દેવા માટે દાન, ત્યાગવા ગુમાન અને એ જ સાચું જ્ઞાન

    ૧૧-જાન્યુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |

moraribapu_1  H 
 
 
કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યાની ખુશીમાં પાંડવોએ બહુ બધું દાન કર્યું. રાજ્યમાં તેમની વાહ વાહ થઇ ગઈ. દાનવિધિ પત્યા બાદ એક અર્ધસુવર્ણના શરીરવાળો નોળિયો આવ્યો. તે દાન-સમારોહની જગ્યામાં આળોટવા લાગ્યો. પછી નોળિયો બોલ્યો, ‘બધા કહે છે આ મહાન દાન છે. બધા ખોટું બોલો છો.’
  
બધાએ એકીસાથે કહ્યું કે ‘આટલું દાન ક્યારેય કોઈએ કર્યું નથી, અમે સાચું કહીએ છીએ.’
 
નોળિયાએ કહ્યું, ‘એક વાર્તા સાંભળો. ‘એક ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એક વખત તે ગામમાં દુકાળ પડ્યો. લોકોને પણ માંડ માંડ ખાવાનું મળતું હતું ત્યારે બ્રાહ્મણને કોણ આપે ? કેટલાય દિવસ આ પરિવારને કશું ખાવાનું ન મળ્યું. સાંજે બ્રાહ્મણ મહામહેનતે જવનો લોટ લઈ લાવ્યો. તેમાંથી રોટી તૈયાર કરી. દરેકને ભાગે એક એક આવી. જેવા જમવા બેઠાં કે દરવાજે મહેમાન ઊભા હતા. બ્રાહ્મણે પોતાના ભાગની રોટી મહેમાનને આપી દીધી. મહેમાનની નજર પત્નીના હાથમાં રહેલી રોટી તરફ ગઈ. પત્નીએ પળનો વિલંબ કર્યા વગર રોટી આપી દીધી. મહેમાને કહ્યું, ‘હું કેટલાય દિવસનો ભૂખ્યો છું. હજુ કંઈ મળશે ?’ પુત્ર અને પુત્રવધૂને પોતાના ભાગની રોટી આપી દીધી.
 
મહેમાન આશીર્વાદ દઈને ચાલ્યા ગયા. આખો પરિવાર ભૂખને કારણે મૃત્યુ પામ્યો. ત્યાં ફેલાયેલા રોટીના કણ સાથે મારા શરીરના અમુક હિસ્સાનો સ્પર્શ થયો અને તે સોનાનો બની ગયો. ત્યારથી, હું જ્યાં પણ મોટું દાન દેવાતું હોય ત્યાં આળોટું છું, જેથી મારું બાકીનું શરીર પણ સોનાનું થઈ જાય, અહીં પણ આળોટ્યો પણ.... એટલે જ કહું છું કે આ મહાન દાન નથી.’
 
કાલે જ કોઈએ મને કહ્યું અને આજે હું તમને કહું છું. ‘દેવા માટે દાન, ત્યાગવા ગુમાન અને એ જ સાચું જ્ઞાન.’ આપણને ભગવાને ઉત્તમ શરીરની ભેટ આપી છે તો આપણે પણ ઉત્તમ કામો કરીએ. સહજતાથી જેટલું થાય એટલું કરવું જોઈએ.
 
જબરદસ્તીથી કોઈને ભિક્ષા ન અપાય, જબરદસ્તીથી કોઈને શિક્ષા ન અપાય એમ જબરદસ્તીથી કોઈને દીક્ષા પણ ન અપાય. જરૂરી નથી કે દરેક દાનેશ્ર્વરી કર્ણ બને પણ દુર્યોધન ન બને એ જરૂરી છે. આ જ્ઞાન ગુરુ સિવાય કોણ આપી
શકે ? કેટલાક શિષ્યો પાસેથી ગુરુ પણ ઘણું શીખતા હોય છે. અધિકારી શિષ્ય ગુરુને પણ ભગવાનની પ્રાપ્તિ કરાવે છે.
 
રામે પિતાના વચન માટે પોતાનાં સઘળાં સુખનું દાન દઈ દીધું. દાનના અનેક પ્રકારો છે. કોઈ સામે કરેલું સ્મિત પણ એક પ્રકારનું દાન છે. તુલસીને કોઈએ પૂરું કે ‘આપ કહો છો કે મારો રામ સુંદર છે પણ એનું કારણ તો કહો.’ અમૃત ઘાયલે કહેલું કે ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.’ રામ કયારેય કહે નહીં કે ‘બલિ ચડાવો’. , એક અર્થ થાય છે બલિદાન આપવું.
 
મહાપૂજાને પણ બલિદાન કહેવાય છે. ઈશ્ર્વર તમારો થોડો પ્યાર ઇચ્છે છે. જીવ પૂર્ણપ્રેમ તો ન કરી શકે, જો એમ કરે તો એ શિવની નજીક પહોંચી જાય છે. . ચાહવાથી આપણે સુંદર બનીએ છીએ. વેણીભાઈ પુરોહિત કહે છે તેમ ‘તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો પાગલ એકલો..’ જેનું સ્મરણ પણ સફેદ રણનું સૌંદય લઈને આવે છે.
રામ સુઢી સાધુ છે. સૌને ગમતા છે. મન વચનથી જેનામાં સાધુતા પ્રગટે એ સુઢી સાધુ. ભરતને થાય છે કે મારા કારણે રામને વનવાસ થયા છે, તો ભરત પણ સુઢી સાધુ છે. વાતથી, આઘાતથી અને કોઈ પણ જાતથી સાધુ થઈ શકાય છે. સાધુતા સિંધુ છે, એમાં કોઈ પણ ડૂબકી લગાવી શકે છે. સાધુતા પેટન્ટ નથી. જન્મજાત સાધુ ‘શીલ ગહની’ હોય છે. કોઈનામાં કંઈ પણ સારું હોય તો એને ગ્રહણ કરે એ સાધુ. ગંગાસતીને પાનબાઈએ પૂું કે કેવા સાધુને નમન
 
કરીએ ? તો શીલવાન સાધુને વારંવાર નમન કરો એમ કહેવામાં આવ્યું. જેના વર્તમાન બદલે નહીં એ શીલવાન સાધુ છે. શીલવાને આખી દુનિયાને સહન કરવી પડે છે, આવે વખતે કબીર કામે આવે છે...બધાનું સાંભળો, કોઈ પ્રતિક્રિયા ન આપો, ધીરજ ધરો.... જે દાન આપી શકે એ જ સાચો ધનનો માલિક છે સાહેબ, બાકી બધા તો સંપત્તિના વોચમેન છે.
આલેખન : હરદ્વાર ગોસ્વામી  (  [email protected] )