land jihad | લેન્ડ જેહાદ | ભારતની અખંડિતતા, એકતા અને સાંસ્કૃતિક ઓળખ સામે પડકાર

    12-Oct-2021   
કુલ દૃશ્યો |

land jihad_1  H
 
 
 
લવ જેહાદની વાત તો આપણે ‘સાધના’ના પાનાઓ પર અનેક વખત લખી છે અને લોકોને ચેતવ્યા છે. પરંતુ આજે વિધર્મીઓ દ્વારા ફેલાવાઈ રહેલા લેન્ડ જેહાદની વાત કરવી છે. ‘લેન્ડ જેહાદ’ એટલે કે જમીન જેહાદ. આસામ અને ઉત્તરાખંડ અને ગુજરાતની તાજેતરની ઘટનાઓ બાદ લેન્ડ જેહાદ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતમાં અનેક સ્થાનો પર કટ્ટરવાદી જિહાદીઓ દ્વારા યેનકેન પ્રકારેણ હિન્દુઓની જમીન કે મકાનો પર કબજો કરવાનું ષડયંત્ર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. કેટલાક સ્થાનો પર તો વિધર્મીઓ પહેલાં હિન્દુઓને જમીન કે મકાનમાં ભાગીદાર બનાવે છે અને પછી તેને કાઢી મુકીને તેના માલિક બની જાય છે. આ ‘લેન્ડ જેહાદ’ ‘લવ જેહાદ’ જેટલો જ ખતરનાક છે. કારણ કે આ રીતે જમીન પર કબજો કરીને કેટલાક વિધર્મી અસામાજિક તત્ત્વો તે સ્થાન પર પોતાનો પગદંડો જમાવી દુષણો ફેલાવે છે. ક્યારેક તો આતંકવાદીઓને પનાહ આપવા જેવા પણ દુષ્કૃત્યો કરે છે. હમણાં લેન્ડ જેહાદના અનેક કિસ્સાઓ સમગ્ર ભારતમાં બહાર આવ્યા છે. આ લેન્ડ જેહાદ ક્યાં ક્યાં ફેલાયેલો છે અને તેના દૂષણો કેવા ભયાનક છે તે વિશે કેટલીક સત્યઘટનાઓ જાણીએ...
 
 
જેહાદ મૂળ રૂપે એક અરબી શબ્દ છે. જેનો મતલબ થાય છે કોઈ ધ્યેયને પૂર્ણ કરવા માટે પોતાની સંપૂર્ણ તાકાત તેમાં લગાવી દેવી. લેન્ડ જેહાદનો અર્થ એવી જમીન પછી તે ભલે શાસકીય હોય કે અશાસકીય તેના પર અતિક્રમણ (દબાણ) કરી બળજબરીપૂર્વક તેને પોતાના અધિકારમાં લઈ લેવી.
 
આ પ્રકારની જેહાદમાં અત્યાર સુધી મુખ્ય બે પ્રકારો સામે આવ્યા છે. પ્રથમ મુસ્લિમ પક્ષ હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં મોંમાગી કિંમત ચૂકવી જમીન-સંપત્તિ ખરીદે છે. ત્યાં ઘર બાંધી રહેવા લાગે છે. ધીરે ધીરે તે તેમના સંબંધીઓ-મિત્રોને બોલાવી તેમના તહેવાર મનાવવાનું ચાલુ કરે છે. બકરી-ઇદ જેવા તહેવારોમાં જાહેરમાં જ બકરાની કુરબાની પણ આપવાનું ચાલુ કરે છે. ધીરે ધીરે તે પોતાના અન્ય સાથીઓને પણ અહીં વસાવે છે અને નાની નાની વાતમાં પોતાના હિન્દુ પડોશીઓ સાથે ઝઘડા શરૂ કરી દે છે. ગંદકી ફેલાવી, પશુઓનાં હાડકાં નાખવાં, હિન્દુ મહિલાઓની છેડતી ઘટનાઓ અહીં રોજિંદી બનતાં છેવટે હિન્દુ પરિવારો મજબૂરીમાં અહીંથી પાણીના ભાવે પોતાની સંપત્તિઓ વેચી પલાયન કરવા મજબૂર બની જાય છે. આમ એક હિન્દુ બહુમતીવાળો વિસ્તાર મુસ્લિમ બાહુલ્ય બની જાય છે.
 
હવે જાણીએ લેન્ડ જેહાદની બીજી રીત. એક દિવસ અચાનક જ સરકારી ભૂમિ પર સડક કિનારે નાની અમથી મઝાર જેવું બનાવી દેવામાં આવે છે, જેના પર ભાગ્યે કોઈકનું ધ્યાન જાય છે. ધીરે ધીરે એ મઝાર દરગાહનું રૂપ ધારણ કરી લે છે અને આજુબાજુના જિહાદી મુસ્લિમો મોટી સંખ્યામાં ત્યાં આવવા માંડે છે. શાસન-પ્રશાસન જ્યારે આ મુદ્દે કાર્યવાહી કરવાના આદેશ આપે છે ત્યારે જિહાદી મુસ્લિમો સંગઠિત થઈને તેનો વિરોધ કરે છે. જો સરકાર કડક હોય તો તે સ્થળ અતિક્રમણમુક્ત થઈ શકે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ પ્રકારનાં દબાણો ભાગ્યે જ દૂર કરી શકાય છે. લેન્ડ જેહાદનાં વરવા રૂપનો અનુભવ તાજેતરમાં જ આસામ સરકારને થયો, જ્યાં વર્ષોથી અતિક્રમિત થયેલી સરકારી જમીનને મુક્ત કરાવવા ગયેલી આસામ પોલીસ પર ૧૦,૦૦૦ લોકોના સશસ્ત્ર ટોળાએ હુમલો કરી આતંક મચાવ્યો હતો.
 

આસામના મંદિર-મઠ કે જંગલ દરેક સ્થળો લેન્ડ જેહાદીઓના કબજામાં

 
 
આસામમાં તાજેતરમાં જ પોલીસ હુમલા પરની જે ઘટના બની છે તેની પાછળ કુખ્યાત અલગાવવાદી સંગઠન ‘પીએફઆઈ’નો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. હકીકતમાં જે વિસ્તાર ખાલી કરાવવાનો હતો, ત્યાં માત્ર ૬૦ પરિવારો જ રહેતા હતા, તો પછી ત્યાં અચાનક ૧૦,૦૦૦ લોકોની ભીડ કેવી રીતે ભેગી થઈ ગઈ.
 
આસામમાં લેન્ડ જેહાદની પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે, ભારતના સૌથી નાના રાજ્ય એવા બે ગોવા થાય તેટલો વિસ્તાર બાંગ્લાદેશી ઘૂસણખોરોના કબજામાં છે. કુલ ૪૯ લાખ વીઘાં એટલે કે ૬૬૫૨ સ્કવાયર કિલોમીટર જમીન પર ગેરકાયદેસર ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓએ અતિક્રમણ કરી લીધું છે. આસામના જુનિયર રાજસ્વમંત્રી પલ્લવ લોચન દાસે ૨૦૧૭માં આ અંગે જાણકારી આપી હતી. આમાંથી ૩૧૭૨ સ્કવાયર કિલોમીટર જંગલની જમીન છે. આમાં પણ સૌથી વધારે અતિક્રમણ વૈષ્ણવ મઠોમાં થયું છે, જે આસામમાં સત્ર તરીકે ઓળખાય છે. આ સિવાય પ્રાચીન મંદિરોની જમીન પર પણ ભારે અતિક્રમણ થયું છે.
 
૨૦૧૭માં આ જ આંકડાઓના આધારે ભાજપ સરકાર દ્વારા આસામ વિધાનસભાનું ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. તે વખતે પણ કાજીરંગા નેશનલ પાર્કને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યાં
૧૫-૧૬મી સદીના વિદ્વાન શંકરદેવ સાથે સંકળાયેલ અનેક જમીનો પર અતિક્રમણ કરી લેવામાં આવ્યું હતું. આસામના વનવાસીઓ આ ઘૂસણખોરોને પોતાના માટે સૌથી મોટો ખતરો ગણે છે. ૨૦૧૭ના સરકારી અહેવાલ પ્રમાણે કેટલાંક તત્ત્વો સંગઠિત રીતે રોકેટ ગતિએ સરકારી જમીનો પર અતિક્રમણ કરી રહ્યા છે. વનવાસીઓ તેનો વિરોધ તો કરે છે, પરંતુ તેઓને હથિયારોના જોરે દબાવી દેવામાં આવે છે. આમ અનેક અનેક ગામો વસાવી લેવામાં આવ્યાં છે. નદી પર જે નાનાં-નાનાં દ્વીપો છે તેના પર પણ આ લોકોએ કબજો જમાવી લીધો છે.
 

land jihad_1  H 
 
એક અનુમાન મુજબ આસામના ૨૬ સત્રો એટલે કે વૈષ્ણવ મઠોની ૫૫૪૮ વીઘાં જમીન પર ઘૂસણખોરોએ કબજો જમાવી લીધો છે. એક આરટીઆઈમાં બહાર આવ્યું છે કે આસામની ૪ લાખ હેક્ટર જંગલનો વિસ્તાર હવે અતિક્રમણકારીઓના કબજામાં છે, જે રાજ્યના કુલ જંગલ વિસ્તારના ૨૨% જેટલો થાય છે. એક સરકારી સમિતિના અહેવાલ મુજબ આસામનાં ૩૩ જિલ્લામાંથી ૧૫ જિલ્લામાં બાંગ્લાદેશીઓ બહુમતીમાં આવી ગયા છે કે આવી જવામાં છે.
 

ખળભળાટ જગાવતો સુરક્ષા એજન્સીનો અહેવાલ

 
 
આસામ બાદ વધુ એક સરહદી રાજ્ય ઉત્તરાખંડમાં પણ વધી રહેલી મુસ્લિમ જનસંખ્યા અને લેન્ડ જેહાદની વધી રહેલી ઘટનાઓને લઈને ઊકળતા ચરુ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. અહીંના અનેક વિસ્તારોમાં મુસ્લિમોની અપ્રાકૃતિક રીતે વધી રહેલી જનસંખ્યાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. સુરક્ષા વિશેષજ્ઞો મુજબ નેપાળની સરહદોને સ્પર્શતા અહીંના વિસ્તારોમાં આ પ્રકારનાં પરિવર્તનને સહજ રીતે ન લેવું જોઈએ. આ અંગે તાજેતરમાં જ ગૃહમંત્રાલય દ્વારા એક અહેવાલ આપવામાં આવ્યો હતો. અહેવાલમાં અહીંના કુમાઉના ૩ વિસ્તારો ઉદ્યમસિંહ નગર, ચમ્પાવત અને પિથોરગઢને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં સરહદી વિસ્તારો સિવાય ઉત્તરપ્રદેશના પણ અનેક વિસ્તારોને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
પાછલાં ૨ વર્ષ દરમિયાન બહરાઈચ, બસતી અને ગોરખપુર મંડળ સાથે જોડાયેલ નેપાળની સરહદો પર ૪૦૦થી વધુ શિક્ષણ સંસ્થાન અને મસ્જિદો બાંધી દેવામાં આવી છે. દૈનિક જાગરણના અહેવાલ મુજબ સુરક્ષા એજન્સીઓએ પોતાના અહેવાલમાં બાંગ્લાદેશ બિહાર, નેપાળ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં સુનિયોજિત રીતે ધર્મવિશેષના લોકોને વસાવી એક આખો ગલિયારો તૈયાર કરાઈ રહ્યો છે. અહેવાલમાં આ ગલિયારાને પાકિસ્તાન સાથે જોડાવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે. પાછલાં ૧૦ વર્ષોથી આ મિશન પર કામ ચાલી રહ્યું હોવાનો ઘટસ્ફોટ પણ અહેવાલમાં કરવામાં આવ્યો છે.
 
સુરક્ષા એજન્સીઓનાં દાવા મુજબ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા નેપાળના રસ્તે ભારતમાં સક્રિય થઈ પોતાના મિશનો પાર પાડવાના કામે લાગેલી છે. આ મિશન અંતર્ગત ધર્મ વિશેષના શિક્ષણસંસ્થાનાં એવાં જ ક્ષેત્રોમાં વધારે ખોલાઈ રહ્યાં છે, જે ભારતની રણનૈતિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. આ યાદીમાં ઉત્તરાખંડના પિથોરગઢ, ઉદ્યમસિંહ નગર અને ચમ્પાવત પણ આવે છે.
 

land jihad_1  H 
 

નૈનિતાલને ઇસ્લામીકસ્તાને બનાવવાનું ષડયંત્ર

 
 
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં મુસ્લિમ આબાદી વધવાના અને ગેરકાયદેસર અતિક્રમણનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. અહીંના નૈનિતાલમાં CRST શાળા પાછળની પહાડીઓમાં, બારાપથ્થર સહિત અને સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારોમાં પહેલા તો અસ્થાયી નિવાસના નામે કાચાં મકાન બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ ત્યાર બાદ રાતોરાત પાકાં બાંધકામો કરી અનેક વિસ્તારો પર કબજો કરી લેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ પણ માની રહી છે કે, નૈનિતાલના મુસ્લિમોની દખલ અચાનક વધી ગઈ છે. અહીંના ઘોડા, ટેક્સી, નૌકા સંચાલન, ટૂરિસ્ટ ગાઇડિંગ હોટલો વગેરે ભાડે રાખવામાં મુસ્લિમ સમુદાયનો દબદબો વધ્યો છે. આમ અહીંના મૂળભૂત વ્યવસાયો પર મુસ્લિમો કબજો જમાવી રહ્યા છે. જમીન ખરીદવામાં પણ તેઓ વિશેષ રસ દાખવી રહ્યા છે.
 

land jihad_1  H 
 

ગુજરાતમાં લેન્ડ જેહાદ - હિન્દુઓને ભાગીદાર બનાવી ડીલ કરી પછીથી હિન્દુને તગેડી મૂકો

 
 
ગુજરાતના સુરતમાં લેન્ડ જેહાદનો એક હેરાન કરી મૂકનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ પ્રકારની ઘટનાઓને રોકવા રાજ્યના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડ્યો છે, જેના તોડરૂપે હવે ધર્મવિશેષના લોકોએ એક વિચારતી કરી મૂકે તેવી તરકીબ અપનાવી સુરતના અદજાનના વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રેહાન હાઇટ્સ પ્રોજેક્ટ નિર્માણ માટે મુસ્લિમ સ્વામિત્વવાળી એન્ટરપ્રાઇઝ હિન્દુ સાથીને આગળ કરી નિર્માણની મંજૂરી મેળવી લીધી હતી. આ સમગ્ર મામલાને બહાર લાવનાર સુરતના સામાજિક કાર્યકર્તા આસિત ગાંધી મુજબ ૧૪ માર્ચ, ૨૦૨૦ના રોજ સુરતના રાંદેરમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હતો. હાલમાં જે જમીન વેચવામાં આવી છે તેના પર ત્રણ આવાસીય સોસાયટીઓ છે. જ્યાં મોટાભાગે હિંદુઓ રહે છે. અહીં એક હિન્દુમંદિર પણ આવેલ છે. છતાં પણ કંપનીએ પ્રકાશ ઢોલરિયા નામના હિન્દુને ભાગીદાર બનાવી જમીન ખરીદવાની અરજીમાં બાકીના મુસ્લિમ ભાગીદારોની ધાર્મિક ઓળખ છુપાવી જમીન ખરીદી લીધી હતી અને આ જમીનમાં બાંધકામની મંજૂરી મા બાદ કંપનીના હિન્દુ ભાગીદાર પ્રકાશ ઢોલરિયાને કંપનીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. પ્રકાશને આ કંપનીમાંથી બહાર કાઢી મૂક્યા બાદ હવે કંપનીમાં માત્ર મકસૂદ ગોયલ, મહમ્મદ ઇર્ફાન, શબનમ મોતીવાલા અને અમદ જુનેદ મોતીવાલા જ બચ્યા છે. જે તમામ મુસ્લિમ છે અને રેહાન હાઇટ્સ દ્વારા અહીં ૨૬૦ ફ્લેટોવાળી ૫ ઊંચી બિલ્ડિંગનું નિર્માણ શરૂ પણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ મુદ્દો પ્રકાશમાં આવતા સ્થાનિક પ્રશાસને સંવેદનશીલતા દાખવી જમીન વેચાણના મૂળ સોદાને રદ કરી દીધો છે.
 

રેહાન હાઈટ્સ માત્ર એકલી ઘટના નથી

 
અસિત ગાંધી એક રાષ્ટીય ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવે છે કે ગુજરાતમાં આ પ્રકારે સરકાર પ્રશાસનને અંધારામાં રાખી ખૂબ જ ચાલાકીથી મોટા પાયે જમીનનું ખરીદ-વેચાણ ચાલી રહ્યું છે. શાતિર લોકો કાયદાની છટકબારીનો ખૂબ ફાયદો ઉઠાવે છે. પરિણામ એ આવ્યું છે કે, આજે સુરતમાં અનેક વિસ્તારોની ધાર્મિક ઓળખમાં મોટું પરિવર્તન થઈ ગયું છે. એક સમયે સુરતના ગોપીપુરા વિસ્તારમાં જૈનોનાં મંદિરો હતાં, પરંતુ આજે ત્યાં ખૂબ જ ઓછા જૈન પરિવારો બચ્યા છે. આખો વિસ્તાર મુસ્લિમ બહુમતીવાળો બની ગયો છે. આ જ રીતે અહીંના નાનાવટ વિસ્તારમાં પ્રાચીન રાધાકૃષ્ણ મંદિર આવેલું છે. હવે આ વિસ્તાર પણ મુસ્લિમ બહુમતીમાં ફેરવાઈ ગયો છે. હાલ ત્યાં માત્ર મંદિરનું માળખું જ રહ્યું છે. અહીંની પ્રતિમાઓને વિપલોદ વિસ્તારના બીજા મંદિરમાં સ્થાનાંતર કરી દેવામાં આવી છે.
 
આ પરિસ્થિતિ માત્ર સુરતની જ નહીં, અમદાવાદ, વડોદરા, કલોલ સહિતના ગુજરાતનાં અન્ય સ્થળોની પણ છે ત્યાં પણ આ જ રીતે હિન્દુ વિસ્તારો પર દબાણ થઈ રહ્યું છે.
 
 

land jihad_1  H 

અમદાવાદના પાલડીમાં વર્ષા ફ્લેટનો મામલો

 
આ જ પ્રકારની ઘટના અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ બની હતી. આ વિસ્તાર પણ અશાંતધારા હેઠળ આવે છે. ૨૦૧૯માં પાલડીની જનકલ્યાણ સરકારી હાઉસિંગ સોસાયટીમાં વર્ષા ફ્લેટના વેચાણને લઈ ભારે વિવાદ થયો હતો. અહીં પણ અશાંત ધારાની ધજ્જિયાં ઉડાવી અનેક મુસ્લિમ પરિવારોએ સંપત્તિ ખરીદી લીધી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પ્રશાસને તાબડતોબ કાર્યવાહી કરી અશાંત ક્ષેત્ર ધારાના ભંગ બદલ વર્ષા ફ્લેટમાં રહેનારા ૧૩ નિવાસીઓને એપાર્ટમેન્ટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે સાથે ફ્લેટના બિલ્ડરો અને માલિક વિરુદ્ધ આ મામલે એફઆઈઆર દાખલ કરાઈ હતી.
 

ટિહરી ડેમની સરકારી જમીન પર મસ્જિદ બાંધી દેવાઈ

 
તાજેતરમાં જ ટિહરી ડેમની સરકારી જમીન પર પણ અતિક્રમણ કરવાની ઘટના મુદ્દે પણ ભારે ધમસાણ મચ્યું હતું. રિપોર્ટ મુજબ અહીંની ખંડ-ખાલા કોટિ કોલોની નજીક એક અવૈધ મસ્જિદ બાંધી દેવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, ટિહરી ડેમના બંધના નિર્માણ સમયે અહીંની આસપાસની હિન્દુ વસતીની જમીનો ખાલી કરાવી દીધી પણ બંધના બાંધકામ સમયે નમાજ માટે બનાવેલી કાચી મસ્જિદને સરકાર હટાવી શકી નહતી. ધીરે ધીરે ૧૫૦ વર્ગ મીટર જમીન આ મસ્જિદના કબજામાં આવી ગઈ હતી. જોકે સ્થાનિકો હવે આ જગ્યાને મુક્ત કરાવવા મેદાને પડ્યા હતા. સ્થાનિકોનો આરોપ હતો કે, દર શુક્રવારે મોટી સંખ્યામાં મુસ્લિમો અહીં નમાજ અદા કરવા ઊમટી પડે છે. નમાજ અદા કરી મોટાભાગના કટ્ટરવાદી મુસ્લિમો જાહેર રસ્તાઓ પર કબજો કરી લે છે, જ્યારે મહિલાઓ પસાર થતી હોય છે. તે લોકો દ્વારા મહિલાઓની છેડતી કરે છે. જો કે સ્થાનિક લોકોના વિરોધ બાદ ઉત્તરાખંડ સરકારે ગેરકાયદેસર મસ્જિદને દૂર કરી દેવી પડી હતી. દૈનિક જાગરણના અહેવાલ મુજબ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં મુસ્લિમ આબાદીમાં અચાનક વધારો થયો છે. અહીંના ત્રણ ડઝનથી વધારે વિસ્તારો એવા છે કે જ્યાં બે દાયકામાં જ મુસ્લિમોની આબાદી અઢી ગણી વધી ગઈ છે. ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન અહીં મુસ્લિમોની આબાદીમાં ૪૫ ટકા જેટલો વધારો થયો છે. હાલ આ આંકડો ખૂબ જ વધી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
 

દિલ્હી - જામિયા નગરમાં મંદિરની જમીન પર જેહાદીઓનો કબજો

 
તાજેતરમાં દિલ્હીના મુસ્લિમ બાહુલ્ય એવા જામિયાનગરના નૂર વિસ્તારમાં પણ એક હિન્દુમંદિર પર રાતોરાત કબજો કરી લેવાની ઘટના બની હતી. આ વિસ્તારના એક માત્ર મંદિરની પાસેની ધર્મશાળાના એક ભાગને રાતોરાત તોડી પાડી તેના પર અતિક્રમણ કરી લેવામાં આવ્યું હતું અને પાકું બાંધકામ પણ કરી દેવામાં આવ્યું હતું. જો કે સોશિયલ મીડિયા પર આ અંગેના વીડિયો વાયરલ થયા બાદ અને સામાજિક કાર્યકર્તાની ફરિયાદ બાદ હાઈકોર્ટેં ખુદ આ મામલે દખલ કરી બાંધકામને અટકાવવાના આદેશ આપ્યા છે.
 

રાજસ્થાન લેન્ડ જેહાદને લઈ હિન્દુ પલાયન કરવા મજબૂર

 
થોડા દિવસો પહેલાં રાજસ્થાનના ટોક જિલ્લાના માલપુરાના હિન્દુઓએ પણ પોતાને જમીન જેહાદીઓથી બચાવી લેવાની રાવ લગાવી હતી. અહીંના ધારાસભ્ય કનૈયાલાલ મુજબ હવે અહીંના હિન્દુઓ પલાયન માટે મજબૂર થઈ ગયા છે. અહીં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા જમીન મોંમાગી કિંમત આપી ખરીદી લેવામાં આવે છે. ત્યાર બાદ આજુબાજુના લોકોને હેરાન કરવાનું શરૂ કરી દેવામાં આવે છે. અહીંના હિન્દુઓની બહેન-બેટીઓની છેડતી કરે છે. હિન્દુઓનાં ઘરોમાં હાડકાં નાખવામાં આવે છે. પરિણામે ત્રાસીને ૬૦૦ જેટલા હિન્દુ પરિવારો પોતાની માલ-મિલકત મફતના ભાવમાં વેચીને ચાલ્યા ગયા છે.
 

ફારુક અબ્દુલ્લા ગુલામ નબી આઝાદની છત્રછાયામાં જમ્મુમાં લેન્ડ જેહાદ

 
જમ્મુમાં પણ લેન્ડ જેહાદને લઈને એકજૂટ જમ્મુ નામના એક સંગઠને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. સંગઠનના અધ્યક્ષ વકીલ અંકુર શર્મા કહે છે કે, જમ્મુમાં પાછલી સરકારો દ્વારા સુનિયોજિત રીતે લેન્ડ જેહાદને અંજામ આપવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને ગુલામનબી આઝાદની છત્રછાયામાં તેને અંજામ આપવામાં આવ્યો હતો. આ બન્ને નેતાઓ હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં આવતાં મુસ્લિમ જનસંખ્યાને સ્ટેટ સ્પોન્સર્ડ તરીકે વસાવવામાં પરિણામે જોતજોતામાં હિન્દુ લઘુમતીમાં આવી ગયા હતા. જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સથી માંડી પીડીપી અને કોંગ્રેસ લેન્ડ જેહાદને પ્રોત્સાહન આપ્યું છે. ફારુક અબ્દુલ્લા અને ગુલામનબી આઝાદે ભટિડીનાં જંગલોની જમીન પહેલાં પોતાની વગ વાપરી કબજે કરી, ત્યાં પછી તેમનાં ઘર બનાવ્યાં. બાદમાં મુસ્લિમોને અહીં વસાવ્યા. સંગઠનના અધ્યક્ષ અંકુલ શર્મા મુજબ ૧૯૯૦ બાદ જમ્મુમાં ૧૦૦૦૦૦ ઘરોનું નિર્માણ થયું છે. ૧૯૯૪માં જમ્મુ-શહેરમાં માત્ર ૩ મસ્જિદો હતી. આજે ૧૦૦થી વધુ મસ્જિદો બાંધી દેવામાં આવી છે. એક સમયે જમ્મુમાં ભટિંડી, નરવાલ, સુજવામ, કાલચુક, પીરબાબા મહોલ્લા, પૂંછી મહોલ્લા, છન્નીરામા સહિતમાં અનેક વિસ્તારોમાં મુસ્લિમોની જનસંખ્યા ૮૦ ટકા પહોંચી ગઈ છે. સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે હવે મુસ્લિમો સાંબા, કઠુઆ, પૂંછ, રંજીન જેવા હિન્દુ બહુલ્ય વિસ્તારો પર પોતાના દાવા ઠોકવા માંડ્યા છે. અહીંના નાગરોટા પાસે તાવી નદી પાસે મુસ્લિમ કોલોનીઓ બની ગઈ છે, જેને કારણે નાગરોટાની સૈન્ય છાવણી પણ ઘેરાઈ ગઈ છે. આ સિવાય જમ્મુમાં રેલવે પાટાઓની આસપાસના વિસ્તારો પણ મુસ્લિમ અતિક્રમણના નિશાને છે. જમ્મુ- શ્રીનગર હાઈવે અને જમ્મુ પૂછ હાઈવે પર ઢાળા રેસ્ટોરન્ટ, શાક, ફળની દુકાનો હેડક્રાફ્ટ વગેરે વ્યવસાયોના નામે પણ અહીં અતિક્રમણ થઈ રહ્યું છે. આ તો માત્ર તાજેતરની જ થોડીક ઘટનાઓની વાત છે. પરંતુ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ર્ચિમ બંગાળ કે આસામ છાસવારે દેશના કોઈને કોઈ ભાગમાંથી હિન્દુઓની જમીન પચાવી પાડવા કે હિન્દુ પલાયનના સમાચારો આવતા જ રહે છે.
 

ઉપસંહાર । લેન્જ જેહાદીઓથી સાવચેત રહીએ અને લોકોને સાવચેત કરીએ

 
દરેક ભારતીય નાગરિકને દેશના કોઈપણ ભાગમાં વસવાનો અધિકાર છે અને આપણું બંધારણ પણ કોઈની પણ સાથે કોઈપણ પ્રકારના ભેદભાવ ન કરવાનું સુનિશ્ર્ચિત કરે છે. એટલું જ નહીં બંધારણ પ્રત્યેક નાગરિકની સુરક્ષાનો અધિકાર પણ આપે છે. પરંતુ જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોનો ઇતિહાસ જોઈએ તો જ્યાં જનસંખ્યા પરિવર્તનને કારણે હિન્દુઓને પોતાની ધાર્મિક ઓળખ બચાવવા માટે પલાયન કરવું પડ્યું હતું. ત્યારે દેશના અનેક વિસ્તારોમાંથી હાલ જે પ્રકારના અહેવાલો આવી રહ્યા છે. તેને એક ચેતવણીના રૂપમાં લેવા જ રહ્યા. આપણે જાણીએ કે કેવી રીતે વિધર્મીઓ પ્રાઈવેટ અને સરકારી જમીનોને પચાવી પાડે છે. અને ત્યાં જેહાદના વરવા રૂપને અંજામ આપે છે. આસામના મંદિર, મઠ કે જંગલમાં આજે જેહાદીઓનો કબજો છે. નૈનિતાલને પણ ઇસ્લામિક રંગ આપવાનું સંપૂર્ણ ષડયંત્ર થઈ ગયું છે. ગુજરાતમાં અનેક શહેરો આ જેહાદીઓનો અડ્ડો બની રહ્યા છે. દિલ્હી, રાજસ્થાન જેવા શહેરોના અનેક વિસ્તારોમાંથી હિન્દુઓ દુઃખી હૃદયે પલાયન થઈ રહ્યાં છે. આ તો માત્ર, થોડાંક જ ઉદાહરણ છે. જો હિન્દુઓ નહીં ચેતે તો થોડા જ સમયમાં તેમણે તેમના ઘર-બહાર છોડવાનો વખત આવશે. લેન્ડ જેહાદ હિન્દુ સમાજ માટેની એક લાલબત્તી છે. આપણી આસપાસ આવી કોઈપણ ઘટના આકાર લઈ રહી હોય તો તુરત જ સુરક્ષા એજન્સીઓનો કે પોલીસનો સંપર્ક કરીએ. પૂરતી છણાવટ વગર જમીન-મકાનની ભાગીદારી કોઈ સાથે ન કરીએ. આપણી આસપાસ એવા કોઈક ભાડૂઆત પણ ન આવે તેની કાળજી રાખીએ. આ બધી નાની નાની બાબતો લેન્ડ જેહાદની મોટી આફતથી સમગ્ર હિન્દુ સમાજને બચાવશે. સાવચેત રહીએ અને અન્યને પણ સાવચેત કરીએ. સુરક્ષિત રહીએ અને અન્યને પણ સુરક્ષા પૂરી પાડીએ.