હવે ઓનલાઈન મીટીંગ કે કોન્ફરન્સ માટે વિદેશી એપ ભુલીને અપનાવો સંપુર્ણ ભારતીય એપ 'સંપર્ક'

    ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

SAMPARK_1  H x
 
તાજેતરમાં ચીને હજારો ભારતીયોનો ડેટા ચોરી કરી હોવાની વાત બહાર આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આજે કરોડો ભારતીયોનાં મોબાઈલ અને કંપ્યુટરમા હજારો વિદેશી એપ ડાઉનલોડ થયેલી હોય છે, જેમાંથી મોટા ભાગની એપ ડ્રેગન ચીનની હોય છે. આવી એપ્સના માધ્યમથી કરવામાં આવતા ઓનલાઈન વ્યવહારોને કારણે અનેક પ્રકારની ગોપનીય રાખવાની વ્યક્તિગત જાણકારી -ડેટા- ચોરી થઈ જતો હોય છે. વિશ્વાસઘાતી ચીને આવાં એપ્સના માધ્યમથી હજારો ભારતીયોનો ડેટા ચોરી લીધો છે.
 
કોરોના મહામારીને કારણે આજે ભારતમાં ઓનલાઈન વ્યવહારો સામાન્ય બની રહ્યાં છે તો દેશભરની હજારો કંપનીઓ, સંગઠનો અને સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતા ઓનલાઈન વેબિનાર, કોર્પોરેટ ટ્રેનીંગ, મીટીંગ, બિઝનેસ કોન્ફરન્સ માટે પ્રતિદિન લાખો ભારતીયો વિદેશી એપ્સનો ઉપયોગ કરતાં હોય છે જેને કારણે એ કંપનીઓ, સંગઠનો, સંસ્થાઓ અને તેમાં સહભાગી થનારા સૌ કોઈના ડેટા ચોરાવાની અને તેના દુરુપયોગની ઘટનાઓ વધી રહી છે, તેથી હવે દેશભક્ત ભારતીયોએ ષડયંત્ર કારી ચીનની બધી જ એપ્સ મોબાઈલ અને કંપ્યુટરમાથી ડિલીટ કરી છે. આમ છતાં, ઓનલાઈન વેબિનાર, મીટીંગ, કોન્ફરન્સ માટે આજે પણ ઘણી બધી વિદેશી એપ્સ ઉપયોગમાં લેવાય છે જેને કારણે ડેટા ચોરાવાનો ભય રહેતો હોય છે, પરંતુ હવે ભારતીયોએ આવો ભય રાખવાની લેશમાત્ર આવશ્યકતા નથી, કારણ કે હવે ઓનલાઈન વેબિનાર, મીટીંગ, કોન્ફરન્સ યોજવા માટે વિદેશી એપ્સનો ઉપયોગ કરવામાંથી આપણને સંપૂર્ણપણે મુક્તિ મળી ગઈ છે. હા, હવે વિદેશી એપ્સને પણ ટક્કર મારે તેવી સંપૂર્ણ સ્વદેશી એપ ઉપલબ્ધ છે અને આ ૧૦૦% ભારતીય એપનું નામ છે સંપર્ક… જુઓ, નામ પણ સંપૂર્ણપણે ભારતીય છે.
 

સંપૂર્ણ ભારતીય કંપનીએ બનાવી છે આ એપ…SAMPARK

 
ભારતી વેબ પ્રા.લિ. નામની સંપૂર્ણપણે ભારતીય કંપની દ્વારા નિર્મિત સંપર્ક સોફ્ટવેર મોટા ઉદ્યોગગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી એકમો વિડીયો કોન્ફરન્સીન્ગ, બિઝનેસ મીટીંગ ટ્રેનીંગ જેવા સર્વ પ્રકારના સામુહિક ઓનલાઈન આયોજનો માટે વરદાનરૂપ છે. આ પ્રકારના અન્ય કોઈ પણ સોફ્ટવેરમાં ઉપલબ્ધ બધી જ વિશેષતાઓ સંપર્ક સોફ્ટવેરમાં તો છે જ, પરંતુ આ સોફ્ટવેર અન્ય બધા જ સોફ્ટવેર કરતાં વધુ સુરક્ષિત છે કારણ કે તે બંને પક્ષેથી એનક્રિપ્ટ હોવાથી તેમાં ડેટા ચોરીનો લેશમાત્ર ભય કે શંકા રહેતાં નથી.
 

SAMPARK સોફ્ટવેરનું સર્વર પણ ભારતમાં જ છે…

 
ગ્લોબલ CDN & Web ઓપ્ટિમાઈઝેશન, TLS ઓપ્ટિમાઈઝેશન, WAF, OWASP, ModSecuriti Core Rules, RBTP, IPv6 અને DDoS ના સુરક્ષા માનકો પ્રમાણેની સુવિધાઓ હોવા ઉપરાંત સંપર્ક સોફ્ટવેરનું સર્વર પણ ભારતમાં જ છે વધુમાં, આ એપને ડાઉનલોડ કરવાની પણ આવશ્યકતા નથી, માત્ર URL દ્વારા આ એપ્લિકેશન ઉપયોગમાં લઇ શકાય છે. બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે વિડિયો કોન્ફરન્સિન્ગનાં અન્ય પ્લેટફોર્મ્સ કરતાં સંપર્ક ઓછું ખર્ચાળ હોવાથી નાના કે મધ્યમ સ્તરના એકમો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ તે પરવડશે.
 
આયોજકો પોતાની આવશ્યકતા પ્રમાણે વિડિયો કોન્ફરન્સિન્ગ ગોઠવી શકે તેવી સુવિધા સંપર્ક એપમાં ઉપલબ્ધ છે. સમગ્ર વિડિયો કોન્ફરન્સિન્ગ યુ ટ્યુબ અને ફેસબુક સાથે સાંકળી શકાય છે અને તે ડાઉનલોડ થઇ શકે છે, ક્લાઉડના માધ્યમથી વિશ્વભરમાં તેને સહેલાઈથી મોકલી શકાય છે. આ એપના ઉપયોગ અંગે કોઈ સમસ્યા ઉદભવે તો તેના નિવારણ માટે કામકાજના દિવસોમાં ફોન સેવા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક સુવિધાઓ ધરાવતી સંપર્ક એપ હવે આપણી વચ્ચે ઉપલબ્ધ છે, તેથી વિડિયો કોન્ફરન્સિન્ગ માટે વિદેશી એપ્સનો ઉપયોગ બંધ કરીને સંપર્ક એપનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત તથા વોકલ ફોર લોકલ એ આહ્વાને ચરિતાર્થ કરીએ.