Facebook, WhatsApp અને Instagram ની સર્વિસ બંધ રહેવાથી તે કંપનીઓને જે નુકસાન થયુ તે આંકડો જાણશો તો ચોંકી જશો!!

    05-Oct-2021
કુલ દૃશ્યો |

social media_1  

માત્ર છ કલાક ફેસબૂકની સર્વિસ બંધ રહેવાથી તેને દર સેકન્ડે આટલા કરોડનું નુકસાન ગયુ!!

Facebook, WhatsApp અને Instagram ની સર્વિસ સોમવારે રાખી રાખ બંધ રહી. જેના કારણે આ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કંપનીની સાથે ફેસબૂકના સીઈઓ માર્ક જકરબર્ગને પણ મોટુ નુકસાન થયું છે.
 
Facebook, WhatsApp અને Instagram ની સર્વિસ સોમવારે આખી રાત બંધ રહી. યુજર્સ આ સોશિયલ મીડિયા આ પ્લેટફોર્મની મુલાકાત લઈ શકતા નહતા અને તેનો ઉપયોગ પણ કરી શકતા ન હતા. કંપનીએ આ માટે યુજર્સની માફી પણ માંગી છે.
 
Facebook, WhatsApp અને Instagram ની સર્વિસ બંધ રહેવાથી તેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આપણને પ્રશ્ન થાય કે આ તો બધા માટે ફ્રી છે. Facebook, WhatsApp અને Instagram ઉપયોગ બધા ફ્રીમાં કરે છે. તો એને સેનું નુકસાન. પણ સમજવા જેવી વાત એ છે કે આપણે જે કોરોડાની સંખ્યામાં તેની સાથે જોડાયા છીએ તે સંખ્યા આ કંપનીઓ માટે પ્રોડક્ટ છે. તે આપણી સંખ્યા જાહેરાત આપવા માંગતી કંપનીઓ માટે એક પ્રોડક્ટની જેમ ઉપયોગ કરે છે. આ કંપનીઓ આપણે જેને ફ્રી માનીએ છીએ તે પ્લેટફોર્મ પર અન્ય કંપનીઓની જાહેરાત કરે છે. જાહેરાત આપણા સુધી પહોંચાડે છે. તેમનું માર્કેટિંગ કરી આપે છે અને બદલામાં કંપનીઓ પાસેથી રૂપિયા લે છે. હવે સોમવારે આ સર્વિસ બંધ રહેવાથી Facebook, WhatsApp અને Instagram થકી જાહેરાત આપણા સુધી ન પહોંચી. જાહેરાત ન થઈ તો પૈસા પણ ન મળે. અને આ જે પૈસા ન મળ્યા તે કરોડોમાં છે.
 
તમને જણાવી દઈએ કે ફેસબૂક દુનિતાની બીજા નંબરની ડિજિટલ એડવર્ટાઈજિંગ કંપની છે. Standard Media Index ના એક રીપોર્ટ પ્રમાણે ફેસબૂકના થોડા કલાક માટે ડાઉન જવાથી તેના સીઇઓ માર્ક જકબર્ગને ૫૨૦૦૦ કરોડ રૂપિયાનું અને ફેસબૂક કંપનીને દર કલાકે ૫,૪૫,૦૦૦ ડોલરનું નુકસાન થયું...
 
રીપોર્ટ પ્રમાણે ફેસબૂકની રોજની કમાણી ૩૧૯ મિલિયન ડોલરની છે એટલે કે દર સેકન્ડે ૩૭૦૦ ડોલર જાહેરાતમાંથી કમાય છે.
 
એટલે એવું કહી શકાય કાલે ફેસબૂક ઠપ રહેવાથી (આપણાં દ્વારા ફેસબૂક ન વાપરવાથી) તેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે... એવું કહેવાઈ રહ્યું છે કે માત્ર ૬ કલાક માટે ફેસબૂકની સર્વિસ બંધ રહેવાથી તેના માલિક જકરબર્ગ અરબપતિઓની યાદીની લિસ્ટમાં નીચે ઉતર્યા છે. હવે બિલ ગેટ્સ તેનાથી આગળ આવી ગયા છે….