કબજિયાત મટાડવાના ૧૫ આયુર્વેદિક ઉપચાર...વાંચો માત્ર ૧ મિનિટમાં...

    ૦૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

constipation solution_1&n 
 

કબજિયાત મટે છે  ( Constipation Solution )

 
- પાકાં ટામેટાંનો એક કપ રસ પીવાથી.
 
- સવારે તાજું શિવામ્બુ (સ્વમૂત્ર) પીવાથી.
 
- લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર-સાંજ પીવાથી.
 
- ખજૂરને રાત્રે પલાળી રાખી, સવારે મસળી આ પાણી પીવાથી. (કાળી દ્રાક્ષ પણ ચાલે)
 
- જમ્યા પછી તરત જ, બપોરે અને સાંજે ઇસબગુલ ફાકવાથી. તેના રેષા અદ્ભુત કામ કરશે.
 
- ગરમ પાણીમાં આદુનો રસ, લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવાથી.
 
- રાત્રે ખૂબ પાકાં એક-બે કેળાં ખાવાથી.
 
- તુલસીના ઉકાળામાં આદુ કે સૂંઠ મેળવી પીવાથી.
 
- જમ્યા પછી હીમજ-હરડે ખૂબ ચાવીને ખાવાથી.
 
- રાત્રે તાંબાના પાત્રમાં પાણી ભરી, સવારે હુંફાળું કરીને નરણા કોઠે પીવાથી.
 
- સોનામુખીનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે લેવાથી.
 
- રેસાવાળો ખોરાક – સલાડ – કચુંબર – ફોતરાવાળાં અને ફણવાગેલાં કઠોળ ખાવાથી.
 
- ગરમાળાનો ગોળ (શિંગોનો રસ) રાતે સૂતાં લેવાથી.
 
- પેટ પર ભીની માટીનો લેપ કે ટબ-બાથ કરવાથી.
 
- સવારે હળવી કસરતો નિયમિત કરવાથી.
 
નોંધ - આયુર્વેદિક વૈદ્ય સાથે વાત કરી આ ઉપાય કરવા હિતાવહ છે...