ભારતમાંથી હંમેશાં માટે Tik tok નો અંત, કંપનીએ કર્મચારીઓ સાથે કર્યુ કંઇક આવુ!

    ૨૮-જાન્યુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

tiktok_1  H x W
 
 
ભારતમાં ટિક ટોક ( Tik tok ) ની કંપનીએ હવે પોતાના બિસ્તરા પોટલા બાંધવાનું શરૂ કરી દીધું છે.
 
ભારતમાં ટિક ટોકની કંપની બંધ થઈ રહી છે. ભારતમાં ટિક ટોક એપ પર પ્રતિબંધ લાગવાથી તેની કંપની ભાગી પડી છે અને હવે તેની ભારતમાં કજે ઓફિસ છે તે પણ બંધ થવા જઈ રહી છે.
 
અશ્લિલ, ખરાબ અને અસામાજિક કન્ટેન્ટવાળા વીડિઓથી ભરેલી શોર્ટ વીડીઓ શેરીંગ એપ Tik Tok એ ભારતમાં ફેલાયેલો પોતાનો વેપાર હવે બંધ કરી રહી છે.
 

Tik Tok છુટા કરી રહી છે કર્મચારીઓને

 
મીડીયાના રીપોર્ટ પ્રમાણે ટિક ટોકે જાહેરાત કરી છે કે ભારતની ઓફિસમાં કામ કરતા તેના ૨૦૦૦ જેટલા કર્મચારીઓને છુટા કરી રહી છે. જેમાં સેલ્સ ટીમના એક હજારથી વધુ કર્મચારી છે. કંપનીએ આ કર્મચારીઓને પાંચ મહિનાનો પગાર આપવાની ઓફર પણ કરી છે. ટિકટોક અને હેલ્લો એપની માલિકી ધરાવતી કંપની બાઇડાન્સના વચગાળાના વૈશ્વિક અધ્યક્ષ વેનેસ્સા અને ઉપાધ્યક્ષ બ્લેક ચાંડલીએ કર્મચારીઓને મોકલેલા મેઈલમાં જણાવ્યું હતું કે અમે નથી જાણતા કે અમે ભારતમાં પાછા ક્યારે ફરીશું.
 
આ સંદર્ભે ચીનનું કહેવું છે કે અમે ભારતાની આ રીતનો વિરોધ કરીએ છીએ. ભારતમાં રહેતા ચીની દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ WTO ના નિયમોનું ઉલ્લંઘન છે.
 
જણાવી દઈએ કે ગલવાન ઘાટીના ચીનના ષડયંત્રે પછી ચીનને સબક શીખવાડવા ભારતે સૌથી પહેલા ૫૯ ચીની એપ્સ પર પ્રંતિબંધ લગાવી દીધો હતો તેમાં એક Tik Tok એપ પણ હતી. જે સૌથી લોકપ્રિય એપ હતી.