છોકરાએ આઈફોન iphone ની જગ્યાએ એમઆઈ Mi નો મોબાઇલ ગિફ્ટ આપ્યો અને સગાઈ તૂટી ગઈ!!?

    ૨૨-જાન્યુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

heenaben viral _1 &n
 
મોબાઇલ #Mi નો હોય કે #Apple નો #iphone હોય, નિચા જોણું તો રહેવાનું જ! ઉપર જોઇને મોબાઇલ કઈ રીતે વાપરી શકાય?! #Heena
 

સોશિયલ મીડિયામાં #Mi, #heena અને #iphone વાળી જે બે ઓડિઓ ક્લિપ વાઇરલ થઈ છે, તે માત્ર સાંભળવા જેવી નથી, સમાજ માટે ચિંતાનો વિષય છે. આપણે આયનો દેખાડ્યો છે આ ક્લિપે!
 
આજે સોશિયલ મીડિયા પર બે ઓડિયો ક્લિપ ખૂબ વાઈરલ થઈ છે. એક ૧૧ મિનિટની એન બીજી ૪ મિનિટની આસપાસની છે. જેમાં એક હીના નામની છોકરીની મોટી બહેન કદાચ હીનાના થનારા સસરા સાથે વાત કરે છે છે અને બીજી ઓડિયો ક્લિપમાં કદાચ થનારી સાસુ સાથે વાત કરે છે. આ ક્લિપમાં જે બાતચીત થઈ તે કોઇએ વાઈરલ કરી દીધી છે અને બધા તેને સાંભળી સાંભાળી આગળ ફોરવર્ડ કરી રહ્યા છે.
 
કોઇની અગંત વાતો સાંભળી તેની મજા લઈ આગળ વધારવી કેટલી યોગ્ય વાત ગણાય? કોઇની અંગત વાતો સાંભળમાં આપણે રસ હોય છે, આનું જ આ પરિણામ છે કે ઓડિઓ વાઈરલ થઈ ગયો અને સોશિયલ મીડિયા પર લોકો સાંભળી મજા લઈ રહ્યા છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આ ઓડિઓ ક્લિપમાં જે મુદ્દા પર વાત થઈ તે પણ એક ગંભીર વિષય છે. તેના પર વિચાર કરવાની જરૂર છે. એ કોઇ વિચારતું નથી. એક દિકરી લગ્ન કરવા માટે ફોન અને એ પણ મોંધો સ્ટેટસ દેખાડતો આઈફોનની માંગણી કરે અને સામે આઇફોનની જગ્યાએ એક સાધારણ ફોન ભેટમાં અપાય અને સગપણ તૂટી જાય એ સંદર્ભેની વાતચીત આ ઑડિયોમાં છે.
 
મૂળ વાત એ છે કે સગાઈ પછી છોકરો છોકરીને MI નો મોબાઇલ ગિફ્ટમાં આપે છે અને છોકરીને કે તેની બહેનને એ ગમતું નથી. એને #iphone જોઇએ છે અને છોકરીની બહેન છોકરાના માતા-પિતા સાથે વાત કરી કહે છે કે તમે જે ફોન આપ્યો છે એ તો સાવ સામાન્ય મોબાઇલ છે, ચાર-પાંચ હજારની વેલ્યુવાળો છે, અમારી હીના તો શોખીન છે. તેને તેના મિત્રો પૂછે કે છોકરાએ કયો મોબાઇલ આપ્યો તો આ મોબાઇલ બતાવવા જેવો નથી. તેનો તો કચરો થઈ જાય…
 
બીજા કોલમાં હીનાની આ બહેન છોકરાની માતા સાથે વાત કરે છે. પણ છોકરાની માતા કહે છે કે તમે અત્યારથી આવું માંગો છો તો પાછળથી અમારી તાકાત બહારુ માંગી લેશો તો અમારું શું થશે. આગળ આપણું નહી ચાલે….
 
છોકરાની માતા કહે છે કે તમારી બહેનને અમારાથી સારુ મળી રહે એવી અમારી દુઆ છે.
 
ટૂંકમાં છોકરાએ આઈફોનની જગ્યાએ એમઆઈનો મોબાઇલ ગિફ્ટ આપ્યો અને સગાઈ તૂટી ગઈ.
 
આ કિસ્સો સોશિયલ મીડિયા થકી આપણી સામે આવ્યો છે. કદાચ આ ફેક કોલ પણ હોય, મજા કરવા માટે ક્રિએટિવ ભેજાઓએ આવું ક્રિએસન કરી વાઇયલ પણ કર્યુ હોય અને સાચા બનાવની ઓડિઓ ક્લિપ પણ હોઈ શકે. સાચું ખોટું સાબિત કરવાની આપણી કોઇ ખેવના નથી, કોઇને બદનામ કરવાની પણ ખેવના નથી, પણ જે વિષય આ ક્લિપ દ્વારા સમાજ સમક્ષ આવ્યો છે તે વિચારણીય છે. આ વાતચીત ઘણા પ્રશ્નો ઉભા કરે છે.
 
શું આપણા બાળકો આ બ્રાન્ડેડ વસ્તુ વગર ચલાવી શકે એમ નથી? શું બ્રાન્ડેડ મોબાઈલથી જ સમાજમાં આપણો વટ પડે? શું મોંઘી વસ્તુઓ રાખી દેખાડો કરવો જરૂરી છે? શું સમાજમાં આવી મોંઘી વસ્તું વાપરતા લોકોનું જ માન હોય છે? કદાચ એટલે જ આપણું યુવાધન આવા મોઘા મોબાઇલ રાખી દેખાડો કરવામાં જ યોગ્ય માને છે. સગાઈ કે લગનમાં આ રીતે મોઘી-મોઘી વાસ્તુંની માંગણી કરવી એક પ્રકારનો કૂરીવાજ નથી?
 
આ ઓડિયો ક્લિપ બીજાને ફોરવર્ડ કરતા પહેલા આ વીડિઓમાંથી શીખ લેવાની જરૂર આપણને નથી લાગતી? આપણે આપણા સંતાનોનો ઉછેર કઈ રીતે કરી રહ્યા છીએ એ વિચારવાની જરૂર છે ખરી! શું એવું નથી લાગતું સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણની સાથે સાથે તેમને ઉમદા સમજ પણ અપવી જોઇએ. પરિસ્થિતિ, સ્થિતિ, હકીકત આવા શબ્દોની સાચી સમજ આપણે આપણાં સંતાનોને હવે આપવાની જરૂર નથી લાગતી?
 
આજની આપણી પેઢી સ્માર્ટ છે, હોંશિયાર છે, સમજે પણ છે પણ ક્યાંક કમી રહી જાય છે એટલે જ આવા કિસ્સા સામે આવતા રહે છે. આના પર સમાજના ચિંતકોએ વિચાર કરવાની જરૂર છે.
 
નોંધ – આ કોઇની અંગત વાતો છે તેને આ રીતે સાર્વજનિક કરવી યોગ્ય નથી એટલે જ અહીં તે ઓડિઓ ક્લિપ પોસ્ટ કરી નથી. અમે તેને ડિલિટ કરી દીધી છે, તમે પણ ફોરવર્ડ કરતા પહેલા થોડું વિચારો. આમાથી સમાજે શીખવા જેવું છે એ ઉદ્દેશથી જ અહીં આ વિષય મુક્યો છે.
.