સૌથી મોટા મુસ્લિમ બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયામાં હિન્દુ ધર્મની વાપસી – પહેલા રાષ્ટ્રપતિની દિકરી છોડી રહી છે ઇસ્લામ…

    25-Oct-2021
કુલ દૃશ્યો |

indonesia end of islam_1&
 
 
ઇન્ડોનેશિયાના બાલીના સિંગરાજા શહેરમાં સુકમાવતી સુકર્ણોપુત્રી ૨૬ ઓક્ટોબરના દિવસે ઔપચારિકરૂપે ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરશે. સુકર્ણોપુત્રી ઇન્ડોનેશિયાના સંસ્થાપક રાષ્ટ્રપતિ સુકર્ણો અને તેમની ત્રીજી પત્ની ફાતમાવતીની બેટી છે. તે ઇન્ડોનેશિયાના પમાં રાષ્ટ્રપતિ મેગાવતી સોકર્ણોપુત્રીની બહેન પણ છે. તેમના આ નિર્ણયની ખૂબ પ્રસંશા થઈ રહી છે. ૭૦ વર્ષની ઉમરે આવો નિર્ણય લેવો તે તેમને દિગ્ગજ બનાવે છે, એવા દિગ્ગજ જે ઇસ્લામ ઘર્મને અપનાવવાની જગ્યાએ ફરી હિન્દુ ધર્મ અપનાવવા માંગે છે.
 
આજે ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. એક સમયે અહીં હિન્દુ ધર્મનો ખૂબ સારો પ્રભાવ હતો. જે પહેલી શતાબ્દીની શરૂઆતમાં જાવા અને સુમાત્રાના દ્વીપમાં ફેલાયો અને ૧૫મી શતાબ્દી સુધી સમૃદ્ધ થયો. જો કે અહીં ઇસ્લામના આગમન પછી હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને આજે અહીં હિન્દુઓ અલ્પસંખ્યકના દર્જા હેઠળ જીવી રહ્યા છે. આજે પણ ઇન્ડોનેશિયાના હિન્દુ પોતાના પૂર્વજો, વિશેષરૂપે રાજા જયભય અને પુજારી સબદાપાલનની ભવિષ્યવાણિઓ પર વિશ્વાસ રાખે છે.
 

હિન્દુ પુજારીની ભવિષ્યવાણોઓ

 
સબદાપાલન ઇન્ડોનેશિયાના સૌથી શક્તિશાળી મજાપહિત સામ્રાજ્યના રાજા બ્રવિજય પાંચમાના દરબરમાં એક સમ્માનીય પુજારી હતા. જ્યારે દેશનું ઇસ્લામીકરણ થવાની શરૂઆત થઈ અને ૧૪૭૮માં બ્રવિજય રાજાએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો ત્યારે સબદાપાલને રાજાને શાપ આપ્યો હતો. તેમણે દેશમાં કુદરતી સંકટ આવશે તથા રાજનીતિક ભ્રષ્ટાચાર વધવાનો શાપ આપી ૫૦૦ વર્ષ પછી પાછા આવાની સોંગધ ખાધી હતી. આ સાથે પુજારીએ દેશને ઇસ્લામના કબ્જામાંથી દેશને મુક્ત કરાવવાની તથા દેશમાં હિન્દુધર્મ માનનારા લોકોની સંખ્યા વધશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી.
 

indonesia end of islam_1& 
 

રાજા જયભયની ભવિષ્યવાણી

 
રાજા જયભય ૧૧૩૫ થી૧૧૫૭ ઇ.વી. સુધી કિંગડમ ઑફ કેદરીના શાસક હતા અને પૂર્વી જાવા સામ્રાજ્યમાં આપાર સમૃદ્ધિ લાવનાર હતા. તે સમયે એક ભવિષ્યવાણી કરનારા હિન્દુ રાજા જયભયને ‘રતુ આદિલ’ એટલે કે માત્ર રાજા માનવામાં આવતા હતા. જ્યારે આ રાજા સંઘર્ષના સમયમાં હતા ત્યારે પણ તેમને આ દ્વીપ પર સામાજિક વ્યવસ્થા જાળવી રાખી હતી. તેમની ભવિષ્યવાણી આધુનિક ઇન્ડોનેશિયામાં આજે પણ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.
 
તેમના શાસનકાળ દરમિયાન જાવાના લોકોનું માનવું હતું કે હિન્દુ શાસક ભગવાન વિષ્ણુનો અવતાર છે. જયભયે એક શ્લોક થકી ભવિષ્યવાણી કરી હતી. જેને ‘સેરાટ’ જયભયના નામે ઓળખવામાં આવે છે. આ મૌખિક વાતને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવામાં આવી અને સૌથી જુની હસ્તલિખિત પ્રતનું ૧૮૩૫માં અનુવાદ પર કરવામાં આવ્યું. જયભયે ભવિષ્યવાણી કરી હતી કે “પીળા રંગવાળા પુરૂષો આ દ્વીપને ગોરાઓથી મુક્ત કરાવશે. આ વાત સાચી પણ પડી. જાપાનીઓએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇન્ડોનેશિયા પર હુમલો કર્યો હતો અને ડચ સામ્રાજ્યને નષ્ટ થયું હતું. આ હિન્દુ શાસકે ભવિષ્યવાણી કરી હતી કે પીળા લોકો ખૂબ ટૂંકા સમય માટે અહીં રાજ કરશે. જોકે આ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ.
 
પણ અહીંના લોકોને આ હિન્દુ શાસકની વાતો પર આજે પણ વિશ્વાસ છે અને તે દિશામાં આજે ઇન્ડોનેશિયા આગળ વધી રહ્યું હોય એવું લાગે છે…કેમ કે ૭૦ ની ઉમરે સુકમાવતીએ હિન્દુ ધર્મ અપનાવાનો નિર્ણય કર્યો છે. તે પોતાના ધર્મમાં પાછી આવવા માંગે છે. તેમની દાદી ન્યોમન રાય સિરિમ્બેન પણ હિન્દુ છે જે બાલીના રહેવાસી છે. સુકર્ણોપુત્રીએ પહેલા અનેક હિન્દુ સમારોહમાં ભાગ લીધો હતો અને હિન્દુ ધર્મના પ્રમુખો સાથે વાત પણ કરી છે. તમના આ નિર્ણય તેમના પરિવારે પણ આવકાર્યો છે. તેમના ત્રણ બાળકો છે તેમણે પણ માતાના આ નિર્ણયનો સ્વીકાર કર્યો છે.