પાથેય । ગુરુનું મહત્ત્વ સમજાવતો એક પ્રેરણાત્મક પ્રસંગ

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

guru prasang_1  
 
 
એક રાજામાં અચાનક અધ્યાત્મભાવ જાગ્યો અને તેણે સાધના કરવાનું નક્કી કર્યું. તેણે મંત્રીને બોલાવી કહ્યું, હું અમુક મંત્રની સાધના કરવા માગું છું. સાંભું છે કે તે મંત્ર ખૂબ જ ફળદાયી છે. મારે તે માટે શું કરવું જોઈએ ?
 
મંત્રીએ જવાબ આપ્યો, મહારાજ, સૌપ્રથમ તો આપ તમારા ગુરુ પાસે જાઓ અને તેમણે ચીંધેલા માર્ગે જ આગળ વધો. પરંતુ રાજા થોડો જિદ્દી હતો.
 
તેણે કહ્યું, પણ મેં એ મંત્ર સાંભો છે અને તે મને આવડે છે, તો પછી હું ગુરુ પાસે જઈ તેમના પગ શું કામ પખાળું ? મંત્રીને ચૂપ રહેવાનું જ યોગ્ય લાગ્યું. રાજા મહિનાઓ સુધી એ મંત્રનો જાપ કરતો રહ્યો. છતાં તેને કોઈ જ ફાયદો થયો નહીં ત્યારે તેઓએ ફરી વખત મંત્રીને બોલાવી સમગ્ર વાત કરી અને મંત્ર પરિણામ કેમ આપી રહ્યો નહીં હોય એ અંગે પૂું. ત્યારે મંત્રીએ આદરપૂર્વક કહ્યું, મહારાજ, મેં તો તમને પહેલાંથી જ કહ્યું હતું કે, મંત્રને વિધિપૂર્વક ગુરુ પાસેથી મેળવ્યા બાદ જ તે પરિણામ આપે છે.
 
રાજા હજુ પણ મંત્રીની વાતથી સહમત ન હતો અને તે એક પછી એક તર્ક આપે જ જતો હતો. મંત્રીએ અચાનક સૈનિકને આદેશ આપ્યો. આ દુષ્ટને હમણાં ને હમણાં કેદ કરો. આવા આદેશથી રાજા અને સૈનિક બન્ને આશ્ર્ચર્યમાં પડી ગયા. મંત્રી વારંવાર રાજાને બંદી બનાવવાનો આદેશ આપી રહ્યો હતો. છેવટે રાજાને ક્રોધ આવ્યો અને સૈનિકોને આદેશ આપ્યો કે, મંત્રીને કેદ કરી કોટડીમાં નાખી દેવામાં આવે. સૈનિકો દ્વારા મંત્રીને કેદ કરવામાં આવ્યો. મંત્રી જોર જોરથી હસવા લાગ્યો અને રાજાને કહ્યું, મહારાજ, હું શરૂઆતથી જ તમને આ જ તો સમજાવી રહ્યો હતો. મૈં સૈનિકોને તમને કેદ કરવાના આદેશ આપ્યા છતાં તેઓએ તે ન માન્યા, પરંતુ તમારા આદેશનો વિના વિલંબે અમલ થયો. તેવી જ રીતે ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા મંત્રમાં તેમની અનુભૂતિ અને અધિકારની શક્તિ હોય છે. ગુરુ તે વ્યક્તિ હોય છે જે કોઈ જ્ઞાનનો સ્વયં પ્રયોગ કરી તેમના શિષ્યના સોંપે છે. માટે જ ગુરુનું મહત્ત્વ સર્વોપરી કહ્યું છે.