છે, આ યાત્રાના યાત્રિકો માટે પાંચ વખતની નમાજ બંધનકર્તા નથી. કારણ કે જ્ઞાનયાત્રાના યાત્રીઓ એક સાથે એકથી વધુ સમયની નમાઝ પણ પઢી શકે છે. કુરાન કહે છે કે, ‘જેણે આનું સર્જન કર્યુ છે એના નામે એનું વાંચન કરવું એ જ સાચી બંદગી છે.’(૯૬:૧-૫). રમઝાન માસમાં મુસલમાનોને ‘કુરાને શરીફ’ ‘નાજીલ’ થઈ હતી, એટલે કે પ્રાપ્ત થઈ હતી. કુરાન જ કહે છે કે,‘જ્ઞાન એ શ્રદ્ધાળુઓએ ખોઈ નાંખેલો ભંડાર છે. આથી આ ભંડારને પુનઃ શોધી કાઢવો એ દરેકની ફરજ છે. કુરાન મુજબ જ્ઞાન પામેલા શ્રદ્ધાળુઓ પયગમ્બરના જ વંશજા છે, કેમકે પયગમ્બરો કેવળ જ્ઞાનનો જ ભંડાર મૂકી ગયા હતા. કુરાન માનવજીવન અને જ્ઞાનનો પણ સંદેશ આપે છે.’ મુસ્લિમ બંધુઓ વિચારે કે લોકડાઉનમાં જ્યારે માનવજીવન સંકટમાં છે ત્યારે એ તેમના માટે ઘરમાં રહીને પયગમ્બર સાહેબે આપેલા જ્ઞાનના ભંડારો પ્રાપ્ત કરવાનો અને માનવસેવા કરવાનો કેટલો મોટો મોકો છે.
 



કુરાનમાં લખ્યુ છે કે, ‘તમે માત્ર ઊંટને જાવાને બદલે તેનું સર્જન કેવી રીતે થયું તેનું ચિંતન કરો. માત્ર આકાશને બદલે તેની ઉચ્ચતાનું ચિંતન કરો’ (૮૮:૧૭-૧૮). આ શિક્ષણ આપવા- લેવાની ક્રિયાને પણ દાન કહેવામાં આવે છે. કુરાને શરીફ જેવા જ્ઞાનગ્રંથમાં સંગ્રહિત ઈશ્વરીય સંદેશ ઉપર ચિંતન-મનન કરવાનો માસ એટલે રમઝાન. કુરાનમાં માત્ર બંદગીની જ વાત નથી કરવામાં આવી. તેમાંથી સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ખગોળ, વિજ્ઞાન સહિતના ઘણાં ક્ષેત્રોના સિદ્ધાંતો મળી રહે છે. રોજેદાર એ સિદ્ધાંતોને પામે અને સિદ્ધ કરવાના પ્રયત્નો કરે.
 
ઇસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના ચેરમેન અને લખનૌ શહેરના કાઝી મૌલાના ખાલિદ રશીદ જેવા અનેક મુસ્લિમ આગેવાનોએય અપીલ કરી છે કે, રમજાન દરમિયાન સૌ લોકડાઉનના પાલન સાથે આ મહામારીથી બચવા માટે અલ્લાહને દુઆ કરે. દર વર્ષે મસ્જિદમાં ગરીબો માટે ઈફ્તારીનું આયોજન કરે છે એ લોકો આ વર્ષે એ ભોજન, રકમ કે રાશન મસ્જિદમાં આપવાને બદલે જરૂરિયાતમંદોને આપે, સુનિશ્ચિત કરે કે પાક રમજાન માસમા કોઈ પણ માનવી ભુખ્યો ના રહે.
 
 
સવાલ માત્ર મસ્જિદોમાં નહીં જવાનો કે નમાજ નહીં પઢવાનો નથી. લાખો મંદિરો, ગુરુદ્વારાઓ, ચર્ચોય બંધ છે. ભારતમાં બહુમતી હિન્દુઓએ ગુડી પડવો, ચૈત્રી નવરાત્રી, રામ નવમી, હનુમાન જયંતિ, ડો. આંબેડકર જયંતી, શંકરાચાર્ય જયંતિ અને ગુજરાત રાજ્ય સ્થાપના દિન વગેરે તહેવારો - ઉત્સવો ઘરમાં બેસીને જ મનાવ્યા. કોઈ યાત્રા નીકળી નથી, કોઈ ધજાઓ ફરકી નથી, કોઈ મંદીરો ખૂલ્યાં નથી. ભારતીય સંસ્કૃતિમાં તો અનેક સંપ્રદાયોએ ઘરને જ મંદિર ગણીને ઈશ્વરની સ્થાપના, સેવા અને પ્રાર્થના કરવાનું ઉત્તમોત્તમ સ્થાન માન્યુ છે. શું મુસ્લિમ બિરાદરો ઘરમાં રહીને બંદગી ના કરી શકે?
 
દેશમાં લોકડાઉનમાં કેટલાક નિરાશાજનક સમાચારો પણ મળ્યા. કેરલ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી સહિત કેટલાંયે સ્થાનો પર ડઝનબંધ મુસ્લિમો લોકડાઉનનો ભંગ કરીને મસ્જિદોમાં એકઠા થયા, દિલ્હીના સંમેલનમાં દેશ-વિદેશના ૯૦૦૦ અને ગુજરાતમાંથી ૧૫૦૦ જેટલાં જમાતીઓએ ભાગ લીધો, તેમાંના મોટાભાગના સંક્રમિત બન્યા અને બીજાને ય બનાવ્યા. જમાતીઓના લીધે મુસ્લિમો જ વધુ સંક્રમિત થયા. સારવાર દરમિયાન કેટલાકે પોલીસ, આરોગ્યકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી, કાયદાનો ભંગ કર્યો. એ લોકોએ પોતાની જ કોમના લોકો, બાળકો, અબ્બા-અમ્મીઓના જીવ જાખમમાં નાંખ્યા છે. શું મુલ્લાઓને એમ લાગે છે કે તબલીગીથી મુસ્લિમ જાતીને જે નુકસાન થયું તે ઓછું છે?
 

ભારતમાં ૧૯.૫ કરોડ મુસ્લિમ વસ્તી છે. ગુજરાતમાં ૬૫ લાખની આસપાસ. હોટ સ્પોટ અમદાવાદમાં ય દાણીલીમડા, જમાલપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાં મુસ્લિમ સંક્રમિતો વધુ. હજુ જા લોકડાઉનનું પાલન નહીં થાય અને તહેવારો ભેગા મળીને ઉજવવાનો આગ્રહ રખાશે તો પવિત્ર રમઝાન માસમાં જ પાપ કર્યુ ગણાશે. કારણ કે કુરાને શરીફમાં પણ પોતાની કોમની અને અન્યની સુરક્ષા કરવાની હિદાયત કરવામાં આવી છે. શું આ સમય મુસ્લિમ બુદ્ધિજીવીઓએ તેમના બિરાદરોને રાહ ચિંધવાનો નથી?
 
અત્યારે તો દરેક મુસ્લિમ બંધુને એટલી જ વિનંતી કે, દેશ સંકટમાં છે ત્યારે આ વખતની રમઝાન ઘરમાં બેસીને જ ઉજવે, કુરાન પઢીને, જ્ઞાન પ્રાપ્ત કરીને આ દેશવ્યાપી રોગચાળામાંથી દુનિયાને કેવી રીતે ઉગારી શકાય, આર્થિક અને સમાજિક રીતે કેવી રીતે ઉપર લાવી શકાય તેના રસ્તા શોધે. રોજેદાર કોઈ ગરીબ, જરૂરિયાતમંદના આંસુઓ લૂંછે, ભુખ્યાને જમાડે! અને આ વખતની રમઝાન ઈદની ઉજવણીને નીદા ફાજલીના શેરથી સાર્થક કરે,
 
‘ઘર સે મસ્જિદ હૈ બહુત દૂર, ચલોં યૂં કર લે,
કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે!’