સિંહાસન - ગળું, નાક, કાન અને મોઢાની બીમારીને દૂર કરવા માટે આ એક શ્રેષ્ઠ આસન છે

    ૦૩-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
Simhasana_1  H
 

પહેલા સિંહાસનને જાણી લો...

 
સિંહાસન સિંહ જેવું આસન. આ આસનની પૂર્ણ સ્થિતિમાં આવે છે ત્યારે તેના મુખનો દેવાખ સિંહ જેવો થતો હોવાથી આ આસનનું નામ “સિંહાસન” પડ્યું છે. પદ્માસન તથા ભદ્રાસનમાં પણ આ આસન કરવામાં આવે છે. સિંહાસન ચોર્યાસી આસનોમાંનું એક છે. આ આસનને “ભૈરવાસન” પણ કહે છે.
 

સિંહાસન ( Simhasana ) કરતી વખતે આ સાવચેતી રાખવાની છે :-

 
ઘૂંટણનો દુઃખાવો હોય, ગળા-કાકડાનો સોજો હોય, આંખની નસ નબળી હોય તેઓએ આ આસન કરતા પહેલા યોગ શિક્ષકની સલાહ અવશ્યક લેવી.
 

સ્થિતિ : કેવી હોવી જોઇએ?

વજ્રાસનની સ્થિતિ ગ્રહણ કરો.
 

આ રીતે સિંહાસન કરાય - સિંહાસન કરવાની પદ્ધતિ : - 

 
વજ્રાસનમાં બેસો. બન્ને ઘૂંટણ વચ્ચે 45 જેટલી સેન્ટિમીટરનું અંતર રાખો. બન્ને પગના અંગૂઠા એકબીજાને સ્પર્શવા જોઈએ. થોડુંક આગળ નમો અને હાથનાં પંજાઓને બન્ને ઘૂંટણ વચ્ચે જમીન ઉપર મૂકો. આંગળીઓ શરીર તરફ રહેશે. હાથને ટટ્ટાર રાખો. પીઠમાંથી પાછળ નમો. ગળાના ભાગને વધારેમાં વધારે તાણો. ટટ્ટાર હાથ ઉપર શરીરને ઢીલું છોડો. માથું ઉપર ઉઠાવો અને પાછળ ઝુકાવો. મોં ખોલો, શક્ય હોય એટલી જીભ બહાર કાઢો. પૂરી આંખો ખોલો અને નજરને ભૂમધ્યમાં કેન્દ્રિત કરો. નાકથી ઊંડો શ્ર્વાસ લો. શ્વાસને ધીમે ધીમે છોડતાં છોડતાં ગળામાંથી સ્પષ્ટ અને સ્થિર અવાજ કાઢો.
 
બન્ને નસકોરામાંથી તેમજ મુખમાંથી થોડો થોડો છોડવાથી શરૂઆત કરતાં કરતાં મુખમાંથી જીભ જેટલી ખેંચી શકાય તેટલી ખેંચીને બહાર કાઢો. જીભ નીકળવાની ક્રિયા પૂરી થતા થતા પૂરો શ્વાસ નીકળી જવો જોઈએ. હવે શ્વાસ નીકળી જવો જોઈએ. હવે શ્વાસ લેવાનું બંધ કરો. કમર ટટ્ટાર રાખો. મુખના બધા સ્નાયુઓ ખેંચા એ રીતે આંખો પૂરેપૂરી એવી રીતે ખોલો કે જેથી ચહેરો પૂરો ખેંચાશે – ખૂલી જશે.



 
આ ત્રાડ ભરી સિંહ ગર્જના અને ખેંચાયેલા ડોળાઓ સાથે થોડીક ક્ષણ રોકાવ અને ચહેરા પરના ખેંચાણને અનુભવો.
પરત આવવા માટે સામાન્ય શ્વાસ લેતા પ્રથમ આંખ અને પછી જીભને યથાસ્થાને ગોઠવી એકાદ બે શ્વાસ પૂર્ણ કર્યા બાદ બન્ને હાથની હથેળી વડે ગળાને માલિશ અવશ્ય કરવો. ગળું સિંહ ગર્જનાની ત્રાડથી ખેંચવું હોય – ગળા પર હાથની હથેળી વડે માલિશ કરવું જરૂરી છે. ચાર-પાંચ વખત હથેળી વડે માલિશ કર્યા પછી રિલેક્શ થાવ.

આટલું તો ધ્યાન રાખજો જ :

 
# વજ્રાસનમાં સામાન્ય રીતે બન્ને પગનાં ઘૂંટણ સાથે અડીને રહેતા હોય છે, પણ અહીં બન્ને પગના ઘૂંટણ વચ્ચે આશરે છથી આઠ ઈંચનું અંતર રાખો.
 
# બન્ને હાથની હથેળી આ બે પગના ઘૂંટણની વચ્ચે એવી રીતે ગોઠવો કે હથેળીની આંગળીઓ અંદર તરફ રહે. જીભને જેટલી બહારની તરફ ખેંચી શકાય તેટલી ખેંચીને ત્રાડ-ગર્જના કરતા બહાર કાઢો.
 
# બન્ને આંખોને શક્ય હોય એટલી પહોળી કરો. ડોળા બહાર આવે એટલા ખેંચો અને બે ભ્રમર વચ્ચે તેને સ્થિર કરો.
 
# છેલ્લે ગળા પર અવશ્ય હાથની હથેળીથી કરો.
 

સિંહાસન કરવાથી આટલા ફાયદા થાય છે  

 
ગળું, નાક, કાન અને મોઢાની બીમારીને દૂર કરવા માટે આ એક શ્રેષ્ઠ આસન છે. કાકડા સૂજી ગયા હોય ત્યારે પણ શ્રેષ્ઠ કાર્ય કરે છે. જીભ અચકાતી હોય – તોતડાપણું હોય તેના માટે આ આસન ખૂબ ઉપયોગી થઈ શકે છે.
 
# સ્વસ્થ અને મધુર સ્વરનો વિકાસ થાય છે. સ્મરણશક્તિ વધે છે.
 
# શ્વસન તંત્ર અને સ્વરયંત્ર ઉપર આ આસન અસરકારક છે.
 
# છાતી અને પેટના બધા રોગો દૂર કરે છે.
 
# મુખની સુંદરતા અને કાંતિની વૃદ્ધિ થાય છે.
 
# વજ્રાસનના બધા લાભ મળે છે.
 
# ગળાના સ્નાયુઓ મજબૂત બને છે.
 
# ગળામાં આવેલી થાઈરોઈડ નામની ગ્રંથિ તંદુરસ્ત બને છે.
 

આ રોગમાં શ્રેષ્ઠ છે સિંહાસન

 
# ગળા કે અવાજની તકલીફ હોય
 
# કાકડા સૂજી ગયા હોય
 
# તોતડા પણામાં
 
# છાતી અને પેટના બધા રોગમાં
 
 
યોગ-આસન - yogasana
 
ભારતની વિશ્વને ભેટ ગણાતા ‘યોગ’ની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ… #yogasana, #yog #mudra #yogmudra #pranayam
 
Website - www.sadhanaweekly.com
 
Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik
 
Instagram - https://www.instagram.com/sadhanasaptahik/
 
Youtube - Sadhana Saptahik
 
Twitter - https://twitter.com/sadhanaweekly