કોરોનાનો કેર અને આયુર્વેદ - આ ૧૭ વાતો જાણી લો, તમને કામ લાગશે....

    ૧૬-મે-૨૦૨૦
કુલ દૃશ્યો |

Coronavirus and Ayurveda_
 
 
 
આજે ‘કોરોના’ની બિમારી જ્યારે વૈશ્વિક મહામારી બની રહી છે, ત્યારે આ રોગ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આ રોગનાં કારણો, લક્ષણો, સારવાર અને સાવધાની જા સમાજમાં હોય તો સરળતાથી આ રોગને હાથ-તાળી દેવામાં સફળતા મળે છે. આજે વાચકમિત્રોને કોરોના વાઈરસ ઉપર એવા સરળ અને ઘરગથ્થુ ઉપચારો બતાવવા જઈ રહી છું કે જેનાથી સરળતાથી આ રોગથી બચી શકાશે.
 
કોરોના સાથે માનવજાતનો પ્રથમ પરિચય ડિસેમ્બર-૨૦૧૯માં થયો તેથી તેને કોવિડ-૧૯ એટલે કે કોરોના વાઈરસ ડિસેમ્બર-૨૦૧૯ નામ આપવામાં આવ્યું છે. આ રોગમાં શરદી-ખાંસી જેવાં લક્ષણો થાય છે. આ ઉપરાંત નાકમાંથી પાણી પડવું, ઉધરસ આવવી, ગળામાં ખારાશ લાગવી, આંખોમાં બળતરા, માથું દુઃખવું, શ્વાસ ચઢવો, અશક્તિ અનુભવવી વગેરે જેવાં લક્ષણો પણ થાય છે. આ લક્ષણો વધી જાય તો ત્યાર બાદ ફેફસામાં સોજા આવવો વગેરે પણ થઈ શકે છે અને તેથી સાથે સાથે કીડની-લીવર જેવાં અંગો પર પણ અસર પડી શકે છે. ઘણીવાર દર્દીને કૃત્રિમ મશીન એટલે કે વેન્ટીલેટર ઉપર લેવો પડે છે.
 
આ રોગ ડ્રોપલેટ દ્વારા ફેલાતો હોવાથી અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જાઈએ. અસરગ્રસ્ત વ્યક્તિના શ્વાસોચ્છ્‌વાસથી કે તેની સાથે હાથ મિલાવવાથી પણ તે ફેલાઈ શકવાની શક્યતા છે. ઉપરાંત દર્દીના કફ, ખાંસી, શરદી કે લાળ કે થૂંક દ્વારા પણ તે ફેલાઈ શકે છે, જેથી જ્યાં ત્યાં થૂંકવાનું પણ ટાળવું જાઈએ.
 
વૃદ્ધો, બાળકો તથા પ્રેગનન્ટ વુમનમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ આ રોગની ચપેટમાં આવી જાય તેવી પૂરી શક્યતા છે, જેથી આવી મહામારી સમયે આવા લોકોએ માસ્ક પહેરી રાખવું જાઈએ. આ ઉપરાંત અસરગ્રસ્ત વ્યક્તિની સારવાર કરી રહેલા સ્વસ્થ વ્યક્તિએ પણ માસ્ક પહેરવું જાઈએ. આ ઉપરાંત ડાયાબિટીસ, બીપી, કેન્સર, એચઆઈવી વગેરે રોગનાં દર્દીઓએ પણ માસ્ક પહેરવું જાઈએ. ભીડમાં જવાનું થાય ત્યારે પણ માસ્ક પહેરવું જાઈએ.
 
 
 
Coronavirus and Ayurveda_


કોરોના, આયુર્વેદ, સારવાર :..........
 
૧. જ્યારે આ રોગની કોઈ રસી શોધાઈ નથી ત્યારે આપણી પોતાની ઇમ્યુનિટી જ આપણને રોગના સંક્રમણથી બચાવી શકે છે. જેમ ઇમ્યુનિટી પ્રબળ તેમ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણા બધા ઉપાયો આયુર્વેદમાં બતાવ્યા છે, જેમાં ષડંગપાનીય પીવાનો આગ્રહ રાખવો જાઈએ. ષડંગપાનીય એટલે મુસ્તા, નાગરમોથ, પિત્ત પાપડો, ખસ, ચંદન અને સુગંધી વાળો આ છ દ્રવ્યો ૧૦ ગ્રામ લઈ તેને ૧ લીટર પાણીમાં ઉકાળી જ્યારે પાણી અડધો ભાગ બળી જાય ત્યારે તેને ઠંડું પાડી તેના બાટલા ભરી લેવા જાઈએ.
 
૨. સૂંઠ, મરી, પીપર, તુલસી, અરડૂસી, હળદર અને લીમડાની ગળો આ ૭ દ્રવ્યોને ૧ ગ્લાસ પાણીમાં નાખી અડધું બળી જાય એટલે સવાર સાંજ પીવું જાઈએ.
 
૩. કાળી (મનુકા) દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી સવારે તેના ૨થી ૩ દાણી ધારે ધીરે ચૂસવાથી જઠરાગ્નિ્ પ્રદિપ્ત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
 
૪. તુલસી અને અરડુસીના રસમાં મધ મેળવી દરરોજ લેવાથી પણ ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ થાય છે.
 
૫. ત્રિકટ ચૂર્ણ ૨ ગ્રામની માત્રામાં મધ સાથે ચાટવાથી પણ રોગથી બચી શકાય છે.
 
૬. સંશયની પટી ૨-૨ ગોળી સવાર-સાંજ હૂંફાળા પાણી સાથે લેવી જાઈએ.
 
૭. જા તાવ આવતો હોય તો મહાસુદર્શન ઘનવટીની ગોળી સવાર-સાંજ લેવી. મહાસુદર્શન ચૂર્ણનો ઉકાળો બનાવીને સવાર-સાંજ લેવાથી જવર-તાવ સામે રક્ષણ મળે છે. ઇમ્યુનિટી પણ વધે છે.
 
૮. શરદી થઈ હોય તો મહા લક્ષ્મીવિલાસ રસની ૧-૧ ગોળી સવાર-સાંજ લેવી જાઈએ.
 
૯. આવી મહામારીના સમયે પાણી પુષ્કળ પીવું જાઈએ. શક્ય હોય તો સૂંઠને ઉકાળી તે પાણીને ઠંડુ પાડી તેના બાટલા ભરી લેવા જાઈએ.
 
૧૦. નાકમાં ગાયનું ઘી કે તલના તેલનાં ૪-૪ ટીપાં સવાર-સાંજ નાખવાં જાઈએ.
 
૧૧. ઔષધયુક્ત ધૂમવર્તી કે જેમાં નાક વાટે ધૂમાડો અંદર લઈ. મો દ્વારા બહાર કાઢવાનો હોય છે, તેનાથી શરીર કોઈ પણ વાઈરસથી સંક્રમિત થતું નથી.
 

Coronavirus and Ayurveda_ 
 
૧૨. લીમડાને અને તુલસીને ૧ લીટર પાણીમાં નાખી ઉકાળો. અડધું પાણી બળી જાય ત્યારે તેમાં ફટકડી, કપૂર કે લીંબુનો રસ નાખી દઈ તે પાણી નહાવામાં કે હાથ ધોવામાં ઉપયોગ કરીએ તો વાઈરસજન્ય રોગો સામે રક્ષણ મળી શકે છે.
 
૧૩. ઘરે જ હેન્ડ સેનેટાઈઝર બનાવવા એક ખાલી બોટલમાં એલોવેરા જેલ નાખો, તેને પાતળું કરવા થોડું પાણી નાખો. પછી તેમાં ટી ટ્રી ઓઈલ કે નીલગીરીના તેલનાં પાંચ ટીપાં નાખો. ત્યારબાદ તેમાં લવન્ડર ઓઈલનાં ૫-૭ ટીપાં નાખો અને બધું જ મિક્સ કરી દો. તમારું કેમિકલ વગરનું પ્રાકૃતિક હેન્ડ સેનિટાઈઝર તૈયાર થઈ જશે.
 
૧૪. આલ્કોહોલવાળું હેન્ડ સેનેટાઈઝર બનાવવા એક ખાલી બોટલમાં ૬૦% સુધી આલ્કોહોલ ભરો. તેમાં ૩૫% સુધી એલોવેરા જેલ ઉમેરો અને તેમાં કોઈપણ એસેશિયલ ઓઇલના ૫ ટીપાં નાખો અને પછી બધું જ મિક્સ કરો.
 
૧૫. ભિસ્કા પ્રાણાયામ, અનુલોમ-વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામ તથા સૂર્યનમસ્કારથી પણ શરીરની ઇમ્યુનિટી ખૂબ વધે છે અને રેસ્પિરેટરી સીસ્ટમ મજબૂત થાય છે. તો આ પ્રાણાયામ દરરોજ ૫થી ૧૦ મિનિટ કરવા.
 
૧૬. કોરોનાના સંક્રમણ વખતે જા ગળામાં ખારાશ ઉત્પન્ન થયેલ હોય તો, હળદર અને મીઠાના પાણીના કોગળા કરવા.
 
૧૭. અજમો, રાઈ અને મીઠાને ગરમ પાણીમાં નાખી તેની વરાળને નાકમાં લેવાથી પણ આવા સંક્રામક રોગોમાં સારું પરિણામ મળી શકે છે.
 
આયુર્વેદના ખજાનામાંથી આવા નાના-નાના ઉપાયોગ કાઢી આવી મહામારીઓ વખતે અજમાવવાથી આપણે આપણું તો રક્ષણ કરી જ શકીએ છીએ, તેમાં બે મતને સ્થાન નથી.
 
- ડો. જહાનવી ભટ્ટ