દશામાની વ્રતકથા - દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસમે દિવસે તે પૂર્ણ છે.

21 Jul 2020 17:17:38

dasha maa vrat katha_1&nb  

દશામા વ્રત

 
દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસમે દિવસે તે પૂર્ણ છે. માટીમાંથી દશામાનું પાણી જે સાંઢણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામા પધાર્યાં છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી, ધૂપ-દીવો કરી, શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. દસમે દિવસે એ સાંઢણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ર્ચિત સ્થળે મંદિર પધારવાનાં હોય છે. પાંચ વર્ષ સુધી આ વ્રત લેવાય છે. યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન કરવું, દક્ષિણા આપવી, ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે સદ્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે. સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંચ્છિક ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે.
 

દશામાની વ્રતકથા

 
એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોવું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, "હે દેવી ! આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાનાં છે ? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી રૂઠે છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદીકિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશ તાર લઈ, દશ ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંલ્લા કરવા. ત્યાર બાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી, પુનઃ દશામાનું અપમાન કર્યું, તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો.



 
એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, ‘પડું છું...’ બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરાઓને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા-રાણી પરિવાર સાથે દુઃખી થયાં. રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઊતર્યા. પાછળ બે કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે. એ રાણીને આશ્ર્વાસન આપતાં સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા. હવે એ જ આપશે. આગળ જતાં રાજા-રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યાં. એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ-ફૂલ નાશ પામ્યાં. માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યાં. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ મારે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધુ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકા.

 આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. જેવા રાજા આ ચીભડું ખાવા જાય છે કે તેને કોઈ રાજાના કુંવરનું માથું દેખાય છે. રાજાના સિપાઈઓ કુંવરને શોધવા નીકા હતા. તેનું આ માથું હતું. તુરત જ સિપાઈઓએ રાજા-રાણીને પકડીને બંદીખાનામાં નાખી દીધા. રાજા વગર વાંકે કેદ થયા. રાજાને હવે દશામાના અપમાનનો પરચો મળી ગયો. તેના પસ્તાવાનો પાર ન રહ્યો. પ્રાયશ્ર્ચિત્ત થવાથી રાજાએ રાણીને દશામાનું વ્રત લેવા કહ્યું. રાણીએ દશામાનું વ્રત કર્યું. જંગલમાંથી ચાલતાં ચાલતાં આગળ નીકાં. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામા વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભાં છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા-રાણી તરત માતાજીને ઓળખી ગયાં. માના પગમાં પડી ગયાં. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતાં કહ્યું,
 

હે રાજા ! હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા. તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઇચ્છા કરતાં હતાં તે સઘળાં સુખ મળશે. તમને તમારું રાજ્ય પાછું મળશે.
 
રાજા-રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યાં. પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યાં. રાજા-રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું, હે દશામા ! જેવાં અમને ફાં, તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો.
 
જય જય દશામા માતા, તમારા ગુણ ગાતા રંક રાજા,
ભક્તજનોના સંકટ હરતાં, દેતાં સુખ સમૃદ્ધિ શાતા, જય&
અપરંપાર છે લીલા તમારી માતા, ભક્તોનાં તમે દુઃખ ભાંગતાં,
થાતી લીલી વાડી એની, તમને જે ભજતા દિલથી સાચા. જય...
Powered By Sangraha 9.0