રામમંદિરનો આજે પ્રતિકાત્મક શિલાન્યાસ હતો, ૧૯૮૯માં દલિતબંધુના હસ્તે થયો હતો શિલાન્યાસ

    ૦૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

ram janmbhoomi_1 &nb
 
થોડા દિવસ પહેલા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની એક પત્રકાર પરિષદ યોજાઇ હતે જેમાં આ ટ્રાસ્ટના મહાસચિવ ચંપત રાય તથા સ્વામી ગોવિંદદેવ ગિરિજી પત્રકારોને માહિતી આપી હતી. જેમાં સ્વામી ગોવિંદદેવ ગિરિજી જણાવ્યું હતું કે હાલ બધે જ મીડિયામાં શિલાન્યાસ શબ્દ પ્રયોગ થઈ રહ્યો છે પણ અમે ક્યાય આ શબ્દનો પ્રયોગ કર્યો નથી. શિલાન્યાસ તો પહેલા થઈ ગયો છે આ કાર્યારંભ છે. ૫ ઓગષ્ટે પ્રતિકાત્મક શિલાન્યાસ થશે. 

૧૯૮૯માં થયો હતો શિલાન્યાસ |  દલિતબંધુના હસ્તે શિલાન્યાસ

 
અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિર કલા વિશેષજ્ઞ સી. બી. સોમપુરા દ્વારા ભાવિ રામમંદિરનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે સી. બી. સોમપુરાના દાદા દ્વારા જ ગુજરાતના સોમનાથ મંદિરનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૯૮૯માં પ્રયાગરાજના કુંભમેળા દરમિયાન પૂજ્ય દેવરાહા બાબાની હાજરીમાં દેશના ગામડે ગામડે શિલાપૂજન કરાવવાનો નિર્ણય કરાવવામાં આવ્યો અને દેશનાં વિવિધ ગામડાંઓમાંથી લગભગ પોણા ત્રણ લાખ જેટલી શિલાઓ અયોધ્યા પહોંચી. વિદેશમાં વસતા હિન્દુ સમુદાયે પણ મંદિરનિર્માણ હેતુ શિલાપૂજન કરી શિલાને ભારત મોકલવામાં આવી. આમ ૧૯૮૯ની ૯મી નવેમ્બરના રોજ તમામ અવરોધો છતાં પણ બિહારના કામેશ્ર્વર ચૌપાલના હાથે શિલાયાન્સ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. તે સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે કોંગ્રેસના નારાયણદત્ત તિવારી, ભારતના ગૃહમંત્રીપદે બુટાસિંહ તથા પ્રધાનમંત્રીપદે સ્વ. રાજીવ ગાંધી હતા.