સક્સેસ મંત્ર ૧ । કોઈપણ કામ કાલ પર ન ધકેલો | કલ કરે સો આજ કર, આજ કરે સો અબ

    ૦૨-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

success tips_1  

રોજેરોજનું કામ રોજ કરો

 
રોજેરોજનું કાર્ય આપણે નહીં પતાવીએ અને કાલ પર છોડીશું તો પછી મુલતવી રાખેલાં એ કાર્યોનો ઢગ ખડકાઈ જશે અને એ જોઈને ગભરામણ છૂટશે. પછી ઉતાવળે એ કામ હાથ પર લેવાથી એ સારી પેઠે થઈ શકશે નહીં અને પરિણામે પસ્તાવાનો વારો આવશે.
 
વળી અઘરું જણાતું કાર્ય પણ “પછી કરીશું” એમ વિચારી બાજુએ રાખવાની ટેવ પણ આપણામાંના ઘણામાં જોવામાં આવે છે. આ પણ યોગ્ય નથી. પ્રથમ નજરે “કઠિન” લાગતું કાર્ય ખરેખર આપણે માનીએ છીએ તેટલું કઠિન હોતું નથી. કઠિન લાગતા કાર્યમાં અંતરથી રસ લઈ તેના પર પૂરેપૂરો વિચાર કરી તેને હાથ પર તમે લેશો તો એ અઘરું જણાતું કાર્ય એટલું તો સહેલાઈથી ઉકલવા માંડશે કે તમને એથી આશ્ચર્ય થશે. 
નોકરી માટે અરજી કરવામાં ઢીલ કરવાથી, શાળા કે કોલેજમાં એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવામાં આળસ કરવાથી યા સોંપેલું કાર્ય સમયસર પૂરું નહીં કરવાથી તેના દુષ્પરિણામોનો અનુભવ તો આપણામાંના ઘણાને થયો હશે જ.
કેટલીક વાર તો એક જ દિવસ માટે કાર્ય મુલતવી રાખવાને પરિણામે કેટલીક વ્યક્તિઓને એટલું બધું સહન કરવું પડે છે કે જિંદગીભર તેમને પસ્તાવું પડે છે.
 
જીવનમાં તમે આગળ વધવા માગતા હો તો રોજનું કામ રોજ કરવાની આજથી જ ગાંઠ વાળો.
 
સક્સેસ મંત્ર…
 
જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ જ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. આ ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. આ ભૂલો કઈ હોય શકે? આપણે આ કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહો… સક્સેસ મંત્ર
 
વેબસાઈટ - www.sadhanaweekly.com
ફેસબૂક પેજ - https://www.facebook.com/sadhanasaptahik
ઇન્ટાગ્રામ - https://www.instagram.com/sadhanasaptahik/
યુટ્યુબ - Sadhana Saptahik
ટ્વીટર - https://twitter.com/sadhanaweekly