ક્વોરન્ટાઈન એકલા પાડી દે છે, WHOએ આવી સ્થિતિમાંથી બહાર આવવાના ઉપાય જણાવ્યા છે..

16 May 2020 15:02:16

coronavirus who_1 &n 
 
 

ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટીનો દાવો - દેશમાં માનસિક રોગોના કેસમાં ૨૦% વધારો

કોરોના વાઈરસે દુનિયાભરમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ સંકટની આ ઘડીમાં અન્ય સાવચેતીઓની સાથે પોતાના માનસિક આરોગ્યનું ધ્યાન રાખવા કહી રહ્યું છે. કોરોના વાઈરસ ભય, ચિંતા અને માનસિક ચિંતાનું કારણ બની શકે છે. વિવિધ અભ્યાસ જણાવે છે કે, દર્દી, ક્વોરન્ટાઈનમાં કે આઈસોલેશનમાં રહેલી વ્યક્તિ અને તેમનો ઇલાજ કરી રહેલા વ્યક્તિના માનસિક આરોગ્ય પર અસર પડી શકે છે. કોરોનાની અસર માનસિક દર્દીઓની સંખ્યા પર અસર દેખાવા લાગી છે. દેશમાં મનોચિકિત્સકોના સૌથી મોટા એસોસિયેશન ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટીના સરવે અનુસાર, કોરોના વાઈરસના આવ્યા પછી દેશમાં માનસિક રોગોથી પીડિત દર્દીઓની સંખ્યા ૧૫થી ૨૦ ટકા વધી ગઈ છે. સરવે જણાવે છે કે, આ સંખ્યા એક સપ્તાહના અંદર જ વધી છે અને વૈશ્વિક રોગચાળો તેનું એક કારણ હોઈ શકે છે.
 
લોકોમાં લોકડાઉનના કારણે બિઝનેસ, નોકરી, કમાણી, બચત અને મૂળભૂત સંવેદના ગુમાવી દેવાનો ડર પણ તેનું કારણ હોઈ શકે છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે, દર પાંચમાંથી એક ભારતીય કોઈ ને કોઈ માનસિક રોગનો ભોગ બનેલી છે. ચિંતા એ વાતની છે કે, કોરોના પછી જા માનસિક દર્દીઓની સંખ્યા વધી છે તો તેના માટે દેશમાં જાગૃતિ અને સુવિધાઓ બંનેનો અભાવ છે. કોરોના વાઈરસના કારણે અનેક લોકો ક્વોરન્ટાઈન, આઈસોલેશનમાં કે પછી એકલા રહેવા મજબૂર છે. આ સ્થિતિમાં માનસિક આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. જાણો દેશમાં માનસિક આરોગ્યની સ્થિતિ, ક્વોરન્ટાઈનથી માનસિક આરોગ્ય પર અસર અને તેનાથી બચવાની રીતો અંગે.
 

ક્વોરન્ટાઈનની મગજના આરોગ્ય પર કેવી અસર થાય છે ?

 
લંડનની કિંગ્સ કોલેજે તાજેતરમાં જ ક્વોરન્ટાઈનની અસર સાથે જાડાયેલા ૨૪ પેપર્સની રિવ્યુ કર્યો છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત આ રિવ્યુ અનુસાર, ક્વોરન્ટાઈનમાં રહેતા લોકોમાં ચેપનો ભય, ચીડિયાપણું, કંટાળો, માહિતીનો અભાવ કે સામાનની ઘટી જવાની ચિંતા, આર્થિક નુકસાન અને બીમારી સાથે જાડાયેલા આરોપનો ડર જેવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જાવા મળે છે. અભ્યાસ અનુસાર અન્ય મનૌવૈજ્ઞાનિક સમસ્યાઓ જાવા મળે છે. અભ્યાસ અનુસાર અન્ય મનોવૈજ્ઞાનિક લક્ષણોમાં ભાવનાત્મક અસ્થિરતા, અવસાદ, તણાવ, ઉદાસી, એન્કાઝાટી (ચિંતા), ગભરામણ, ઊંઘ ન આવવી, ગુસ્સાનો પણ સમાવેશ થાય છે. અભ્યાસ જણાવે છે કે, માતા-પિતાની સરખામણીમાં બાળકોમાં ક્વોરન્ટાઈનમાં ૪ ગુણો વધુ તણાવ થાય છે.
 

શું ક્વોરન્ટાઈન પછી પણ મગજ પર અસર રહે છે ?

 
ક્વોરન્ટાઈનના કારણે આવેલા મનોવૈજ્ઞાનિક ફેરફારોની થોડી અસર લાંબા સમય સુધી રહી શકે છે. લેન્સેટ અનુસાર સાર્સ બીમારીના ફેલાવા દરમિયાન ક્વોરન્ટાઈનમાં ગયેલા લોકો થોડા સપ્તાહ પછી પણ ક્વોરેન્ટાઇનવાળી માનસિક સ્થિતિમાંથી બહાર નીકળી શક્યા ન હતા, જેમ કે ૨૬% લોકો ભીડવાળા સ્થાને ગયા ન હતા અને ૨૧% કોઈ જાહેર સ્થળે ગયા ન હતા. ચીનમાં થયેલા એક અભ્યાસે પણ જણાવ્યું કે, હોસ્પિટલના કર્મચારીઓ પર પણ ક્વોરન્ટાઈનના કારણે થયેલા તણાવની અસર ત્રણ વર્ષ પછી પણ જાવા મળી હતી. કિંગ્સ કોલેજના શોધકર્તાઓ અનુસાર લોકોના મગજ પર તેમની આઝાદી ઝુંટવાઈ જવાની અસર લાંબા સમય સુધી રહી શકે છે. સાર્સના ફેલાવા દરમિયાન થયેલા સર્વે અનુસાર લોકોએ ડર, ગભરામણ, ગ્લાનિ અને ઉદાસી જેવી લાગણીઓ અનુભવી હતી, જ્યારે ક્વોરન્ટાઈનમાં રહેલા ૫% લોકોએ ખુશી અને ૪% એ રાહતનો અનુભવ કર્યો હતો.
 
 

coronavirus who_1 &n 

કોરોનાના કારણે એંગ્ઝાયટી કે પેનિકને કેવી રીતે ઓળખશો ?

 
વિવિધ એક્સપટ્‌ર્સના અનુસાર આવી મહામારીની સ્થિતિમાં લોકોને અનિશ્ચિતતાનો અહેસાસ થાય છે. એકાંતવાસ ચિંતામાં વધારો કરે છે. આ વિચાર અને એંગ્ઝાયટી ડિસઓર્ડરમાં બદલાવા લાગે છે. કોરોના વાઈરસના કારણે તમને એંગ્ઝાયટી કે પેનિક ઓર્ડર નથી તેની નીચેનાં લક્ષણોથી તપાસ કરો.
 
# વારંવાર તથ્ય અને આંકડા ચકાસતા રહેવું.
 
# ઊંઘ ન આવવી, વિચારતા રહેવું કે કંઈક થઈ શકે છે.
 
# વારંવાર વીતેલા દિવસો યાદ કરવા.
 
# ભૂખ લાગે છે અને એકસાથે ઘણું બધુ જમી લો છો.
 
# ધ્રુજારી રહે છે અને કોઈ કામમાં ધ્યાન નથી લાગતું.
 

સારા માનસિક આરોગ્ય માટે પાંચ ટિપ્સ

 
સારી વાત છે કે સમયની સાથે માનસિક બીમારીના કેટલાંક લક્ષણો ઘટી પણ શકે છે. લેન્સેટના અનુસાર ક્વોરન્ટાઈનમાં રહેલા લોકોને સરવે જણાવે છે કે, ૭%માં એંગ્ઝાયટી અને ૧૭%માં ગુસ્સાનાં લક્ષણ જાવા મળ્યાં છે, પરંતુ ૪-૬ મહિનામાં આ લક્ષણ ઘટીને ક્રમશઃ ૩% અને ૬% સુધી થઈ ગયા છે. ઉૐર્ં એ લોકોને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી છે :
 
૧. આ દરમિયાન દુઃખ તણાવ, ભ્રમ, ડર અને ગુસ્સો અનુભવવો સામાન્ય બાબત છે. જેમના પર વિશ્વાસ કરો છો, તેમની સાથે વાત કરવાની મદદ મળી શકે છે. મિત્રો અને પરિવારના સંપર્કમાં રહો.
 
૨. હેલ્ધી લાઇફ સ્ટાઈલ અપનાવો. સારો ડાયેટ, પૂરતી ઊંઘ અને દરરોજ કસરત જરૂરી છે.
 
૩. તમારી લાગણીઓ સામે લડવા સ્મોકિંગ, દારૂ કે અન્ય ડ્રગ્સની મદદ ન લો.
 
૪. જા ભાવનાત્મક રીતે સંઘર્ષ કરી રહ્યા છો તો કોઈ આરોગ્ય કાર્યકર્તા કે કાઉન્સેલરનો સંપર્ક કરો.
 
૫. એ કૌશલ્યોનો ઉપયોગ કરે, જેણે તેમને જીવનમાં અગાઉ પણ ખરાબ સ્થિતિનો સામનો કરવામાં મદદ કરી છે. આ કૌશલ્યથી તમને મહામારીવાળી વર્તમાન સ્થિતિમાંથી પણ તમારી લાગણીઓને કાબૂમાં રાખવામાં મદદ મળી શકે છે.
 

coronavirus who_1 &n 
 

WHOની ગાઈડલાઇન્સ આઈસોલેશનમાં રહેતા લોકો માટે...

 
# સોશિયલ નેટવર્ક જાળવી રાખો. ડેઇલી રૂટીન જાળવી રાખો કે સ્થિતિ મુજબ નવું રૂટીન બનાવીને તેનું પાલન કરો.
 
# તણાવની સ્થિતિમાં તમારી જરૂરિયાતો અને ભાવનાઓ પર ધ્યાન આપો. એવી ગતિવિધિ અપનાવો જેમાં તમને આનંદ મળે.
 
# નિયમિત ઊંઘ લેવી, કસરત અને હેલ્ધી ભોજન લેવું.
 
# દિવસભર કોરોના વાઈરસ અને તેની સાથે સંકળાયેલી માહિતી ન લેતા રહેવું. દિવસનો એક ચોક્કસ સમય નક્કી કરો.
 

વૃદ્ધ દર્દી અને તેમની દેખભાળ કરનારા માટે......

 
# વૃદ્ધ ખાસ કરીને જે આઈસોલેશનમાં છે અને ડિમેÂન્શયાનો ભોગ બનેલા છે, તેમની સમજવા-વિચારવાની ક્ષમતા સમાપ્ત થઈ ચૂકી છે, તેઓ વધુ ચિંતિત, ગુસ્સાવાળા અને તણાવગ્રસ્ત હોઈ શકે છે. તેને લાગણીપૂર્ણ સહારાની જરૂર છે.
 
# તેમને સાદી હકીકતો જણાવો અને અત્યંત સ્પષ્ટ રીતે માહિતી આપો કે ચેપના જાખમને કેવી રીતે ઘટાડી શકાય છે. તેમના માટે એક ઇમરજન્સી પ્લાન પણ તૈયાર રાખો.
 

બાળકોની દેખભાળ કરનારા માટે :....

 
# બાળકોને ડર અને ઉદાસી વ્યક્ત કરવાની સકારાત્મક રીત શોધવામાં મદદ કરો. ક્યારેક કોઈ રચનાત્મક ગતિવિધિ જેમ કે ડ્રોઇંગ કે રમતથી તેઓ લાગણી વ્યક્ત કરી શકે છે.
 
# બાળકોની સાથે જ રહેવાનો પ્રયાસ કરો. કોઈ કારણે અલગ રહેવું પડે તો સતત સંપર્ક રાખો.
 
# તણાવની સ્થિતિમાં બાળકો વધુ લાગણીશીલ થઈ જાય છે અને વધુ માગ કરે છે. તેમની સાથે તેમની ઉંમર અનુસાર ઈમાનદારીથી કોવિડ-૧૯ અંગે ચર્ચા કરો, તેમની જિજ્ઞાસા શાંત કરો.

દેશમાં માનસિક દર્દીઓ અને ઇલાજની સુવિધાઓની સ્થિતિ

 
# લોકો દેશમાં માનસિક આરોગ્ય સાથે જાડાયેલી સમસ્યાથી પીડિત છે - ૧૪.૫૩%
 
# બીમારીઓ માનસિક આરોગ્ય સાથે જાડાયેલી છે, કુલ બીમારીમાં - ૪.૬૬%
 
# પથારી છે દેશમાં પ્રતિ એક લાખ લોકો પર મેન્ટલ હોસ્પિટલમાં - ૧.૪
 
# મનોચિકિત્સક છે દેશમાં પ્રતિ એક લાખ લોકો પર - ૦.૩
 
 



Powered By Sangraha 9.0