અંગ્રેજોએ ભારતની વિકસિત શિક્ષણપદ્ધતિને ધ્વસ્ત કરી | ભાગ - ૨

    25-Oct-2021
કુલ દૃશ્યો |

indian education british  
 
 
ઓસ્ટ્રિયાના એક મિશનરી, જોન ફિલિપ વેસ્ડિન અઢારમી સદીના અંતભાગમાં કેરળના મલબારમાં કાર્યરત હતા. 1776થી 1789 સુધી તેઓ કેરળમાં હતા. તેમણે યૂરોપ પાછા જઈ 1996માં રોમમાં પોતાનો લેખ (જેને તેમણે એકાઉંટ કહ્યું છે.) પ્રકાશિત કર્યો.
 
તેમાં તેઓ લખે છે, The education of youth in India is much simpler, and not near so expensive as in Europe. The method of teaching writing was introduced into India, two hundred years before the birth of Christ, according to the testimony of Megasthenes, and still continued to be practiced.
 
મિશનરી બન્યા પછી લીધેલા Fra Paolino Da Bartolomeo નામથી લખેલા આ આલેખમાં તેઓ આગળ કહે છે કે, ‘આ કક્ષાઓના શિક્ષકો, નાની વાર્તાઓ અને શ્ર્લોકોના માધ્યમથી નૈતિક અને સદાચારપૂર્ણ શિક્ષણ આપે છે. તેમણે તે શાળાઓમાં ભણાવાતા બધા વિષયોની યાદી પણ આપી છે. તે વિષયો છે, કવિતા, વનસ્પતિશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, નૌકાનયનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, નિ:યુદ્ધ (માર્શલ આર્ટ), મૌન, સ્વાધ્યાય વગેરે.
 
તેઓ કહે છે, ‘ભારતીયોની આ શિક્ષણપદ્ધતિથી વિદ્યાર્થીઓનું વ્યાવસાયિક જ્ઞાન દૃઢ અને ઉન્નત થાય છે.’ આ બધું લખતી વખતે તેઓ ડિડોરસ સિકુલસ, સ્ટાબો, આરિયન વગેરે ગ્રીક (યૂનાની)વિદ્વાનોના સંદર્ભો આપે છે.
 
આ બધું લખ્યા પછી, ફ્રા પાઓલિનો દા બાર્ટોલોમીઓ (પહેલાનું નામ-જોન ફિલિપ વેસ્ડિન) લખે છે, Indian do not follow that general and superficial method of education, by which children are treated as if they were all intended for the same condition and for discharging the same duties.
 
તેમણે આગળ લખ્યું છે, By the time of Alexander the Great, the Indian had acquired such skill in the mechanical arts, that Nearchus, the commander of Alexander’s fleet, was much amazed at the dexterity (નિપુણતા / કૌશલ) with which they (Indians) imitated the accoutrements of the Grecian soldiers. આગળ લખ્યું છે, It however can not be denied that the arts and sciences in India have greatly declined since the foreign conquerors expelled the native kings, by which several have been laid extremely waste and the cast confounded with each other.
 
એમ પણ મનાય છે કે અંગ્રેજો આવતા પહેલાં, શિક્ષણ પર બ્રાહ્મણોનો જ એકાધિકાર હતો. પરંતુ અંગ્રેજોએ પ્રારંભિક કાળમાં દેશના વિવિધ ભાગોમાં જે સર્વેક્ષણો કર્યાં તેમાંથી મળેલી વિગતો (ડેટા) આ (મિથક) હવાઈ માન્યતાને પૂર્ણરૂપે ધ્વસ્ત કરે છે. આ ખોટી વાત, અંગ્રેજી શાસનના પ્રારંભિક દિવસોમાં ઈસાઈ મિશનરી અને શિક્ષણવિભાગમાં કામ કરી રહેલા અંગ્રેજોએ ફેલાવી છે.
 
સર્વેક્ષણોથી પ્રાપ્ત વિગતો (ડેટા)અનુસાર વર્ષ 1825ની આસપાસ, શાળામાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યા હતી 1,75,089. (એક લાખ, પંચોતેર હજાર નેવ્યાશી) તેમાં માત્ર 42,502(બેતાળીસ હજારપાંચસો બે) જ બ્રાહ્મણ વિદ્યાર્થીઓ હતા. બ્રાહ્મણેતર સવર્ણ (કથિત) વિદ્યાર્થીઓની સંખ્યા હતી, 19,669 (ઓગણીસ હજાર છસો અગ્ણોસિત્તેર -11%) બાકી રહેલા લોકોમાં 85,400 (પંચ્યાશી હજાર ચારસો) શૂદ્ર (કથિત) અને અન્ય પછાત જાતિઓના હતા. (અંગ્રેજી આંકડા અને નામો પ્રમાણે). મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા 7% હતી. મદ્રાસ પ્રેસિડેંસી અંતર્ગત મલાબારના જે આંકડા અપાયા છે, તે પ્રમાણે ધર્મશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર વગેરે વિષયોમાં કુલ 1.588 (એક હાજાર પાંચસો અઠ્યાસી) વિદ્યાર્થીઓ હતા. તેમાં બ્રાહ્મણોની સંખ્યા 639 (છસ્સો ઓગણચાળીસ). અંગ્રેજોએ આપેલી વિગતો અનુસાર ‘શૂદ્ર’ સંજ્ઞાથી ઓળખાતા 254 (બસો ચોપન) વિદ્યાર્થીઓ હતા. અન્ય પછત (કથિત) જાતિના વિદ્યાર્થી 672 (છસો બોંતેર) હતા. ચિકિત્સાશાસ્ત્રના 190 (એકસો નેવું) વિદ્યાર્થીઓમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 31(એકત્રીસ) છે.
 
અંગ્રેજોએ કરેલાં સર્વેક્ષણોમાં, આખા દેશના કોઈ પણ ભાગની વિગતો (ડેટા) ભેગી કરીએ તો પણ નિષ્કર્ષ એક જ નીકળે છે. અર્થાત્ અંગ્રેજો આવતા પહેલાં આપણી શિક્ષણવ્યવસ્થા બધા માટે ખુલ્લી જ હતી, મુક્ત હતી.
 
John Malcolm Ludlow John Malcolm ( (Volumes)
 
John Malcolm Ludlow એ એંગ્લો -બ્રિટિશ બેરિસ્ટર હતા., જેમનો જન્મ 1821માં મધ્યપ્રદેશના નિમચ શહેરમાં થયો હતો. તેમના પિતાજી ઈસ્ટ ઇંડિયા કંપનીમાં અધિકારીપદે હતા. પછી John Malcolm ઇંગ્લેંડ ગયા અને ત્યાં ‘વર્કિંગ મેંસ કોલેજની સ્થાપના કરી. આ કોલેજના વિદ્યાર્થીઓને તેઓએ સમયાંતરે ભારત વિષે જે વ્યાખ્યાનો આપ્યાં તેનું સંકલન ‘બ્રિટિશ ઇંડિયા’ શીર્ષક’થી થયું. આ સંકલન 3 ભાગમાં (volumes) ઉપલબ્ધ છે. આ ’બ્રિટિશ ઇંડિયા’માં જોન માલ્કમ લુડલો કહે છે,’ In every Hindu village, which has retained anything of its form, the rudiments of knowledge are sought to be imparted, there is not a child, who is not able to read, to write, to cipher in the last branch of learning they are confessedly most proficient.
 
’’આ જ બ્રિટિશ ઇંડિયામાં આગળ લખ્યું છે, Where the village system has been swept away by us (Britishers), as in Bengal, here the school system has equally disappeared !
 
ટૂંકમાં, અંગ્રેજો જ્યારે ભારતમાં સત્તાની આસપાસ પહોંચી રહ્યા હતા. ત્યારે ભારતની શિક્ષણવ્યવસ્થા વિકેંદ્રિત હતી. લગભગ બધાં ગામોમાં પાઠશાળાઓ હતી. ગામો દ્વારા આ પાઠશાળાઓની આર્થિક વ્યવસ્થાની ચિંતા થતી હતી. શિક્ષકોનું વેતન સારું હતું, આ પાઠશાળાઓનો સ્તર સારું હતું. (લેટનર તો કહે છે કે તેમનું સ્તર કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ વિશ્ર્વવિદ્યાલયો સાથે સરખાવી શકાય તેવું હતું). એક સુવ્યવસ્થિત શિક્ષણપદ્ધતિ ભારતમાં કાર્યરત હતી.
 

એ જ સમયે ઇંગ્લેંડમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ શું હતી?

 
 
એલેક્ઝાંડર વોકરે ’ભારતીય શિક્ષણ’ પર જે પુસ્તક લખ્યું છે, તેમાં તેનું વર્ણન છે. વોકર લખે છે, ઇંગ્લેંડમાં સત્તરમી-અઢારમી સદીમાં ઔદ્યોગીકરણનો ઉછાળો (boom) આવ્યો હતો. આ ઔદ્યોગીકરણ, વિદ્યાર્થીઓની યુવાનીને ખાતો જઈ રહ્યો હતો. બાળકોને આ ઉદ્યોગોમાં ઉછાળો આવ્યો હતો. આ ઔદ્યોગીકરણ વિદ્યાર્થીઓની યુવાની ખાઈ રહ્યો હતો. બાળકોને આ ઉદ્યોગોમાં, કઠિન પરિસ્થિતિમાં, કામમાં હોમી દેવાતા હતા. બાલ શ્રમિકોના વિરોધ માટે કોઇ કાયદો નહોતો.
 
ઇંગ્લેંડમાં ઑક્સફોર્ડ, કેંબ્રિજ, એડિનબર્ગ વગેરે વિશ્ર્વવિદ્યાલયો તેરમી-ચૌદમી શતાબ્દીથી હતાં. અઢારમી શતાબ્દી સુધી ઇંગ્લેંડમાં 500 ગ્રામર સ્કૂલ્સ હતી, પરંતુ તેમની પહોંચ જનસામાન્ય સુધી નહોતી. શિક્ષણ મોંઘું હતું અને સમાજનો અભિજાત (ઉચ્ચ-આર્થિક રીતે) વર્ગ જ તે મેળવી શકતો હતો. વર્ષ 1792માં આખા ઇંગ્લેંડની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 40,000 હતી. સામાન્ય વર્ગ માટે ‘બાળકને બાઇબલ વાંચતાં આવડે એટલે સારું શિક્ષણ મળી ગયું’ એમ મનાતું હતું.
એવી પૃષ્ઠભૂમિમાં, એંડ્ર્યૂ બેલ નામના શિક્ષણશાસ્ત્રીએ સન 1820ની આસપાસ ભારતીય શિક્ષણવ્યવસ્થાનું અધ્યયન કરી ઇંગ્લેંડની શાળાઓ માટે એક પ્રણાલી વિકસિત કરી, જે આજે પણ મોનિટોરિયલ સિસ્ટમ અથવા મદ્રાસ સિસ્ટમ તરીકે ઓળખાય છે. મદ્રાસ સિસ્ટમ એટલા માટે કે એંડ્ર્યૂ બેલ અને જોસેફ લંકાસ્ટરે મદ્રાસ વિસ્તારના એગમોરમાં શાળાઓનું અધ્યયન કરી આ પ્રણાલી વિકસિત કરી.
 
આ પદ્ધતિમાં શિક્ષણ સસ્તું હતું. એક જ શિક્ષક વિદ્યાર્થીઓના મોટા સમૂહને ભણાવતો હતો. તે કક્ષાના ‘કક્ષા નાયકો’ (મોનિટર્સ-monitors)ની મદદ લેતા હતા. તે ‘કક્ષા નાયક’ તે વિદ્યાર્થીઓમાંથી જ રહેતા હતા. જે થોડા વધુ તેજસ્વી રહેતા. આ બાળકો (monitors), પોતાના સમૂહનાં બાળકોને નિયંત્રિત કરતા હતા. તેને જ ‘મોનિટોરિયલ સિસ્ટમ’ અથવા ‘મદ્રાસ સિસ્ટમ’ તરીકે ઓળખાઈ.
 
એંડ્ર્યૂ બેલ, એક ખાનગી શિક્ષક (પ્રાઇવેટ ટ્યૂટર)ના રૂપમાં પોતાની કેરિયર બનાવવા ઇચ્છતા હતા. ફેબ્રુઆરી 1787માં તેઓ ભારતના દક્ષિણ કિનારે, મદ્રાસ પહોંચ્યા. મદ્રાસ પ્રેસિડેંસીમાં તેઓ દસ વર્ષ રહ્યા. તેમણે કેરળમાં જોયું કે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની સાથેના જ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તે પછી આ વ્યવસ્થાની વધુ જાણકારી લીધા પછી, એંડ્ર્યૂ બેલના મગજમાં ‘મોનિટોરિયલ શિક્ષણ પદ્ધતિ’ની કલ્પના સાકાર થઈ. તેમણે ઇંગ્લેન્ડ જઈને જોસેફ લંકેસ્ટર સાથે મળીને આ પ્રણાલીની પાઠશાળાઓનો પ્રારંભ કર્યો, જેને વ્યાપક સમર્થન મળ્યું. અને આમ ભારતીય શિક્ષણ પદ્ધતિ પર આધારિત શાળાઓ ઇંગ્લેંડમાં શરૂ થઈ.
 

અને આપણને ભણાવાતું રહ્યું કે ભારતની શિક્ષણપદ્ધતિ અંગ્રેજોએ નિર્માણ કરી

 
ભારતમાં ઈસ્ટ ઇંડિયા કંપનીના વ્યાપારને વધુ મજબૂત બનાવવા માટે, બ્રિટનની સંસદે એક ‘ચાર્ટર અધિનિયમ’ જાહેર કર્યો. 1813નો ચાર્ટર અધિનિયમ નામથી તે પ્રસિદ્ધ છે. આ અધિનિયમ અનુસાર ભારતમાં ઇસ્ટ ઇંડિયા કંપનીના શાસનને લાગુ કરવામાં આવ્યું. અર્થાત્ તેની અંતર્ગત, ભારત પર બ્રિટનના રાજાની સંપ્રભુતા સિદ્ધ કરી દેવાઈ. ચાર્ટર અધિનિયમમાં, મિશનરીઓને ભારત જઈને ઈસાઈ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની અનુમતિ આપવામાં આવી હતી.
 
લોકતંત્ર તરફ પોતાનો પ્રેમ બતાવવા, બ્રિટનની સંસદે, આ અધિનિયમ અંતર્ગત એમ કહ્યું કે ’ભારતને શિક્ષિત કરવું તે બ્રિટનની જવાબદારી છે.’ (અધિનિયમના એ વાક્યથી અંગ્રેજોએ એ વાત સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો કે અંગ્રેજો ભારત પહોંચ્યા તે પહેલાંનું ભારત ગમાર અને અભણ (અશિક્ષિત) હતું). અર્થાત્ ઈસ્ટ ઇંડિયા કંપનીને કહેવામાં આવ્યું કે શિક્ષણ પર વધુ પૈસા ખર્ચે અને આ નેટિવોને (ભારતીયોને) ’બરાબર’ શિક્ષિત કરે. હવે મુદ્દો ઊઠ્યો કે શિક્ષણ કોને આપવું છે ? કઈ ભાષામાં આપવાનું છે ? અને કઈ રચનાથી (કઈ સિસ્ટમથી, કયા વિભાગ દ્વારા) આપવાનું છે.?
 
ભાષાના મામલામાં અંગ્રેજોમાં પણ બે મત હતા. એક મતના સમર્થકો કહી રહ્યા હતા કે ભારતીય ભાષાઓમાં, ખાસ કરીને સંસ્કૃતમાં, ભારતીયોને શિક્ષણ આપવું જોઈએ. આ મતના લોકોએ ભારતીય જ્ઞાનનો વૈભવ જોયો હતો. તેમને એ ખબર હતી કે, ભારતીય જ્ઞાનપરંપરા ઇંગ્લેન્ડની જ્ઞાનપરંપરા કરતાં વધુ પ્રાચીન અને સમૃદ્ધ છે.
 
પરંતુ આ ’ઑરિએંટલિસ્ટ વિચારધારા’ના સમર્થકો અત્યંત અલ્પમતમાં હતા. *મોટા ભાગના અંગ્રેજોને લાગતું હતું કે ભારતીયોની પોતાની કોઈ શિક્ષણપદ્ધતિ નથી. એ તો રૂઢિચુસ્ત અને પછાત લોકો છે. તેમને અંગ્રેજીમાં જ શિક્ષિત કરવા જોઈએ.
 
1818માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ મરાઠાઓને હરાવી લગભગ આખા દેશ પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો હતો. હવે તો આ શિક્ષણવ્યવસ્થાને, ર્યાસતો ભારતીય ખંડિયા રાજ્યો શેષ (બાકીનાં) ભારતમાં લાગૂ કરવી સરળ હતી. યુદ્ધનું વાતાવરણ પણ નહીંવત્ હતું. એટલે ઈસ્ટ ઇંડિયા કંપની, આ વ્યવસ્થાના અમલીકરણમાં લાગી ગઈ.
 
 
એને લઈને લોર્ડ થોમસ બાબિંગ્ટન મેકોલેએ (Lord Thomas Babington Macauly) 2 ફેબ્રુઆરી 1835માં પોતાનો રિપોર્ટ (અહેવાલ)કંપનીને સોંપ્યો. આ મેકોલેના ‘મિનટ ઑફ એજ્યુકેશન’ નામથી પ્રસિદ્ધ છે. તે અનુસાર, ભારતીયોને અપાનારું શિક્ષણ ‘કંપનીનાં વ્યાપારિક હિતો’ને ધ્યાનમાં રાખીને જ આપવું જોઈએ. મેકોલેના અભિપ્રાય અનુસાર, અંગ્રેજી ઉપનિવેશ (colony) જો દૃઢ કરવો હોય તો ભારતીયોનાં મૂળિયાં હચમચાવવાં પડશે. તેમને બ્રિટિશ ઉપનિવેશના રંગમાં રંગવું પડશે. મેકોલેનો આ રિપોર્ટ(અહેવાલ)મૂળ રિપોર્ટ વાંચવો જોઈએ. તેમાં કુલ 36 મુદ્દાને આધારે મેકોલે પોતાની વાત પ્રસ્તુત કરે છે. આખા રિપોર્ટમાં ભારતીયો અને ભારતીય ભાષાઓના સંદર્ભમાં મેકોલે અત્યંત તુચ્છતાપૂર્વક અને નિમ્નસ્તરના શબ્દોમાં ઉલ્લેખ કરે છે. ‘ભારતીયો માટે ‘નેટિવ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. અંગ્રેજી જાણનારા નેટિવો મેકોલેની ભાષામાં ‘લર્નેડ નેટિવ (સુશિક્ષિત સ્થાનિકો) છે. તેમના જ શબ્દોમાં કેટલાંક બિંદુઓ,
 
"All parties seem to be agreed on one point, that the dialects commonly spoken among the natives of this part of India contain neither literary nor scientific information, and are moreover so poor and rude that, until they are enriched from some other quarter, it will not be easy to translate any valuable work into them. It seems to be admitted on all sides, that the intellectual improvement of those classes of the people who have the means of pursuing higher studies can at present be affected only by means of some language not vernacular amongst them.
"I have no knowledge of either Sanscrit or Arabic. But I have done what I could to form a correct estimate of their value. I have read translations of the most celebrated Arabic and Sanscrit works. I have conversed, both here and at home, with men distinguished by their proficiency in the Eastern tongues. I am quite ready to take the oriental learning at the valuation of the orientalists themselves. I have never found one among them who could deny that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia. The intrinsic superiority of the Western literature is indeed fully admitted by those members of the committee who support the oriental plan of education.
 
" When we pass from works of imaginationto works in which facts are recorded and general principles investigated, the superiority of the Europeans becomes absolutely immeasurable. It is, I believe, no exaggeration to say that all the historical information which has been collected from all the books written in the Sanscrit language is less valuable than what may be found in the most paltry abridgments used at preparatory schools in England. In every branch of physical or moral philosophy, the relative position of the two nations is nearly the same.
 
આ જ રિપોર્ટના છેલ્લા ભાગમાં, 34મા મુદ્દે, મેકોલેએ જે લખ્યું છે તે ભયંકર છે. 1947 સુધી અંગ્રેજી શાસન આ જ વિચારને આધારે ચાલ્યું અને દુર્ભાગ્યે, સ્વતંત્રતાપ્રાપ્તિ પછી પણ આપણા તત્કાલીન રાજ્યકર્તાઓએ આ જ વિચારપ્રવાહને આગળ વધાર્યો. શું છે આ બિંદુઓ ?
 
34ના મુદ્દે મેકોલે લખે છે, ’આપણા સીમિત સંસાધનો સાથે આખા ભારતને શિક્ષિત કરવું શક્ય નથી. એટલે આપણે એક એવો વર્ગ તૈયાર કરવો જોઈએ, જે આપણી અને નેટિવ વચ્ચે દુભાષિયા તરીકે કામ કરે અને આપણી વાતોનો અમલ તેમની પાસે તેમના દ્વારા કરાવી લે. આ વર્ગ એવો હોવો જોઈએ, જે લોહીથી અને રંગથી ભારતીય હોય પરંતુ મન અને મગજથી તેઓ અંગ્રેજ હોય....’
 
"In one point I fully agree with the gentlemen to whose general views I am opposed. I feel with them that it is impossible for us, with our limited means, to attempt to educate the body of the people. We must at present do our best to form a class who may be interpreters between us and the millions whom we govern, --a class of persons Indian in blood and colour, but English in tastes, in opinions, in morals and in intellect. To that class we may leave it to refine the vernacular dialects of the country, to enrich those dialects with terms of science borrowed from the Western nomenclature, and to render them by degrees fit vehicles for conveying knowledge to the great mass of the population.
 
આ દિવસોમાં લોર્ડ વિલિયમ બેંટિક ભારતના ગવર્નર જનરલ હતા. 1828ની 4 જુલાઈથી 20 માર્ચ 1835 સુધી તેમનો કાર્યકાળ રહ્યો. પોતાના કાર્યકાળના છેલ્લા દિવસોમાં તેમણે લોર્ડ મેકોલેના ’મિનટ્સ’ને સંમતિ આપી. બ્રિટિશ પાર્લામેંટમાં English Education Act 1835 પસાર કરાવ્યો. તે દિવસોમાં ન્યાયાલયોમાં ચાલતી ફારસી ભાષાને સ્થાને અંગ્રેજી પ્રસ્થાપિત કરી.
 
અને તે પછી ભરતની શિક્ષણ- પદ્ધતિનો એકમાત્ર ઉદ્દેશ, ભારતીયોને અંગ્રેજી માનસિકતામાં ઢાળવા એટલો જ રહી ગયો.
1844માં હેનરી હાર્ડિંગ્ઝ ભારતના ગવર્નર જનરલ બન્યા. તેઓ સેનાની હતા. ફીલ્ડ માર્શલ રહી ચૂક્યા હતા. ફર્સ્ટ વાયકાઉંટ હાર્ડિંગ તેમની પદવી હતી. તેમને જ્યારે ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા ત્યારે બ્રિટિશ સેના ઉત્તર પશ્ચિમ ભાગમાં શીખો સાથે લડી રહી હતી.
 
હેનરી હાર્ડિંગ્સે ગવર્નર જનરલનો પદભાર સંભાળ્યા પછી તરત ઘોષણા કરી કે, ’જે લોકોએ અંગ્રેજી શાળામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તે બધાને સરકારી નોકરીઓમાં અગ્રક્રમ આપવામાં આવશે.
 
એના દસ વર્ષમાં જ, અર્થાત્ 1854માં સર ચાલ્ર્સ વુડે ભારતના તત્કાલીન ગવર્નર જનરલ બોર્ડ ડેલહાઉઝીને એક પત્ર લખ્યો, જેને ‘વુડ્સ ડિસ્પેચ’ કે ‘વુડનું ઘોષણાપત્ર’ કહેવામાં આવે છે. તેને ‘ભારતમાં અંગ્રેજી શિક્ષણનો મેગ્નાકાર્ટા’ પણ કહેવાય છે. (‘મેગ્ના કાર્ટા’ કે ‘ગ્રેટ ચાર્ટર’ એ એક દસ્તાવેજ છે, જે 15 જૂન 1215ને દિવસે થેમ્સ નદીને કિનારે કિંગ જ્હોને, ઇંગ્લેંડમાં રાજનૈતિક સ્વતંત્રતાના સંદર્ભમાં હસ્તાક્ષર કરી લાગુ કર્યો હતો.
 
સર ચાર્લ્સ વુડ (1800-1885), બ્રિટિશ પાર્લામેંટના સભ્ય હતા. તેઓ 1852થી 1855 સુધી ’બોર્ડ ઓફ કંટ્રોલ’ના અધ્યક્ષ પણ હતા. પોતાનાં ઘોષણાપત્રમાં તેમણે ભારતમાં અંગ્રેજી શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો. ભારતમાં અંગ્રેજી સત્તા બરાબર સ્થાપિત કરવામાં તેમનો મોટો ફાળો એ હતો કે તેમણે ભારતીયોમાં જ એક ’અંગ્રેજી વર્ગ’ (ઇંગ્લીશ ક્લાસ-પૂર્ણત: અંગ્રેજી માનસિકતા ધરાવતો ભારતીય વર્ગ) નિર્માણ કર્યો. જે અંગ્રેજો અને અંગ્રેજી શાસન તરફ અત્યધિક વફાદાર હતો.
 
આ બધાં કારણે અંગ્રેજી ભાષા, અંગ્રેજી સાહિત્યનું પ્રાબલ્ય પ્રસ્થાપિત થયું. જૂની પરંપરાગત ભારતીય શિક્ષણ પદ્ધતિ પછાત અને રૂઢિચુસ્ત મનાવા લાગી. ધીરે-ધીરે થોડી ઘણી બચેલી ગુરુકૂળ પરંપરા પણ સમાપ્ત થતી ગઈ. અત્યંત સુંદર વિકેંદ્રિત અર્થવ્યવસ્થાની અંતર્ગત ગામડાંઓમાં ચલાવેલી પાઠશાળાઓ બંધ થતી ગઈ અને તેને સ્થાને અંગ્રેજી શાળાઓ ખૂલતી ગઈ.
 
અર્થાત્ ભારતમાં સ્વતંત્ર વિકસિત, પ્રાથમિક શિક્ષણપ્રણાલી, ઇંગ્લેન્ડે અપનાવી, અને આપણી વિકેંદ્રિત શિક્ષણપદ્ધતિને નષ્ટ કરી આપણા પર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ઠોકી બેસાડી.
 
લેખક - પ્રશાંત પોળ
ભાવાનુવાદ - શ્રીકાંત કાટદરે
 
 
***
 
સંદર્ભ
 
1. The British System of Education - Joseph Lancaster (1778 - 1838)
2. The Practical Parts of Lancaster’s improvements and Bell’s experiments - Joseph Lancaster and Andrew Bell. Edited by David Salmon (1932)
3. Improvement in Education, as it respects the Industrious Classes of the Community - Joseph Lancaster
4. Cambridge Essay’s on Education - Arthur Christopher Benson (1919)
5. The Beautiful Tree : Indigenous Indian Education in the Eighteenth Century - Dharmpal
6. Education System in Pre-British India - Ram Swarup
7. A Report on the State of Education in Bengal - William Adam
8. Alternate Perceptions of India : Arguing for a Counter Narrative - Dr. Anirban Ganguly (VIF)
9. British India, its races and its history, considered with reference to mutinies of 1857 - John Malcom Ludlow
10. Background of Macaulay’s Minute - Elmer H. Cutts (Published in American Historical Review - Vol 58, No 4, July 1953)
11. Missionaries in India - Arun Shourie
12. Impact of British Raj on the Education System in India: The Process of Modernization in the Princely States of India - The case of Mohindra College, Patiala - Kanika Bansal (2017)
13. The Tormented Indian Spirit : Redemption or Regression - Bhagini Nivedita
14. The History of British India - James Mill (1848)
15. Sir John Malcolm and the Creation of British India - Jack Harrington (2011)
 
 
ભાગ ૧