જાણવા જેવા છે... । કોરોનાના કપરાકાળમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન તથા મનોચિકિત્સકો દ્વારા માનસિક ચિંતા દૂર કરવાના ઉપાયો...

    ૧૬-મે-૨૦૨૦
કુલ દૃશ્યો |

corona psychologist_1&nbs
 
 
કોરોના કાળમાં લોકડાઉનના કારણે બધું જ બંધ છે. બાળકોથી માંડી વૃદ્ધો તમામ ઘરોમાં કેદ છે. નોકરિયાતોની નોકરી છૂટી ગઈ છે અને અનેક લોકો પર નોકરી જવાનું સંકટ મંડરાઈ રહ્યું છે. પતિ-પત્ની અને પરિવારના અન્ય સદસ્યો વચ્ચે ઝઘડા થવાની ફરિયાદો વધી રહી છે. તમામ લોકો આ બદલાતા વ્યવહારથી પરેશાન છે ત્યારે આ મહામારીમાં આ મનોવૈજ્ઞાનિક મહામારી સામે લડવા માટે શું કરવું ? આવો જાણીયે કેટલાક જાણીતા મનોચિકિત્સકોની પાસેથી...

કોરોના ફોબિયાને ખુદ પર હાવી ન થવા દો : ડૉ. મુકુલ શર્મા

લોકડાઉનના કારણે લોકોમાં ખૂબ જ સમસ્યા છે. આર્થિક સંકળામણ આમાં સૌથી મુખ્ય છે. પરિણામે લોકો તણાવમાં આવી જાય છે. આવા લોકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે. બીજું કે, બાળકો પણ ઘરોમાં કેદ થઈ જવાને કારણે ખૂબ જ કંટાળી ગયા છે. ઘરની અંદર કેદ ઉપરથી ભણવાનું પ્રેશર, શાળાઓએ ઓનલાઈન ભણાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે વાલીઓ તેઓને ઓનલાઈન ભણવા માટે દબાણ કરી રહ્યા છે અને આ બધું જ આમ અચાનક જ થવાથી અને લાંબા સમય સુધી ચાલવાથી બાળકોમાં ચીડચીડિયાપણુ અને ગુસ્સો દેખાવા લાગ્યો છે. પરંતુ અહીં આ આપત્તિને અવસરમાં પલટવાનો અવસર છે, કારણ કે મોટભાગનાં માતા-પિતાઓની ફરિયાદ રહેતી હતી કે તેઓ પોતાનાં બાળકો માટે સમય કાઢી શકતાં નથી ત્યારે વર્તમાન પરિસ્થિતિને જા હકારાત્મક રીતે લેવામાં આવે તો આપણે આપણાં બાળકોને પૂરતો સમય આપી શકીએ છીએ. તે માટે જરૂર છે ૧૨ કલાકને ખૂબ જ યોગ્ય રીતે પ્લાન કરવાની. બાળકોને ઇન્ડોર એક્ટિવિટીમાં વ્યસ્ત અને ખુશ રાખો. બાળકોને મોટિવેટ કરો. હાલનો તમારી સમય તેમની માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. બધું જ તમારા પર નિર્ભર છે.
 

psychologist mukul sharma 
ડૉ. મુકુલ કહે છે કે, રામાયણ અને મહાભારત જેવી શ્રેણીઓ ટીવી પર ફરીથી શરૂ થઈ છે. ત્યારે તેને ખુદ જુઓ અને બાળકોને જાવા માટે પણ પ્રોત્સાહિત કરો. બાળકોને રામાયણ, મહાભારતના મહ¥વ વિશે સમજાવો. ઉપરાંત જેઓને પોતાની આત્મકથા લખવાનો કે ભણવા - વાંચવાનો શોખ છે તે આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. થોડી સમજદારી દાખવો. પારિવારિક ઝઘડા આપોઆપ નિયંત્રિત થશે. લોકડાઉનમાં ઘરોમાં પારિવારિક ઝઘડાના કેસો વધી રહ્યા છે. ક્યાંક સાસુ-વહુ તો ક્યાંક પતિ-પત્નીના ઝઘડાની ફરિયાદો વધી છે. પરંતુ અહીં પણ સૌથી સારી વાત એ છે કે આપણી પાસે સમય છે એકબીજા સાથે રહેવાનો ત્યારે મિત્રોની જેમ જ એકમેક સાથે વાતચીત કરો. ઘરકામમાં એકબીજાની મદદ કરો. કોઈ દર્શન પર ચર્ચા કરો. સગા-સંબંધીઓ સાથે ફોન પર વાતચીત કરો. બન્નેમાંથી એક જા થોડી સાવધાની દાખવશો તો પારિવારિક ઝઘડા આપોઆપ નિયંત્રણમાં આવી જશે.

દોસ્તો - પરિજનોના સંપર્કમાં રહો - સ્વસ્થ જીવન શૈલી અપનાવ્યો : ડૉ. સમીર પારેખ

ફોર્ટિસ નેશનલ મેંટલ હેલ્થ પ્રોગ્રામના માનસિક સ્વાસ્થ અને વ્યવહાર વિભાગના નિર્દેશક ડૉ. સમીર પારિખ જણાવે છે કે આપણે હંમેશા એમ જ વિચારવું જાઈએ કે આ બંધી ખૂબ જ ટૂંકી છે અને આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે. જેમાંથી સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યું છે. આવી મહામારીની સ્થિતિમાં લોકમાનસમાં અનિશ્ચિતતાની સ્થિતિ પેદા થવી સ્વાભાવિક છે. દુઃખ, તનાવ, ભ્રમ, ડરની લાગણી એકલતાને અનેકગણી વધારી દે છે. તેવામાં તમે જેનામાં વધુ વિશ્વાસ કરો છો તેની સાથે વધુમાં વધુ વાતચીત કરો. દોસ્તો અને સગા-સંબંધીઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહો.
 

psychologist samir pareak 
 
સૌપ્રથમ આપણે કોરોના વાઇરસથી બચવા માટે સામાજિક અંતરનું કડકાઈથી પાલન કરવાનો આગ્રહ રાખો, કારણ કે આ નાની પરેશાની આપણને લાંબા ગાળાની મુશ્કેલીમાંથી બચાવી શકે છે. આ સાથે જ ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપો. પૂરતી ઊંઘ અને દૈનિક કસરત ખૂબ જ જરૂરી છે. જા કોઈ ભાવનાત્મક ઊથલપાથલમાંથી પસાર થઈ રહ્યા છો તો કોઈ સ્વાસ્થ્યકર્તા કે કાઉન્સેલરનો સંપર્ક કરો. તમે તમારા એ કૌશલ્ય અને ક્ષમતાઓનો ઉપયોગ કરો. જેઓએ તમારા જીવનમાં અગાઉ ખરાબ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી હોય.
 
વિદ્યાર્થીઓએ સ્વયં સમજવું પડશે કે આ લોકડાઉન માત્ર તમારા પૂરતું જ નથી, વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે એક સમાન છે. આ બંધી તમને ખુદને શોધવાની, જાણવાનો એક અવસર આપી પૂરો પાડી રહી છે. તમારા મસ્તિષ્કને તાજું રાખવા માટે પુસ્તકો વાંચી શકો છો. રચનાત્મક લેખન કરી શકો છો. પેઇન્ટિંગનો શોખ હોય તો પેઇન્ટિંગ કરો. તમારા હરેક શોખને ધારઆપી તમારી રચનાત્મકતાને ખીલવો.
 
યાદ રાખો કોરોના વાઈરસમાં આપણે સામાજિક અંતર બનાવી રાખવાનું છે. ભાવનાત્મક નહીં અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકોમાં સમસ્યાઓ તો આવશે જ પરંતુ તેનું નિરાકરણ પણ સમાજમાંથી નીકળશે.

લોકડાઉનમાં આ રીતે રહો ખુશમિજાજ : ડૉ. માઇકલ સિનફ્લેયર

બ્રિટનના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. માઇકલ સિનકલેયર કહે છે કે વ્યક્તિ કેટલી પણ કોશિશ કરી લે, પરંતુ એક સમય એવો આવે જ છે કે તે કંટાળી જાય છે. બની શકે કે પરિસ્થિતિ એટલી હદે વણસે કે તે ખુદને નફરત કરવા લાગે અને તણાવમાં સરી પડે. ઘરમાં કેદ રહેવાથી મન અસ્થિર થઈ શકે છે અને વ્યક્તિ કંઈક એવું કરવા લાગે છે જે અસામાન્ય હોય. આ પરિસ્થિતિને પહોંચી વળવા કેટલીક બાબતોનું પાલન કરવાથી ખૂબ જ સારાં પરિણામો મળી શકે છે.
 

psychologist britain_1&nb 
# એવું ન વિચારો કે હું પણ બીમાર પડી જઈશ તો? એવું વિચારો કે તમારું મન એક વાર્તા સાંભળી રહ્યું છે અને તેમાં કાંઈ જ સચ્ચાઈ નથી.
 
#  ઘર-પરિવારના અન્ય સદસ્યો સાથે વાતચીત કરો. તેમને સમય આપો.
 
#  જા એકલા રહેતા હોવ તો દૂર રહેતા પરિવાર સાથે નિયમિત સંપર્કમાં રહો.
 
#  ચિંતામુક્ત રહેવાના પ્રયાસ કરો અને એવું બિલકુલ ન વિચારો કે હું પણ બીમાર પડી જઈશ તો...
 
# ખુદ તમારી વિચાર કરવાની ક્ષમતા પર નિયંત્રણ રાખો. નકારાત્મક બાબતો વિચારવાથી બચો.
 
#  ખુદને વ્યસ્ત રાખવા માટે જે મનમાં આવે તે કરો, સારું લાગશે.