કોરોનાની મહામારી બાદ આપણે શું શીખ્યા ?

    ૦૯-જૂન-૨૦૨૦
કુલ દૃશ્યો |

manmohan vaidhya_1 &
 
ભારત વિકાસ પરિષદ - ગુજરાત પ્રાંત દ્વારા તા. ૩૧મી મે, ૨૦૨૦ના રોજ સવારે રા. સ્વ. સંઘના અખિલ ભારતીય સહ સરકાર્યવાહ મા. શ્રી મનમોહનજી વૈદ્યે FB Live પર કોરોનાની મહામારી બાદ આપણે શું શીખ્યા ? એ વિષય પર ઉદબોધન આપ્યું હતું. પ્રસ્તુત છે તેના અંશો...
 
કોરોનાના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે. તેવી પરિસ્થિતિ દેશમાં ક્યારેય આવશે એવું કોઈએ વિચાર્યું ન હતું. મનુષ્ય કેટલો હત્પ્રભ થઈ શકે છે તેનો અનુભવ પણ આપણને આ સમયગાળા દરમિયાન થયો. આપણી ટેક્નોલોજીની પ્રગતિને કારણે જે ગતિ વધી ગઈ હતી અને એ ગતિ વધવાથી લોકો પ્રકૃતિ અને પોતાની આસપાસના લોકોથી ધીરે ધીરે દૂર થઈ રહ્યા હતા. આ બધી બાબતો માટે જાણે કે તેને સમય જ નહોતા મળી રહ્યો. એવા મનુષ્યને એક મોટો ઝાટકો લાગ્યો છે. આ સમયગાળા દરમિયાન અનેક નવા અનુભવો થયા છે.

તેરી તાકત દેખી કુદરત, અબ તૂ મેરી તાકાત દેખ

 
મનુષ્ય ક્યારેય હારતો નથી. ગમે તેવી પરિસ્થિતિમાંથી તે પોતાની સંકલ્પશક્તિને આધારે ફરી પાછો બેઠો થઈ જાય છે. જ્યારે હું ગુજરાતમાં પ્રાંત પ્રચારક હતો તો ત્યાં ભૂકપ આવ્યો હતો અને નકશામાં લગભગ બધું જ જમીનદોસ્ત થઈ ગયું હતું. તે વખતે સમાચાર પત્રોમાં એક તસવીર પ્રકાશિત થઈ હતી. એક મકાનના કાટમાળનો ઢગલો થઈ ગયો હતો. તેની સામે તે મકાનનો ૬૦ એક વર્ષનો માલિક ઊભો હતો. આ શ્યની તસવીર નીચે તસવીરકારે એક સુંદર વાક્ય લખ્યું હતું. તેરી તાકત દેખી કુદરત, અબ તૂ મેરી તાકત દેખ. આજે સમગ્ર કચ્છ ફરીથી બેઠું થઈ ગયેલું આપણે જોઈએ છીએ. વિશ્વમાં જે કાંઈ પણ ચાલી રહ્યું છે તે પણ આપણે જોઈ જ રહ્યા છીએ, પરંતુ વિશ્વ કોરોના સામે જે લડાઈ લડી રહ્યું છે તે લડાઈથી ભારતની લડાઈ અલગ છે. વિશ્વના અનેક દેશોમાં વેલ સેટ નામની સંસ્કૃતિ વધારે પ્રભાવી છે. રાજ્યવ્યવસ્થા જ તમામ ચિંતા કરતી હોય છે. ત્યાં આવી કોઈપણ આપત્તિ વખતે રાજ્યવ્યવસ્થાની મશીનરી રાહત અને બચાવકામ કરવા માટે આવતી હોય છે. લોકો પ્રશાસનની મદદની રાહ જોતા હોય છે અને તંત્ર ત્યાં વહેલામાં વહેલી તકે પહોંચી પણ જાય છે, પરંતુ ભારતની પરંપરામાં સમાજ જેને આપણે એક રાષ્ટ કહીએ છીએ તેનું એક વિશેષ અસ્તિત્વ છે અને રાજ્યવ્યવસ્થા તેનો એક ભાગ છે. માટે આપણે ત્યાં રાજ્ય અલગ છે અને રાષ્ટ અલગ છે. મહત્ત્વની કેટલીક વ્યવસ્થાઓ તંત્રને સમાજે સોંપી હતી. બાકી વ્યવસ્થા સમાજ પાસે હતી. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે વેલ્ફેર સ્ટેટ એ ભારતની પરંપરા નથી. તે સમાજ જે રાજ્ય ઉપર ઓછામાં ઓછો અવલંબિત હોય છે તે સ્વદેશી સમાજ કહેવાય છે.
 

rss and corona_1 &nb 

કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોરોનાં કાળમાં સ્વયંસેવકોની સેવા

 
આચાર્ય વિનોબા ભાવે પણ વાત કરે છે કે જ્યાં સુધી આપણે ગુલામ હતા, ત્યાં સુધી સ્વરાજનું મહત્ત્વ હતું, હવે સ્વરાજ આવી ગયું છે ત્યારે લોકશક્તિ જગાવાનો સમય છે. તેઓ કહે છે કે જે સમાજ પોતાની જરૂરિયાતો માટે વધારે પડતો રાજ્ય પર આધારિત હોય છે તે સમાજ દુર્બળ બની જાય છે. તેઓ કહેતા હતા કે અસરકારી કાર્ય વધારે અસરકારી હોય છે. આપણે ત્યાં આવી કોઈ આફત આવે ત્યારે સરકારી મશીનરીની સાથે સાથે સમાજ ખુદ આગળ આવીને આવાં રાહતકાર્યોમાં જોડાઈ જાય છે. ભૂકપ, પૂર, દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પ્રભાવિત વિસ્તારોમાં જઈ રાહતકાર્ય કરવું તે એક આખી અલગવાત છે. પરંતુ કોરોના જેવી મહામારી વખતે સહાયતા કરવી એ અલગ વાત છે. માત્ર સંઘના સ્વયંસેવકોની વાત. હજારો સ્વયંસેવકોએ કાશ્મીરથી માંડી કન્યાકુમારીના કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જઈ લોકોની સહાયતા કરી છે. એક કરોડ દસ લાખ લોકોને તેમણે અનાજની કીટ આપી છે. ૭ કરોડ ૧૧ લાખ જેટલા ભોજન પેકેટનું વિતરણ કર્યું છે. ૬૫ લાખ જેટલા માસ્કનું વિતરણ કર્યું છે. ૨૩ લાખ ૬૫ હજાર મજૂરોની તેઓએ સહાયતા કરી છે. સંઘ જ નહીં અનેક સામાજિક ધાર્મિક સંગઠનો દ્વારા આ મહામારીના સમયમાં સહાય અને સેવાનો ધોધ વહેવડાવવામાં આવ્યો છે. આ ભારતની પરંપરા છે કે પોતાના જીવ જોખમમાં મૂકીને પણ સમાજ સમાજની મદદ કરવા પહોંચી જાય છે. પૂનામાં સ્થાનિક પ્રશાસનના કહેવા પર સ્વયંસેવક ડૅાક્ટરોએ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં તેવા એક લાખ લોકોનો સ્ક્રિનિંગ ટેસ્ટ કર્યો હતો અને શંકાસ્પદ લોકોને આગળની તપાસ માટે પ્રશાસનને સોંપ્યો હતો. સમાજ માટે કામ કરવાની આવી ઉત્સુકતા અચાનક એક દિવસમાં તૈયાર નથી થઈ જતી. તેની પાછળ પેઢીઓની મહેનત લાગી જાય છે. સંઘની વાત કરીએ તો સંઘની લગભગ પાંચ પેઢીઓ આવા કાર્યકર્તાઓ નિર્માણ માટે ખપી ગઈ છે.

અનેક લોકો સાજા પણ થઈ રહ્યા છે

 
મીડિયામાં હાલ માત્ર કેટલા આંકડા વધ્યા તે જ બતાવવામાં આવી રહ્યું છે. કેસોની સંખ્યા વધી રહી છે. મૃત્યુના આંકડા વધી રહ્યા છે, પરંતુ તેનું યોગ્ય વિશ્લેષણ થવું પણ જરૂરી છે. આજે જ્યારે જેટલા પ્રમાણમાં ટેસ્ટીંગ થાય છે તેમાંથી ૯૫% લોકો કોરોના નેગેટિવ આવે છે. માટે કોરોનાના સંક્રમણના આંકડા જોઈને ચિંતિત થવાને બદલે આપણે ટેસ્ટીંગમાં નેગેટિવ આવેલાના આંકડા જોઈએ તો ચિંતાનું એટલું મોટુ કારણ નથી. સાથે સાથે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. અગાઉ ૧૦૦માંથી ૧૦, ૨૦ જેવા આંકડા આવી રહ્યા હતા. હાલ ૪૦થી વધુ લોકો સાજા થઈ રહ્યા છે અને ધીરે ધીરે આ આંકડો આગળ વધી રહ્યો છે. ૨૪ મેની વાત કરીએ તો લોકો રાડો પાડી રહ્યા હતા કે એક લાખ ૩૧ હજાર લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, પરંતુ સાથે સાથે ૫૪ હજારથી વધુ લોકો સાજા પણ થઈ ગયા હતા. તે જોતા વાસ્તવમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો એક લાખથી નીચે જ છે. માટે માધ્યમોએ કોરોનાના આંકડા બતાવતી વખતે કેટલા લોકો સાજા થયા છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ.
 

corona_1  H x W 

તો ગ્રામ કેન્દ્રિત અર્થવ્યવસ્થા વિકસશે

 
જ્યારે જીવન પૂર્વવત્ થશે ત્યારે અઠવાડિયામાં એક દિવસ પરિવાર માટે ફાળવવાનો નિયમ બનાવો. અઠવાડિયામાં એક કે દોઢ કલાક જેટલો સમય પરિવારના તમામ લોકો એકઠા થઈ આપણી સંસ્કૃતિ, ધર્મ, રીત અંગે કરવાનો નિયમ બનાવે.
આ સમાજને ઘડવા માટે પુનઃ બેઠો કરવા માટે દરેક વ્યક્તિએ પોતાનો થોડો સમય આપવો જોઈએ. સમાજને આપવાવાળી વાત સૌએ યાદ રાખવી જોઈએ. લાખોની સંખ્યામાં મજૂરો પોત-પોતાના ગામે પહોંચી ગયા છે અને તેમના પરત ફરવા સામે પણ પ્રશ્નાર્થ છે. ત્યારે આપણે વિચાર કરવો પડશે કે આખરે લોકોને ગામડામાંથી શહેરોમાં પલાયન કરવું જ કેમ પડે છે, કારણ કે ગામડામાં તેમને રોજગાર મળતો નથી. સારું શિક્ષણ, ઉત્તમ પ્રકારની સ્વાસ્થ્ય-સુવિધાઓ નથી. શું કોરોના બાદ આ રિવર્સ માઇગ્રેશન થઈ શકે છે ? આપણા એટમિક એનર્જીના ચેરમેન આતલજીનો આ રિવર્સ માઇગ્રેશન ઉપર એક લેખ ચાલ્યો છે. તેઓ લખે છે કે જે લોકો કોરોનાને કારણે શહેર છોડી ગામડે ચાલ્યા ગયા છે તેમાંથી જો ૧૦-૧૫ ટકા લોકો પણ ગામડામાં રહી નવી સંભાવનાઓ શોધશે તો એક નવા ભારતનો ઉદય થશે અને ભારતીય શહેર કેન્દ્રિત અર્થવ્યવસ્થાની સાથે સાથે ગ્રામ કેન્દ્રિત અર્થવ્યવસ્થા વિકસશે.

`જિસ દિન સોયા રાષ્ટ્ર જગેગા, દિશ દિશ ફૈલા તમસ હટેગા'

 
એ કહેવાની જરૂર નથી ત્યારે ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી બનાવતી વસ્તુઓ વાપરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. હાલ સમાજના મૂડ મુજબ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા જનતાને આસાનીથી તૈયાર કરી શકાય છે, પરંતુ સાથે સાથે આપણે લોકોને ચીનનો વિકલ્પ પણ આપવો પડશે. જે ચીજવસ્તુ આપણે ચીનથી આયાત કરતા હતા તે જ પ્રમાણમાં ચીજવસ્તુઓ ભારતમાં જ બનાવવાનો પડકાર ભારતે સ્વીકારવો પડશે. આપણી યુવાપ્રતિભાઓ આ પડકાર આસાનીથી ઝીલી શકે છે.
 
ઓગસ વેડિસન નામના વિદ્વાને હિસ્ટ્રી ઓફ ઇકોનિમિઝમાં લખ્યું છે કે ઈ.સ. ૧થી ૧૭ સદી એટલે કે ૧૭૦૦ વર્ષો સુધી વિશ્વવ્યાપારમાં ભારતની ભાગીદારી સૌથી વધુ હતી. આપણે ખેતીપ્રધાન હતા. પરંતુ સાથે સાથે અન્ય ઉદ્યોગપ્રધાન હતા. આપણા દેશમાં બનતી ચીજવસ્તુઓ લઈ ભારતના વેપારી વિશ્વભરના દેશોમાં જતા હતા, માટે ભારતને સોને કી ચીડિયાં કહેવામાં આવતું. આજે ફરી એક વખત ભારત એ ઊંચાઈએ જઈ શકવાની સંભાવના દેખાઈ રહી છે. આપણે એ પડકારને સ્વીકારવાની જરૂર છે.
 
`જિસ દિન સોયા રાષ્ટ જગેગા, દિશ દિશ ફૈલા તમસ હટેગા' રાષ્ટ્ર ઉત્પાદનમાં હટકે યોગદાન આપવાની જરૂર છે તે દિશામાં આપણે આગળ વધી શકીશું. કોરોના કાળનો આ જ પાઠ છે.
- મનમોહન વૈદ્ય  ( અ.ભા. સહ સરકાર્યવાહ, રા.સ્વ.સંઘ)