કોઈ પણ કામ પ્રત્યેની આવી લગન જ કામને સફળતા અપાવે છે

    ૦૯-જૂન-૨૦૨૦
કુલ દૃશ્યો |

albert einstein_1 &n
 
 
વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઇન્સ્ટાઈન જે કામ હાથમાં લેતા તે કામમાં ખોવાઈ જતા. તેઓને બીજા કોઈ કામનું ભાન જ ન રહેતું. એક વખત તે તેમની પ્રયોગશાળામાં કોઈક કામ કરી રહ્યા હતા. તેઓની પત્ની ભોજનનો સમય થતાં ભોજન લઈ આવી, પરંતુ તેમને કામમાં વ્યસ્ત જોઈ તેમની થાળી ટેબલ પર મૂકી ચાલી ગઈ અને કહ્યું કે જ્યારે કામમાંથી નવરા પડો ત્યારે જમી લેજો. આઇન્સ્ટાઈનના સહયોગીઓ પણ આ પ્રયોગમાં લાગેલા હતા.
 
સમય થતાં તેઓને તો ભૂખ લાગી અને તેઓ આઇન્સ્ટાઈન વગર જ ભોજન કરવા ચાલ્યા ગયા. તેઓને એટલી કડકીને ભૂખ લાગી હતી કે તેઓ આઇન્સ્ટાઈનનું ભોજન પણ ચટ કરી ગયા. થોડા સમય બાદ આઇન્સ્ટાઈન ભોજન કરવા ગયા ત્યાં તેઓએ તમામ વાસણો ખાલી જોયાં અને બબડ્યા, મેં તો ભોજન કરી લીધું લાગે છે. તેઓ પાણી પી ફરી પાછા કામ પર લાગી ગયા. તેમના તમામ સહયોગી તેમના કામ પ્રત્યેની આવી લગન જોઈ નતમસ્તક બની ગયા. મતલબ કે કોઈ પણ કામ પ્રત્યેની આવી લગન જ કામને સફળતા અપાવે છે અને આવી લગનવાળી વ્યક્તિને મહાન બનતાં કોઈ જ રોકી શકતું નથી.