નિરાશાને દુર કરનાર દુનિયાના ૨૭ ખૂબ જ પ્રેરણાત્મક અને પાવરફૂલ વિચારો…

    ૦૬-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

gujarati suvichar_1 
 
 
આ ૨૬ વાક્યો દિલથી વાંચી લો. હતાશા નિરાશા, નિષ્ફળતા, ડર આ બધા શબ્દો તમને ફાલતું લાગશે. તમે માત્ર અને માત્ર તમારા સપનાઓ પૂરા કરવામાં લાગી જશો. માત્ર આજે જ નહી પણ જ્યારે પણ હતાશા નિરાશા, નિષ્ફળતા, ડર તમને ઘેરી લે ત્યારે આ વાક્યો એક વાર વાંચી જજો….
 
#૧ મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે
 
#૨ જેમનામાં એકલા ચાલવાની હિંમત હોય છે એક દિવસ તેમની પાછળ લોકોનો કાફલો હોય છે
 
#૩ સફળ વ્યક્તિ પોતાના નિર્ણયથી દુનિયા બદલી નાખે છે જ્યારે નિષ્ફળ વ્યક્તિ દુનિયાના ડરથી પોતાનો નિર્ણય બદલી નાખે છે
 
#૪ જેને લોકો ફાલતું ગણતા હોય છે, જેની પાસે કોઇ આશા હોતી નથી ઘણીવાર એવા જ લોકો કમાલ કરી બતાવે છે.
 
#૫ જીત અને હાર આપણા મનનો ખેલ છે. માની લો તો હાર અને ન માનો તો જીત
 
#૬ જ્યાં સુધી તમે સ્વયંની સામે ન હારી જાવ ત્યાં સુધી દુનિયાની કોઇ પણ શક્તિ તમને હરાવી શકતી નથી
 
#૭ જો તમે સૂરજની જેમ ચકવમાં માંગો છો તો પહેલા સૂરજની જેમ સળગતા શીખો
 
#૮ સપનાને હકીકતમાં ફેરવવા માટે સમદારી નહી પણ થોડું ગાંડપણ હોવું જરૂરી છે
 
#૯ કોઇ પણ લક્ષ્ય વ્યક્તિના સાહસથી મોટું હોતું નથી
 
#૧૦ હારે છે એ જ, જે લડતો નથી
 
#૧૧ બહારની ચુનોતીઓની સામે નહી પણ આપણે આપણી અંદર રહેલી કમજોરી સામે હારી જઈએ છીએ
 

gujarati suvichar_1  
 
#૧૨ જેમ પાનખર વિના ઝાડ પર નવા પાન નથી આવતા એજ રીતે મુશ્કેલી અને સંઘર્ષ વિના સફળતા નથી મળતી
 
#૧૩ એ સમય તુ મને ગમે એવી મુશ્કેલીમાં મૂકી દે પણ એક દિવસ એવો આવશે કે જ્યારે હું તને બદલી નાખીશ
 
#૧૪ જ્યારે તમે એ સમયે પણ હસી શકો છો જ્યારે તમે અંદરથી એકદમ તૂટી ગયા છો તો પછી દુનિયાની કોઇ પણ તાકાત તમને તોડી શકતી નથી
 
#૧૫ એક ઇચ્છાથી કઈ બદલાતું નથી પણ નિશ્ચયથી બધુ જ બદલી શકાય છે
 
#૧૬ જ્યાં સુધી માર્ગ દેખાય છે ત્યાં સુધી તો ચાલો, આગળનો માર્ગ ત્યાં પહોંચીને દેખાવા લાગશે
 
#૧૭ દરકે નાનકડું પરિવર્તન એક મોટી સફળતાની શરૂઆત લઈને આવે છે
 

gujarati suvichar_1  
 
#૧૮ માણસ સફળ ત્યારે જ થાય છે જ્યારે તે દુનિયાને નહી પણ ખુદને બદલવાની શરૂઆત કરે છે
 
#૧૯ વિચારોને વાંચીને પરિવર્તન નથી આવતું, વિચારો પર ચાલવાથી પરિવર્તન આવે છે
 
#૨૦ જિંદગીની આ રેસમાં જે લોકો તમને દોડીને હરાવી શકતા નથી તે લોકો તે તમને તોડીને હરાવવાની કોશિશ કરે છે
 
#૨૧ જે માણસે ક્યારેય ભૂલ નથી કરી એણે ક્યારેય કઈ નવું કરવાની કોશિશ નથી કરી
 
#૨૨ ભૂલ કરવી ખોટી વાત નથી પણ વારંવાર એક જ ભૂલ કરવી ખૂબ ખોટી વાત છે
 
#૨૩ સારા દેખાવા માટે નહી પણ સારા બનવા માટે જીવો
 
#૨૪ માન અને વખાણ માંગવાથી મળતા નથી તેને કર્મોથી કમાવવા પડે છે
 
#૨૫ સપના એ નથી જે આપણે ઊંઘમાં જોઇએ છીએ, સપના એ છે કે જે આપણી ઊંઘ ઉડાડી દે છે
 
#૨૬ જો જીવનને સમજવું છે તો પાછળ જુવો પણ જીવનને જીવવું છે તો આગળ જુવો
 
#૨૭ જીવનમાં પછતાવો કરવાનું છોદી દો, કંઇક એવું કરો કે તમને છોડનારા પછતાવો કરે