996 કલ્ચરના કારણે ચીનના યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે! શું છે આ 996 કલ્ચર? જાણો

    07-Oct-2021
કુલ દૃશ્યો |

996_1  H x W: 0
 
 
૯૯૬ આ આંકડાથી ચીનના યુવાનો હવે કંટાળી ગયા છે. આ આંકડાથી ચીનના યુવાનો હવે મુક્તી મેળવા માંગે છે. તમને ખબર છે કે શું છે આ બલા? ૯૯૬ વર્ક કલ્ચર એટલે શું? વાત એમ છે કે આ આંકડામાં ૯૯ એ કામના કલાક સાથે જોડાલ છે. ૯૯ એટકે સવારે ૯ થી રાતના ૯ કામ કરવાનું અને ૬ એટલે અઠવાડિયામાં ૬ દિવસ કામ કરવાનું. હવે સમજ્યા ૯૯૬ વર્ક કલ્ચર (996 Work Culture) એટલે શું? એક લીટીમાં કહેવું હોય તો દરેકે અઠવાડિયામાં ૬ દિવસ સવારે ૯ થી રાતના ૯ કામ કરવાનું. ભારતમાં જેમ આઠ કલાક છે તેમ ચીનમાં આ ૧૨ કલાક કામ કરવાનું કલ્ચર ત્યાંની સરકારે વિકસાવ્યું છે. આના કારણે ચીનના દરેક નોકરિયાતની સ્થિતિ ખરાબ છે. મીડિયા અહેવાલો પ્રમાણે કામના કારણે અને પ્રેસરના કારણે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે એવા રીપોર્ટ પણ સરકારને મળ્યા છે.
 
ચીનની મોટાભાગની કંપનીમાં સમય કરતા વધારે કામ કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવે છે. આ માટે તેમને વધારાના નાણા કે બોનસ પણ આપવામાં આવતું નથી. ચીનમાં એક આખી પેઢી છે જેણે આ કલ્ચરમાં આખી જિંદગી પૂરી કરી નાખી છે પણ હવે નવી પેઢી આટલું બધું કામ કરવામાં માનતી નથી. તેઓ જે છે તેની સાથે આરામથી રહેવા માગે છે. આ માટે અહીંના યુવાનોએ એક ઝુંબેશ પણ ચલાવી છે તેનું નામ છે “લાઈંગ ફ્લૅટ” જેનો અર્થ થાય છે શાંતિથી કામ કર્યા વગર પડ્યા રહો. આ આંદોલનમાં જોડાવનારા યુવાનોની સંખ્યા પણ બધી રહી છે. લાઈંગ ફ્લૅટ કમ્યુનિટી પણ બની ગઈ છે. આ લોકોનું એટલે યુવાનોનું માનવું છે કે અમારા માતા-પિતા-કાકા-કાકી-માસા-માસી…એ કે તનતોડ મહેનત કરી તેવી મહેનત અમે કરવા માંગતા નથી. તેમણે વારસામાં અમને જે આપ્યુ છે તેમાં અમે ખુશ છીએ અને આગળની જિંદગી જીવવા માંગીએ છીએ. હવે આ આંદોલન કડકાઈથી કામ કરાવતી સરકાર માટે ચિંતા જનક પણ છે.
 
ચીનમાં દાયકાઓથી આ ૯૯૬ વર્ક કલ્ચર ચાલતું આવ્યું છે. અહીં નોકરીનો સમય આ જ છે. નોકરી કરો એટલે ૯ થી ૯ એમ ૧૨ કલાકની કરવી જ પડે. પણ ઉલ્લેખનીય છે કે ચીનના આજના યુવાનોને હવે આ વર્ક કલ્ચર ગમતું નથી. તે આ કલ્ચરને હટાવા માંગે છે. આ માટે ચીનના યુવાનો ચીનની સરકાર સામે આંદોલન પણ ચલાવી રહ્યા છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ કલ્ચરને દૂર કરવા માની ગયા છે. એટલે આવનારા સમયમાં આ ૯૯૬ વર્ક કલ્ચરનાં થોડી ઢીલ મૂકાય તો નવાઈ નહી. પણ ઉલ્લેખનીય વાત એ છે કે ઉત્પાદનમાં નંબર વન રહેનાર ચીન જો આ નીતિમાં ઢીલ મૂકે તો તેના માટે પણ ચિતાનો વિષય છે. ચીનનાની સરકાર આવા આંદોલનને કચડી નાખવા માટે જાણીતી છે પણ આ વખતે તે ચૂપ છે. લાગે છે કે દેશના યુવાનોને તે સાથે લઈને આગળ વધવા માંગે છે. જિનપિંગ કદાચ આ વખતે કોઇ વચ્ચેનો માર્ગ શોધી રહ્યા છે…..