જે દિવસે વિશ્ર્વમાંથી ભૂખમરાનો અંત આવશે તે જ દિવસથી ખ્રિસ્તીઓની વટાળપ્રવૃત્તિની દુકાન બંધ થઈ જશે : એસ્થર ધનરાજ

    04-Oct-2021
કુલ દૃશ્યો |

Esther Dhanraj_1 &nb

# ખ્રિસ્તી ધર્માંતરણનો ભોગ બનેલી એક દીકરીની હૃદયદ્રાવક દાસ્તાન
 
# મારા પરિવારની વિકટ પરિસ્થિતિમાં પાદરીએ વટાળપ્રવૃત્તિની તક શોધી
 
“વ્યક્તિ, પરિવાર કે સમાજની નિર્બળતાઓનો ગેરલાભ ઉઠાવીને લોભ, લાલચ કે ધાકધમકીના માધ્યમથી બિનખ્રિસ્તી લોકોને વટલાવીને ખ્રિસ્તી બનાવવામાં ખ્રિસ્તી પાદરીઓ તથા તેમને આર્થિક પીઠબળ પૂરું પાડતી હજારો સંસ્થાઓ વિશ્ર્વભરમાં કુખ્યાત છે. ધર્માંતરણ દ્વારા રાષ્ટાંતર કરવાના ખ્રિસ્તી પાદરીઓના ષડયંત્રનો ભોગ તેલુગુ ભાષી ધનરાજ પરિવાર પણ બન્યો હતો. વટલાયેલા ધનરાજ પરિવારની એક દીકરીનું નામ બદલીને એસ્થર રાખવામાં આવ્યું. ૧૯૯૨માં વટલાવવામાં આવેલી એસ્થર ૨૫ વર્ષ સુધી ખ્રિસ્તી પંથને અનુસરી. આ ૨૫ વર્ષમાં એસ્થરને ખ્રિસ્તીઓના વટાળપ્રવૃત્તિઓના વૈશ્ર્વિક ષડયંત્રની નખશિખ જાણકારી પ્રાપ્ત થઈ અને તરત જ ત્રણે પુનઃ હિન્દુ બનવાનો નિર્ધાર કર્યો. સ્વગૃહે પરત આવેલી એસ્થર ધનરાજે અમેરિકાની વિખ્યાત લ્યુથર રાઈસ યુનિવર્સિટીમાંથી એમ.એ. પદવી પ્રાપ્ત કરી છે. આજે તેઓ ખ્રિસ્તીઓના વટાળ પ્રવૃત્તિના ષડયંત્ર સામે દેશભરમાં સમાજ-જાગરણનું ભગીરથ કરી રહ્યા છે. પ્રસ્તુત છે ‘ઓર્ગેનાઇઝર’ના પ્રતિનિધિ પ્રદીપ ક્રિશ્ર્નન સાથેના તેમના સાક્ષાત્કારના અંશો...”
 
 
 
એવી કઈ પરિસ્થિતિ આવી પડી કે તમારા પરિવારે ખ્રિસ્તી પંથ સ્વીકારવો પડ્યો ?
 
હું ત્યારે ૧૨-૧૩ વર્ષની હતી. અમે ભુવનેશ્ર્વરમાં રહેતાં હતાં. ત્યારે અમારી પાડોશમાં એક ખ્રિસ્તી ભાઈ રહેવા આવ્યા. તે નોકરી માટે ભુવનેશ્ર્વરમાં આવ્યા હતા, પરંતુ તેમનો પરિવાર તમિલનાડુમાં રહેતો હતો. તેઓ એકલા જ હતા તેથી ક્યારેક મારી માતા તેમને ભોજન પણ મોકલી આપતી, પરંતુ એ દિવસોમાં અમારા પરિવાર ઉપર સંકટ આવી પડ્યું. મારી માતાનું સ્વાસ્થ્ય કથું અને મારા પિતાજીના વ્યવસાયમાં સમસ્યાઓ આવી. અમારી વિકટ પરિસ્થિતિમાં અમારા ખ્રિસ્તી પાડોશીએ વટાળપ્રવૃત્તિની તક જોઈ. તે રોજ અમને ખ્રિસ્તી પંથ અને ઈસુ ખ્રિસ્તની વાતો કરતા. તેવામાં મારી માતાને સારવાર માટે ભાગ્યનગર (આજનું હૈદ્રાબાદ) જવાનું થયું. મારાં માતા-પિતા ભાગ્યનગર હતાં ત્યારે મારાં નાની અમે પાંચ ભાઈ-બહેનોનું ધ્યાન રાખતાં. અમારા આ ખ્રિસ્તી પાડોશી રોજ રાત્રે અમને ખ્રિસ્તીપંથથી થતા લાભોની વાત કરતા અને ઈસુની પ્રાર્થના કરાવતા. ભાગ્યનગરમાં મારા માસીને ઘરે રોકાયા હતા. યોગાનુયોગ મારા માસીના પાડોશી પણ ખ્રિસ્તી હતા. મારાં માતા-પિતાની વિકટ પરિસ્થિતિમાં પણ એ ખ્રિસ્તીને વટાળપ્રવૃત્તિની તક દેખાઈ. તેથી સ્થાનિક પાદરીનો મારાં માતા-પિતા સાથે સંપર્ક કરાવ્યો. ભુવનેશ્ર્વરમાં અમારા ખ્રિસ્તી પાડોશીએ મારા વૃદ્ધ નાનીનું બ્રેઇન વોશિંગ કર્યું, જ્યારે ભાગ્યનગરમાં પેલા ખ્રિસ્તી પાડોશીના માધ્યમથી પાદરીએ વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા મારાં માતા-પિતાનું બ્રેઇન વોશિંગ કર્યું. આમ ૧૯૯૨માં હું માત્ર ૧૨-૧૩ વર્ષની હતી ત્યારે અમારા પરિવારની વિકટ પરિસ્થિતિનો ગેરલાભ લઈને ખ્રિસ્તી પાદરીએ અમને વટલાવીને ખ્રિસ્તી બનાવ્યાં.
 
હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા પછી તમારાં માતા-પિતાએ કોઈ પ્રકારની માનસિક વેદના અનુભવી હતી ?
 
વટાળપ્રવૃત્તિમાં ખ્રિસ્તી પાદરીઓ એટલા નિષ્ણાત હોય છે કે તેઓ તેમના શિકારનું એટલી હદે બ્રેઇન વોશિંગ કરે છે કે વટલાઈને ખ્રિસ્તી બનનાર વ્યક્તિ, પરિવાર કે સમાજને ક્યારેય દુઃખની લાગણી થતી નથી. મને વટલાવનારા ભાગ્યનગરના પેલા પાદરી અમારા પરિવારને નિયમિત રીતે મળતા અને અમારી માનસિક સ્થિતિનો તાગ મેળવતા રહેતા. તેમને કંઈક ‘ગરબડ’ લાગે તો તરત જ અમને (જૂઠાં) વચનો આપીને ખ્રિસ્તી પંથ ન છોડવાનું દબાણ કરતા. યોગાનુયોગ અમારા પરિવાર ઉપરના સંકટનાં વાદળો દૂર થયાં તેને મારાં માતા-પિતાએ ખ્રિસ્તી પંથ સાથે સાંકળી દીધું. પરંતુ મારા નાની તો પાક્કાં હિન્દુ હોવાથી અમારા ખ્રિસ્તી પાડોશીનું ષડયંત્ર નિષ્ફળ ગયું. તેથી જ્યારે માતા-પિતા ભાગ્યનગરથી ભુવનેશ્ર્વર પરત આવ્યાં ત્યારે અમારા હિન્દુ પરિવારમાં અમારા માતા-પિતા ખ્રિસ્તી પંથ અનુસરતા. મને ૧૯૯૨માં વટલાવવામાં આવી. મને લાગે છે કે આરંભિક અસમંજસની સ્થિતિ પછી મારાં માતા-પિતાને વટલાવવા માટે કશો પશ્ર્ચાત્તાપ થયો ન હતો.
 
તમારા જેવો સંપન્ન પરિવાર પરિસ્થિતિવશ વટલાઈ જાય તો વંચિત પરિવારો જો વટાળપ્રવૃત્તિનો
ભોગ બને તે તો સ્વાભાવિક ન ગણાય ?
 
તમને હું વટાળપ્રવૃત્તિનું એક સત્ય જણાવવા માંગું છું. જે દિવસે વિશ્ર્વભરમાંથી ભૂખમરાનો અંત આવશે તે જ દિવસથી ખ્રિસ્તીઓની વટાળપ્રવૃત્તિની દુકાન બંધ થઈ જશે. બીજું, ખ્રિસ્તીઓ માત્ર નિર્ધન કે વંચિતોને જ વટલાવે છે, તેવું નથી. પરિસ્થિતિવશ લાચાર બનેલા સૌ કોઈ ખ્રિસ્તી પાદરીઓની વટાળપ્રવૃત્તિના રડારમાં આવી જાય છે, જેમ કે અમને વંચિત કે નિર્ધન ન હોવા છતાં પરિસ્થિતિવશ લાચારીને કારણે વટલાવવામાં આવ્યાં. પાદરીઓના બ્રેઇન વોશિંગની સામે તમારા શિક્ષણ કે આર્થિક પરિસ્થિતિ ગૌણ બની જાય છે. તેથી વટાળપ્રવૃત્તિના ઠેકેદારો માત્ર શોષિત-વંચિતોને જ વટલાવે છે તેવું નથી. પરિસ્થિતિથી લાચાર બનેલા શિક્ષિત અને સાધન-સંપન્ન પરિવારો પણ વટાળપ્રવૃત્તિના ઠેકેદારોના શિકાર બનતા હોય છે. નોકરી શોધતા શિક્ષિત યુવાનો પાદરીઓના રડારમાં રહેતા હોય છે.
 
તો પછી ૨૫ વર્ષ સુધી ખ્રિસ્તીપંથી બનીને તમે પુનઃ સ્વધર્મમાં કેમ આવ્યાં ?
 
સ્વધર્મમાં પાછા આવવા માટે મેં અમેરિકાની લ્યુથર રાઇસ યુનિવર્સિટીમાં કરેલો માસ્ટર ઓફ ડિવિનીટીનો અભ્યાસ છે. એક કટ્ટર ખ્રિસ્તી તરીકે ખ્રિસ્તીપંથ વિશે ગહન અધ્યયન કરવાની મારી વર્ષોની મહેચ્છા ફળીભૂત થઈ. આ અભ્યાસકાળ સમયે જ મેં ભારતમાં જઈને ‘મૂર્તિપૂજા’ની કુપ્રથા સામે ખ્રિસ્તીપંથનો પ્રચાર કરવાનો મનોમન નિર્ધાર કર્યો હતો. વટાળપ્રવૃત્તિમાં મને એક દિવ્ય કર્તવ્યનાં દર્શન થતાં હતાં. અમેરિકામાં મને માસ્ટર ઓફ ડિવિનીટીના અભ્યાસક્રમમાં વટાળપ્રવૃત્તિનું ઘનિષ્ઠ પ્રશિક્ષણ પ્રાપ્ત થયું. પરંતુ તેવામાં જ એક ચમત્કારિક ઘટના બની. મારા અભ્યાસક્રમમાં ‘સર્વે ઓફ ઓલ્ડ ટેસ્ટામેન્ટ : એન ઇન્ટ્રોડક્શન’ એ પુસ્તકનો અભ્યાસ કરવાનો હતો. વ્યક્તિને વટાળપ્રવૃત્તિના નિષ્ણાત એવા એક કટ્ટર ખ્રિસ્તી બનાવવા માટે ભણાવવામાં આવતા. આ પુસ્તકનું અધ્યયન કર્યા પછી ખ્રિસ્તી પંથ અને બાઈબલમાં વ્યાપ્ત અસંખ્ય વિસંગતતાઓ મારા ધ્યાનમાં આવી અને તે જ ક્ષણે જે પંથને હું રૂઢિચુસ્તપણે છેલ્લાં ૨૫ વર્ષથી અનુસરતી હતી તેમાં રૂઢ થયેલા જુઠ્ઠાણાંઓ અને વિસંગતતાઓનાં અસંખ્ય પ્રમાણ મને માં અને તે જ ક્ષણે ખ્રિસ્તીપંથ ત્યજીને હું પુનઃ સ્વધર્મમાં પરત ફરી.
 
તમારા ખ્રિસ્તીપંથ ઉપરના ઉચ્ચ શિક્ષણ પછી ખ્રિસ્તીપંથ તમને એક રાજકીય ષડયંત્ર લાગે છે ?
 
હા, હવે મને પણ અનેક લોકોના મનમાં રમતો પ્રશ્ર્ન થાય છે કે શું ઈસુ ખ્રિસ્ત ખરેખર જન્મ્યા હતા ? કથિત ઇતિહાસકારો પણ ઈસુના જન્મ અંગે કોઈ ઐતિહાસિક પ્રમાણ આપી શક્યા નથી. તેથી જો ઈસુ ખ્રિસ્તીના અસ્તિત્વ સામે જ પ્રશ્ર્નાર્થ છે તો પછી ખ્રિસ્તી પંથનો આરંભ કેવી રીતે થયો તે પ્રશ્ર્ન પણ ઉદ્ભવે છે. સંભાવનાઓ અનેક છે જેમાંની એક સંભાવના એક તારણહાર વિશે છે, જેને ઈસુ ખ્રિસ્ત સાથે સાંકળવામાં આવે છે. પરંતુ આ કથાનકને રોમ સમ્રાટ કોન્સ્ટન્ટાઇનનું સમર્થન ન હતું. સમ્રાટ કોન્સ્ટન્ટાઇનના કાલખંડમાં એ કથિત તારણહારે પ્રબોધેલા પંથ રોમ અને આસપાસનાં ગણરાજ્યોમાં પ્રસર્યો હતો તેમ છતાં એ સમ્રાટ તો આજીવન પારંપરિક સૂર્યપૂજક જ રહ્યા હતા. કેમ કે તેમનો વિશ્ર્વાસ હતો કે આવા કોઈ તારણહાર જન્મ્યા જ નહતા. જો કે સમ્રાટ કોન્સ્ટન્ટાઇનના મૃત્યુ પછી તેમના વંશજોએ એ પંથને રાજ્યપંથ ઘોષિત કર્યો. આથી આજે પણ ઘણા વિદ્વાનો ખ્રિસ્તીપંથને એક રાજકીય વિચારધારા ગણે છે.
 
વટાળપ્રવૃત્તિમાં જ રચ્ચાપચ્યા રહેતા ખ્રિસ્તી પાદરીઓ તથા હિન્દુ સંતો વચ્ચે તમને શું અંતર જણાય છે ?
 
મને લાગે છે કે માનવીની ભૌતિક આવશ્યકતાઓની આકર્ષક રીતે પૂર્તિ કરવી એ પાદરીની નીતિ છે. તેથી તેઓ આર્થિક ભીંસ ભોગવતા વ્યક્તિની સામે ધનનો ઢગલો પણ ખડકી દે છે ! કેમ કે તેમાં કે વટાળપ્રવૃત્તિની તક દેખાય છે. લાચાર વ્યક્તિમાં ત્યારે નિરક્ષીર વિવેક રહેતો નથી અને એક અપરિચિત પાદરી તેની સામે ધનના ઢગલા શા માટે કરી રહ્યો છે તે વિચારી શકતો નથી. આથી વિપરીત એ જ વ્યક્તિ જો કોઈ મંદિરમાં જઈને ત્યાંના પૂજારીને તેની લાચારી કહેશે તો તે તેને શાબ્દિક સાંત્વના આપશે અથવા તો કોઈ પૂજા કરાવવાની સલાહ આપશે, જેમાં તેને આર્થિક ખર્ચ જ થશે, કેમ કે તે પૂજારી પાસે પાદરીની જેમ કોઈ પ્રકારનું આર્થિક પીઠબળ હોતું જ નથી. તેથી સ્વાભાવિક રીતે જ આવા લોકો પાદરીની આર્થિક જાળમાં ફસાઈને વટલાઈ જતા હોય છે, સામે પક્ષે સામાન્યતઃ હિન્દુ પૂજારી કે સંત ભાગ્યે જ આર્થિક સહાય કરવાનું વિચારે છે.
 
અમેરિકન ખ્રિસ્તી તથા ભારતીય ખ્રિસ્તી વચ્ચે તમને શું અંતર લાગે છે ?
 
ખ્રિસ્તી પંથનું કટ્ટરતાથી અંધાનુકરણ કરવામાં વિશ્ર્વભરના ખ્રિસ્તીઓ એક સમાન છે, તેમાં અમેરિકા કે ભારતના ખ્રિસ્તીઓમાં કોઈ જ અંતર નથી. આ બાબતમાં વિશ્ર્વભરના ખ્રિસ્તીઓ ગાડરિયા પ્રવાહમાં જ ચાલે છે. હા, પણ જ્યારે ખ્રિસ્તીપંથની સર્વોપરિતા સિદ્ધ કરવાની વાત આવે ત્યારે અમેરિકાનો ખ્રિસ્તી વધુ આક્રમક હોય છે કેમ કે ત્યાં ખ્રિસ્તીપંથ ગળથૂથીમાં મળેલો છે. આથી વિપરીત, ભારતના ખ્રિસ્તીને હિન્દુ ધર્મના સનાતની સિદ્ધાંતો સામે પોતાના પંથની સર્વોપરિતા સિદ્ધ કરવાનું કઠિન પડે છે. બીજું, ભારતમાં વટલાનારી વ્યક્તિને પોતાનો મૂળ ધર્મ-અસ્મિતા સંસ્કાર ત્યાગવા પડે છે, જ્યારે અમેરિકામાં આવું નથી. તેથી ભારતના પાદરીએ વટાળપ્રવૃત્તિમાં અનેક સાવધાની રાખવી પડતી હોય છે.
 
સ્વધર્મમાં પરત ફરીને તમે વટાળપ્રવૃત્તિને કેવી રીતે મૂલવો છો ?
 
અમેરિકામાં ખ્રિસ્તી પંથનું ગહન અધ્યયન કર્યા પછી પણ મને એક પ્રશ્ર્નનો ઉત્તર મો નથી કે આ સૃષ્ટિના સર્જક ભગવાનના પ્રચાર માટે કોઈ એક મામૂલી પાદરીની શું આવશ્યકતા છે ? શું ભગવાનના સામર્થ્યની અનુભૂતિ એક મામૂલી પાદરી વિના થઈ શકતી
 
નથી ? બીજું જો ખરેખર જ ઈસુ સાચા અર્થમાં ભગવાન હોય તો ખ્રિસ્તીઓએ ખેલેલાં અસંખ્ય રક્તરંજિત ધર્મયુદ્ધો અને વટાળપ્રવૃત્તિઓ પછી, ઈસુના ૨૦૦૦ વર્ષ પછી પણ શા માટે સમગ્ર વિશ્ર્વ ખ્રિસ્તીપંથી બન્યું નથી ? હું સ્પષ્ટપણે માનું છું કે ધર્મ અને કર્મના માર્ગે ચાલીને પુનર્જન્મના સિદ્ધાંતને અનુસરનારા સૌ કોઈ હિન્દુ છે અને આ માર્ગના અનુસરણ માટે કોઈ વટાળપ્રવૃત્તિની લેશમાત્ર આવશ્યકતા નથી.
 
-  પ્રદીપ ક્રિશ્નન
(સાભાર : ઓર્ગેનાઇઝર, પ્રસ્તુતિ : જગદીશ આણેરાવ)