દક્ષિણ ભારતના કાશી ગણાતા આંધ્રમાં કેમ તૂટી રહા છે મંદિરો - Attacks on Hindu Temples in Andhra Pradesh

    ૩૦-જાન્યુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |

temple attack_1 &nbs
 

દ. ભારતના કાશી તરીકે ઓળખાતા આંધ્રપ્રદેશમાં તૂટતાં મંદિર ડૂસકાં ખાતી આસ્થા

 
ભારતના આંધ્રપ્રદેશ ( Attacks on Hindu Temples in Andhra ) રાજ્યમાં ૨૦૨૦ના એક જ વર્ષમાં મંદિર પર હુમલા અને દેવી-દેવતાઓની પ્રતિમાને ખંડિત-અપવિત્ર કરવાની ૨૨૮ જેટલી ઘટનાઓ બની છે. ૨૦૧૯માં એ જ રાજ્યમાં ૩૦૫ વખત આ પ્રકારની ઘટનાઓ બની છે. દક્ષિણ ભારતના કાશી ગણાતા આંધ્રપ્રદેશમાં છેલ્લાં ઘણા સમયથી હિન્દુ મંદિરોની તોડફોડ અને તેના પર હુમલાઓ થાય છે.
 
ભારતમાં અનેક સ્થાનો પર હજુ પણ દેશવિરોધી અને અલગાવવાદી તત્ત્વો હિન્દુઓ (Hindu) તથા હિન્દુસ્થાનકો (Hindu Temples ) પર હુમલા કરીને હિન્દુઓને ડરાવી રહ્યા છે તથા ભારતની ગરિમાને ઝાંખપ લગાવી રહ્યા છે. ભારતના આંધ્રપ્રદેશ (Andhra Pradesh) રાજ્યમાં ૨૦૨૦ના એક જ વર્ષમાં મંદિર પર હુમલા અને દેવી-દેવતાઓની પ્રતિમાને ખંડિત-અપવિત્ર કરવાની ૨૨૮ જેટલી ઘટનાઓ બની છે. ૨૦૧૯માં એ જ રાજ્યમાં ૩૦૫ વખત આ પ્રકારની ઘટનાઓ બની છે. દક્ષિણ ભારતના કાશી ગણાતા આંધ્રપ્રદેશમાં છેલ્લાં ઘણા સમયથી હિન્દુ મંદિરોની (Hindu Temples ) તોડફોડ અને તેના પર હુમલાઓ થાય છે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં ઇસાઈ મિશનરીઓનું ખૂબ પ્રભુત્વ છે અને તેને રાજકીય પ્રોત્સાહન પણ છે - તેવું ચર્ચાય છે. આ મુખપૃષ્ઠ વાર્તામાં કેટલીક ઘટનાઓ રજુ કરી છે. આવા દુર્ભાગ્યપૂર્ણ કૃત્યો માટે કોણ જવાબદાર છે ? તથા ત્યાંની સરકારનું વલણ કેવું છે તેની છણાવટ પ્રસ્તુત કરી છે. 
 

ઘટના : ૧ - ભગવાન શ્રીરામની ૪૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમાનું મસ્તક ધડથી અલગ - Ramatheertham

 
૨૯ ડિસેમ્બર ૨૦૨૦ આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાં નેલ્લીમરલા મંડલમાં રામતીર્થ ગામે એક પહાડી પર સ્થિત બોડિકોડા કોદંડારામ મંદિરમાં કટ્ટરવાદીઓ દ્વારા મંદિરમાં ગર્ભગૃહમાં ઘૂસી સ્વામી કોદંડારામુડુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે. ૪૦૦ વર્ષ પ્રાચીન આ મંદિરમાં માતા - સીતા અને લક્ષ્મણજીની પ્રતિમા પણ બિરાજમાન છે.
 

temple attack_1 &nbs 
 

ઘટના : ૨ - નંદીની પ્રતિમાના ટુકડેટુકડા કર્યા

 
૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ ચિંતુર જિલ્લાના ગંગાધારા નેલ્લોર મંડલમાં આગરા મંગલમ્ ગામે એક શિવમંદિર પર રાતના અંધારામાં હુમલો કરી મંદિર બહાર ભગવાન નંદીની પ્રતિમાના ટુકડેટુકડા કર્યા. સવારમાં પૂજારીએ પૂજા માટે આવતાં આ દૃશ્ય જોતાં ફરિયાદ લખાવી. આ મામલે હજી કોઈ જ ધરપકડ થઈ નથી.
 

temple attack_1 &nbs 
 

ઘટના : ૩ - વિશ્ર્વેશ્ર્વર સ્વામી મંદિર પર હુમલો

 
૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ અહીંના કૃષ્ણા જિલ્લામાં મક્કાપેટા ગામે કાશી વિશ્ર્વેશ્ર્વર સ્વામી મંદિર પર હુમલો. આ હુમલામાં કટ્ટરવાદીઓએ ૧૨મી શતાબ્દીથી મંદિરમાં સ્થાપિત નંદીની પ્રતિમાના તોડવાનો પ્રયાસ કર્યો. નંદીની પ્રતિમા એટલી મજબૂત હતી કે તૂટી શકી નહીં, પરંતુ એ લોકો પ્રતિમાના એક ભાગને ખંડિત કરવામાં સફળ રહ્યા.
 

temple attack_1 &nbs 
 

ઘટના : ૪ - લક્ષ્મી નરસિમ્હા સ્વામીના રથને આગ લગાડી દેવાઈ

 
૬ સપ્ટેમ્બર ૨૦૨૦ અહીંના અંતરવેદીમાં શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં એક સદીથી પણ જૂના રથમાં આગ લગાડી દેવાઈ, જેમાં ભગવાનની શોભાયાત્રા માટે ઉપયોગમાં લેવાતો આ રથ સંપૂર્ણ રીતે બળી રાખ થઈ ગયો. લોકો દ્વારા આગની ઘટનાને ષડયંત્ર ગણાવી વિરોધ પ્રદર્શનો થતાં સરકારે નવો રથ બનાવવા ૯૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી મામલો થાળે પાડી દેવામાં આવ્યો.
 

temple attack_1 &nbs 
 

ઘટના : ૫ - નેલ્લોરમાં શ્રી પ્રસન્ના વેંક્ટેશ્ર્વર સ્વામી મંદિરના રથમાં આગ

 
૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૦, નેલ્લોરમાં શ્રી પ્રસન્ના વેંકટેશ્ર્વર સ્વામી મંદિરના રથને કેટલાક ઉપદ્રવીઓ દ્વારા મોડી રાત્રે આગ લગાડી દેવામાં આવી. સ્થાનિક લોકોએ રથને ભડકે બળતો જોઈ સ્થાનિક અધિકારીઓને આની ખબર આપી. પરંતુ પ્રશાસનની લેટ લતીફીને કારણે આખેઆખો રથ બનીને કોલસો બની ગયો. સરકારે આ ઘટનાને સામાન્ય અકસ્માત ગણાવી હાથ ઊંચા કરી દીધા.
 

ઘટના : ૬ - એક સાથે અનેક પ્રતિમાઓ પર હથોડા ચલાવ્યા

 
૨૧ જાન્યુઆરી, ૨૦૨૦, અગ્રહરમ વિસ્તારનાં સુરવપુર રોડ પરના પીથાપુરમ્ શહેરમાં ભગવાન શ્રીગણેશ, હનુમાનજી, સાંઈબાબા અને મા દુર્ગાની પ્રતિમાઓને હથોડાઓથી ખંડિત કરવામાં આવી. અને ભગવાનોનાં ચિત્રવાળાં બેનરોને પણ ફાડી નાખવામાં આવ્યાં. પોલીસ આજે પણ આ મામલે કોઈની ધરપકડ કરી શકી નથી.
 

૨૦૧૫થી ૨૦૨૦ સુધી ૧૭૦૦થી વધુ મંદિરો પર હુમલા

 
૩૧ ડિસેમ્બર તથા એક જાન્યુઆરીના રોજ જ્યારે ભારત તેની સર્વધર્મ સમભાવની પરંપરા મુજબ એકબીજાને ઈસાઈ નવવર્ષની શુભકામના પાઠવી રહ્યો હતો ત્યારે જ આંધ્રપ્રદેશમાંથી આ ભાઈચારાને તારતાર કરતા સમાચારો સામે આવ્યા હતા. પહેલાં વિજયનગરમાં ચારસો વર્ષ પ્રાચીન શ્રીરામતીર્થ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રતિમાનું મસ્તક ધડથી અલગ કરવાની ઘટનાઓ બની. તેના બીજા દિવસે વિજયવાડા સ્થિત સીતામાતા મંદિરમાં મૂર્તિભંજકોએ કહેર ઉતારી માતા સીતાની પ્રતિમાના ટુકડેટુકડા કરી નાખ્યા. જ્યારે મૂતિભંજનની આ ઘટનાઓને લઈ હોબાળો મચ્યો અને તેની તપાસ ચાલી રહી છે ત્યારે અનેક ચોંકાવનારાં તથ્યો સામે આવી રહ્યાં છે.
 
આંધ્રપ્રદેશના ( Andhra Pradesh ) ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા અપાયેલ જાણકારી મુજબ મંદિરો પર હુમલાની ૨૦૧૫માં ૨૯૦, ૨૦૧૬માં ૩૨૨, ૨૦૧૭માં ૩૧૮, ૨૦૧૮માં ૨૬૭, ૨૦૧૯માં ૩૦૫ અને ૨૦૨૦માં ૨૨૮ ઘટનાઓ સામે આવી છે. આ જાણકારી ખરેખર વિચલિત કરી દેનારી છે. આ મુદ્દે જ્યારે હોબાળો થઈ રહ્યો છે ત્યારે આંધ્રના મુખ્યમંત્રી જગન રેડ્ડીએ જ જૂની રેકર્ડ વગાડી રહ્યા છે કે, આ મને અને મારી સરકારને બદનામ કરવાનું રાજનૈતિક ષડયંત્ર છે. જ્યારે જ્યાં સુધી સત્તામાં હતા ત્યાં સુધી આ મામલે ચુપકીદી સેવનાર કથિત સેક્યુલરવાદી ટીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાઓને જગન રેડ્ડી દ્વારા આંધ્ર અને તેલંગાણામાં મોટાપાયે ચાલતા મતાંતરણના ષડયંત્રનો ભાગ ગણાવી છે.
 

temple attack_1 &nbs 
 

૨૩૮૪૬ મંદિરો પર આંધ્ર સરકારનું નિયંત્રણ

 
એક તરફ આંધ્રપ્રદેશ સરકાર રાજ્યના મંદિરોની સુરક્ષામાં ધરાર નિષ્ફળ નીવડી છે. ત્યારે બીજી તરફ આ સરકાર રાજ્યના ૨૩૮૪૬ જેટલાં નાનાં મોટાં મંદિરો પર કબજો જમાવીને બેઠી છે અને મંદિરોની આવકનો દુરુપયોગ મનફાવે તેમ કરી રહી છે. આંધ્રપ્રદેશના પદ્મશ્રી સન્માનિત ડૉ. ટી. હનુમાન ચૌધરીએ કેટલાક નિવૃત્ત આઈએએસ અને આઈઈપીએસ અધિકારીઓ સાથે આંધ્રપ્રદેશનાં મંદિરોને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરી ચર્ચ-મસ્જિદોની જેમ હિન્દુઓને સોંપી દેવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ડૉ. ટી. હનુમાન ચૌધરી કહે છે કે, આંધ્રપ્રદેશ સરકાર હજારો હિન્દુ મંદિરો અને તેમની સંપત્તિઓને નિયંત્રિત કરે છે, જેની કિંમત હજારો કરોડો રૂપિયા છે. હવે સમય આવી ગયો છે કે હિન્દુઓને પોતાના મંદિરોના પ્રબંધનમાં એટલી જ સ્વતંત્રતા મળે જેટલી મસ્જિદો માટે મુસ્લિમો અને ચર્ચોના પ્રબંધનમાં ઇસાઈઓને મળે છે.
 

હા, મેં દેવી-દેવતાઓની પ્રતિમાઓને લાત મારી અને સેંકડો ગામોને ક્રાઇસ્ટ બનાવ્યાં છે

 
આંધ્રપ્રદેશમાં ચર્ચ અને ધર્માંતરણને કેટલાં બેફામ બન્યાં છે. તે વાતનો પુરાવો ૨૦૧૯માં પ્રવીણ ચક્રવર્તી નામના પાદરીના કબૂલનામાના વિડિયો પરથી આવી જાય છે. કથિત રીતે સિલોમ બ્લાઇન્ડ એક સંગઠનનો પ્રમુખ એવો આ પાદરી એક વીડિયોમાં એવું ખુલ્લેઆમ સ્વીકારતો જોવા મળે છે કે કેવી રીતે તે આખેઆખા ગામોને ઈસાઈ મતમાં મતાંતરિત કરી નાખે છે અને કેવી રીતે હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓને અપમાનિત કરે છે.
 
Legal Right protection Forum નામના એક સામાજિક સંગઠન એટલે કે એનજીઓએ. ૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શેયર કર્યો હતો. આજે પણ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પાદરી પોતાના એ કુકૃત્યનાં બેશરમીપૂર્વક વખાણ કરી રહ્યો છે. કહે છે કે મતાંતરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રામીણ ઝાડ અને પથ્થરની મૂર્તિઓને હટાવી દે છે. અનેક વખત મેં ગામલોકોની સામે જ હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓને લાત મારી છે. ૧ મિનિટ ૦૩ સેકંડના આ વીડિયોમાં તે અભિમાનપૂર્વક કરી રહ્યો છે કે, અનેક વખત મેં જાતે દેવતાઓની પ્રતિમાના માથા પર લાત મારી અને આમ કરવામાં મને ગજબની ખુશી મળી. સાથે સાથે તે એમ પણ કહે છે કે, મે અત્યાર સુધી સેંકડો ગામોને ક્રાઇસ્ટ ગામ (ઈસુનાં ગામ) બનાવ્યાં છે અને આગળ પણ મારું આ મિશન ચાલુ જ રહેશે.
 
એક અન્ય વિડીયોમાં તે અમેરિકન ડોનર સાથે વાતચીત દરમ્યાન કહે છે કે અમારી ટીમમાં હાલ ૩૬૪૨ પાદરી છે અને અત્યાર સુધી અમે ૬૯૯ ક્રાઈસ્ટ વિલેજ બનાવી ચૂક્યા છીએ. અને આજે પણ અમારું આ અભિયાન ચાલુ છે.
 

temple attack_1 &nbs 
 

મતાંતરણને રાજકીય પ્રોત્સાહન

 
આંધ્રપ્રદેશમાં વર્ષોથી ઈસાઈ મિશનરીઓ દ્વારા હિન્દુઓને ઈસાઈ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અત્યાર સુધીની તમામ સરકારોએ હિન્દુહિતોને કિનારે કરી મતબેંક માટે આ ષડયંત્ર સામે આંખ આડા કાન જ કર્યા છે. પરિણામે ઈસાઈ મિશનરીઓને અહીં મોકળું મેદાન મળી ગયું છે અને વિદેશી સહાય અને સ્થાનિક સરકારની શેહના કારણે અહીં મોટા પ્રમાણમાં હિન્દુઓને ઈસાઈ બનાવવાનો ખેલ આજે પણ અવિરતપણે ચાલી રહ્યો છે. વર્તમાન મુખ્યમંત્રી જગન રેડ્ડીના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાયસ. એસ. આર રેડ્ડીના શાસન વખતે ચર્ચને છૂટો દોર મો હતો અને મોટી સંખ્યામાં હિન્દુઓને ઈસાઈ બનાવી દેવામાં આવ્યા હતા. હવે જગન રેડ્ડી પર પણ પિતાની એ જ પરંપરાને આગળ વધારવાના આરોપ લાગી રહ્યા છે.
 
વાચકોને કદાચ ખબર નહીં હોય કે પછી ખૂબ ઓછા વાચકો જાણતા હશે કે જગન રેડ્ડી પરિવાર ખુદ ઈસાઈપંથી છે. જગનના પક્ષના જ એક મોટા ગજાના નેતાએ તાજેતરમાં જ સ્વીકાર્યું હતું કે આંધ્રમાં ઈસાઈ મિશનરીઓ હિન્દુઓને ઈસાઈ બનાવવા પાણીની માફક પૈસા વહાવી રહી છે. સાથે આંધ્રપ્રદેશ સરકાર પણ આના માટે લોકોને પ્રેરિત કરી રહી છે !
 

સરકારી બસોની ટિકિટ પાછળ જેરુસેલમ યાત્રાની જાહેરાત

 
આંધ્રપ્રદેશ સરકાર કેવી રીતે ઈસાઈ મતના પ્રચાર-પ્રસાર પાછળ સરકારી મશીનરીનો દુરુપયોગ કરે છે એનાં ઉદાહરણ ઓગસ્ટ, ૨૦૧૯માં ત્યારે જોવા માં, જ્યારે તિરુપતિથી મંદિરોના શહેર તિરુમાલા જતી આંધ્રપ્રદેશ રોડ ટાન્સપોર્ટ કોર્પોરેશનની બસ ટિકિટોને લઈ હોબાળો મચ્યો. બસ ટિકિટો પાછળ હજ અને જેરુસેલમ યાત્રા અંગે સરકારી જાહેર ખબર છાપવામાં આવી હતી. જેને લઈ ભારે વિવાદ થયો હતો અને માત્ર હિન્દુ ધર્મસ્થાનોએ લઈ જતી સરકારી બસોની ટિકિટ પાછળ જ ઈસાઈ અને મુસ્લિમ ધર્મયાત્રાઓની જાહેરાત કેમ ના કરવી તેવો પ્રશ્ર્નો ઊભા થતા સરકારે ટિકિટ પાછી ખેંચી લેવી પડી હતી.
 

જ્યાં એક પણ ઈસાઈ નથી તેવા ગામોમાં ચર્ચ ?

 
જુલાઈ ૨૦૨૦માં આંધ્ર સરકારના ઈસાઈ મતાંતરણના પ્રોત્સાહનની વધુ એક ઘટના બહાર આવી હતી. આંધ્રપ્રદેશના મૂલસ્થાનમ અગ્રહારમ ગામમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા અચાનક ચર્ચ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. આશ્ર્ચર્યની વાત એ છે કે આ ચર્ચ ત્યાં બંધાઈ રહ્યું છે. જ્યાં એક પણ ઇસાઈ રહેતો નથી. ઘટસ્ફોટ પણ લીગલ રાઇટસ પ્રોટેક્સન ફોરમ દ્વારા કરવામાં આવ્યો હતો. આ એનજીઓ મુજબ આ અંગે આંધ્રપ્રદેશ જિલ્લા પ્રશાસનને અનેક ફરિયાદો કરવા છતાં પણ આ અંગે કોઈ જ પગલાં લેવાતાં નથી. ગ્રામીણો એ ભૂખ હડતાલ શરૂ કરી ત્યારે સ્થાનિક પોલીસે ગ્રામીણોની મદદ કરવાને બદલે ફરિયાદ ગ્રામીણોને જ હેરાન-પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. છેવટે હવે ગ્રામીણોને રાષ્ટીય માનવ અધિકાર પંચના દરવજા ખટખટાવવા પડ્યા છે.
  

ઈસાઈ પાદરીઓને વેતન

 
એક તરફ દેશમાં કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓ અને વિપક્ષો નાની નાની વાતમાં બંધારણની દુહાઈ આપી દેશમાં પંથ નિરપેક્ષતા ખતરામાં હોવાનું કહી કેન્દ્ર સરકાર સામે હાયતૌબા મચાવે છે ત્યારે બીજી તરફ આંધ્ર સરકાર જ્યારે ઈસાઈ પાદરીઓને બંધારણને ઠેંગો બતાવી મહિને પાંચ-પાંચ હજારનું વેતન આપવાની જાહેરાત કરે છે. તેની વિરુદ્ધ એક હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. આંધ્રપ્રદેશમાં નવું વર્ષ હિન્દુ મંદિરો પર હુમલા કરી પવિત્ર પ્રતિમાઓને ખંડિત-ભંજિત કરી ઊજવાય તેની સામે કથિત બુદ્ધિજીવીઓ અને સેક્યુલર રાજનૈતિક પક્ષોને કોઈ જ વાંધો નથી, કારણ કે એ તેમના માટે નાની-નાની ઘટના છે. આ પ્રકારની વિચારસરણી ખરેખર નિંદનીય છે. આજે એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે બીજી તરફ આંધ્રપ્રદેશમાં સેંકડો વર્ષો જૂની પ્રતિમાઓ તોડવામાં આવી રહી છે. આ પ્રકારના ઘૃણિત કાર્ય કોણ કરી રહ્યાં છે અને કેમ કરી રહ્યા છે ? તેની ઊંડાણપૂર્વક તપાસ થવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે હિન્દુઓને ઈસાઈ બનાવવા મામલે અને અભિયાન ન માત્ર સમાજ માટે ખતરો છે. સાથે સાથે લોકો માટે પણ ખતરો છે. જેમને હિન્દુ ધર્મ વિરુદ્ધ ભડકાવી અને જાત-જાતની લાલચ આપી ઈસાઈ બનાવી દેવામાં આવે છે, કારણ કે એવા અનેક મામલા સામે આવ્યા છે જેમાં મતાંતરિત થયેલા લોકોએ ખુદ સ્વીકાર્યું છે કે તેઓને હિન્દુ ધર્મ વિરુદ્ધ ભડકાવવામાં આવ્યા હતા અને અનેક પ્રકારની લાલચો આપી હતી જેને કારણે તેઓએ સનાતન ધર્મ ત્યજી ઈસાઈ પંથ અપનાવ્યો હતો. પરંતુ બાદમાં તેમને ભાન થયું હતું કે તેઓને માત્ર ને માત્ર ષડયંત્રનો ભાગ બનાવવામાં આવ્યા હતા. પરિણામે આમાંના અનેક લોકો સ્વધર્મમાં પરત ફર્યા હતા, પરંતુ અનેક એવા પણ છે કે જે મતાંતરણના આ ષડયંત્રનો ભોગ બની રહી ગયા છે.
 
મતાંતરણનો પ્રશ્ર્ન માત્ર ધાર્મિક આસ્થા સાથે જ જોડાયેલો નથી. તેનો ખૂબ મોટો પ્રભાવ દેશના રાજનીતિક, સામાજિક અને આર્થિક તાણા-વાણા પર પણ પડે છે. વિદેશી મિશનરીઓ વર્ષોથી જ ભારતનાં એ સામાજિક તાણાવાણાને છિન્ન-ભિન્ન કરવા માટે મતાંતરણનું અભિયાન ચલાવી રહી છે. જો એવું નથી તો પછી લોકોને મતાંતરિત કરવા માટે વિવિધ પ્રકારનાં પ્રલોભનો કેમ આપવામાં આવે છે ? જો તેઓ કહે છે તેમ તેમનો આશય માત્ર માનવસેવા જ છે. તો માત્ર સેવા જ કેમ નથી કરતી મતાંતરણ કેમ કરાવે છે ? સેવા કરતા પહેલાં લોકોનું મતાંતરણ કેમ કરાવે છે ? હિન્દુઓને ઈસાઈ બનાવી વનવાસીઓને તેમની સંસ્કૃતિથી કાપી નાખી વિદેશી વિચારાધારાથી રંગી તેઓ કઈ પ્રકારની માનવસેવા કરી રહ્યા છે ? ઉદ્દેશ્ય બિલકુલ સ્પષ્ટ છે. આ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય સેવાની આડમાં તેમના તરફી એક મજબૂત મતબેંક ઊભી કરી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવાનો છે. આના માટે તેમને આંતરરાષ્ટીય સ્તરે વિવિધ પ્રકારનાં ફંડિગથી માંડી અનેક સુવિધાઓ આપવામાં આવે છે. તેમના દ્વારા મતાંતરિત થયેલા લોકો પહેલાં ખુદના જ ભાઈઓથી અલગ થઈ જાય છે અને ત્યાર બાદ ધીરે ધીરે એટલા તો બદલાઈ જાય છે કે તેમના વડવાઓની સંસ્કૃતિ અને ધર્મને જ ધિક્કારવા લાગે છે અને રાષ્ટને તોડવા માટે પણ તૈયાર થઈ જાય છે. છાસવારે હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમા તોડવી, મંદિરો પર હુમલાનાં ઉદાહરણ આપણી સામે જ છે.
 
અહીં મુદ્દો માત્ર મૂર્તિઓ તોડવાનો જ નથી. તેનાથી વધુ ભારતની એ વિરાસત, તે સંસ્કૃતિ પર પ્રહાર કરવાનો છે જે વસુધૈવ કુટુંબકમ્નો સંદેશ આપે છે. જે તમામ મત-પંથોને સમાન ભાવનાથી જુએ છે. માટે હાલ આંધ્રપ્રદેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેની ઊંડી તપાસ કરી આ પ્રકારનાં કૃત્યો કરનારા અને તેનાથી વધુ કરાવનારાઓને કડકમાં કડક સજા આપવી ખૂબ જ જરૂરી બની જાય છે. મતપંથની આડમાં ચાલી રહેલા મતાંતરણના આ ખતરનાક ષડયંત્રને બંધ કરવું જ જોઈએ.
 

આધ્રપ્રદેશમાં મૂર્તિયોના વિધ્વંસની વિહિપ કઠોર શબ્દોમાં નિંદા કરે છે : શ્રી મિલિંદ પરાંડેજી (રાષ્ટીય મહામંત્રી, વિશ્ર્વ હિન્દુ પરિષદ)

 
આંધ્રપ્રદેશમાં મંદિરો પર સતત મલાની ઘટનાઓ, અપરાધી તત્ત્વોને પ્રશ્રય તથા રાજ્યની જગનમોહન રેડ્ડી સરકારની અર્મણ્યતાથી હિન્દુ સમાજમાં ભારે રોષ તેમજ અસંતોષ છે. રાજ્યમાં હિન્દુ મંદિરો પર અચાનક વધેલા હુમલા - ખાસ કરીને જગનમોહન રેડ્ડીના ચૂંટણી જીત્યા બાદ હિન્દુ દ્રોહી તત્ત્વોની વધી રહેલી હિંમત ઘણા સંકેત આપી જાય છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ અપરાધીઓ સામે વિના વિલંબે કઠોરમાં કઠોર કાર્યવાહી તથા તમામ મંદિરોની સુરક્ષા માટે અને ખાસ કરીને જે મંદિરો સરકારી અધિગ્રહણનાં શિકાર છે તેના સંરક્ષણની માંગ કરે છે. એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર મંદિરોના સંરક્ષણની પોતાની ફરજ નિભાવવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડી છે. અતઃ વિશ્ર્વ હિન્દુ પરિષદ પાસે આ અત્યાચારો વિરુદ્ધ આંદોલન માટે હિન્દુ સમાજને આહ્વાહન કરવા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ બચતો નથી.
 

ઈસાઈ પાદરીઓને ૫ હજાર રૂપિયાનું વેતન કેમ ? : ચંદ્રબાબુ નાયડુ

 
વર્તમાન મુખ્યમંત્રી જગન રેડ્ડીની છત્રછાયામાં આંધ્રપ્રદેશમાં ઈસાઈ મતાંતરણ ફૂલી-ફાલી રહ્યું છે. તેઓ રાજ્યમાં ઈસાઈ મતાંતરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓએ બંધારણની ઉપરવટ જઈ રાજ્યના ઈસાઈ પાસ્ટરો (વેતનધારી ઇસાઈ પ્રચારક)ને દર મહિને ૫ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવી રહ્યું છે. ચર્ચ મતબેંકની રાજનીતિનાં કેન્દ્ર બની ગયાં છે. અહીંના પોલીસ સ્ટેશનમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે અને ઉપમુખ્યમંત્રી ભગવાન વેંકટેશ્ર્વર મંદિરમાં મેરી ક્રિસમસની પ્રાર્થના કરે છે. આ સરકાર માત્ર ઈસાઈઓની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવાવાળી સરકાર છે.
 

મંદિર પર હુમલાના ઘેરા પ્રત્યાઘાતો

 
આંધ્રપ્રદેશમાં હિન્દુ મંદિરો પર સતત થઈ રહેલા હુમલા ૧૬મી સદીના ગોવામાં ક્રૂર સેન્ટ જેવિયરના હુમલાઓની યાદ અપાવે છે, જેણે અનેક હિન્દુ મંદિરોનો ધ્વંસ કર્યો હતો. તેણે બળજબરીથી મંતાતરણ કરાવડાવ્યું હતું. આંધ્રમાં હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલા તાલિબાનો દ્વારા બામિયાનમાં તોડાયેલી બુદ્ધ પ્રતિમાઓની યાદ અપાવી જાય છે.
 
- સુનીલ દેવધર (નેતા ભાજપ)
 
જે રીતે એક પછી એક મંદિરો પર હુમલાની ઘટનાઓ બની રહી છે. તે અનેક શંકાઓ ઉપજાવે છે. આંધ્રપ્રદેશમાં મંદિરો સુરક્ષિત નથી. મંદિરોની સુરક્ષા સરકારની જવાબદારી છે, પરંતુ પાછલાં બે વર્ષોમાં બનેલી ઘટનાઓમાં સામેલ એક પણ વ્યક્તિને સજા મળી શકી નથી. મોટાભાગની ઘટનાઓમાં જ્યાં સુધી હિન્દુ સંગઠનો વિરોધ પ્રદર્શન ન કરે ત્યાં સુધી કેસ પણ દાખલ થતા નથી. દબાણવશ આરોપીની ધરપકડ થાય છે. તો મામૂલી કેસ લગાવવામાં આવે છે અને આરોપી આસાનીથી છૂટી જાય છે.
 
- એમકેસવચારીપુલુ
(હિન્દુ પ્રચાર ઇન્સીડેટ્સ કમિટીના પ્રતિનિધિ)
 
ચર્ચ પર પથ્થરબાજીની ઘટનામાં સરકાર તત્કાળ ૪૦ લોકો (હિન્દુઓ)ને પકડી લે છે. પરંતુ સેંકડોની સંખ્યામાં મંદિરો પર હુમલા થઈ રહ્યા છે. તેમાં સરકારે શું પગલાં લીધાં ? આંધ્રપ્રદેશ સરકારે પોતાના કામકાજની રીતમાં પરિવર્તન લાવવું પડશે. જો આમ નહીં થાય તો આવનાર દિવસોમાં તેનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે.
 
- ડુમર રેડ્ડી પટ્ટાભિ (ટીડીબી પ્રવક્તા)