# કોણ છે joe biden ?
# Joe Biden એ America ના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા
# વૈશ્ર્વિક હિતો તરફનું બાઈડેનનું વલણ
# ભારતીય મૂળનાં અમેરિકન કમલા હેરિસ ( Kamala Harris ) અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખ (Vice President of amerika ) બન્યાં,
# ૨૦ જેટલાં ભારતવંશીય લોકો, જેમાં ૧૩ મહિલાશક્તિ, બાઈડેન સરકારમાં મહત્ત્વનાં પદો પર નિયુક્ત થયાં.
લોકશાહીનો જય થયો છે એવી ઉદ્ઘોષણા સાથે બાઈડેને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ( Us President Joe Biden ) તરીકે શપથ લેતી વખતે અમેરિકન્સને સત્યનું સંરક્ષણ અને જૂઠને જાકારો આપવાનું વચન આપ્યું. પરંતુ વિશ્ર્વની આ વિરાટ સંસદના ઇતિહાસમાં એક કાળું પ્રકરણેય ભુલાય તેમ નથી. જ્યાં દુનિયાનો ખૂંખાર, હથિયારબદ્ધ આતંકી પણ ન પહોંચી શકે એ કેપિટલ બિલ્ડિંગ પર થોડા દિવસો પહેલાં ટ્રમ્પ તરફી અમેરિકનોએ હલ્લો કરીને આતંક ફેલાવ્યો. પૂર્વ પ્રેસિડન્ટ, જેમણે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીને સ્વમાનભેર સત્તા છોડી દેવી જોઈતી હતી એમણે જ લોકોને ઉશ્કેરી આતંક ફેલાવ્યો. અમેરિકાના રાજકીય ઇતિહાસમાં એ સૌથી કાળો દિવસ. બાઈડેનના શપથ વખતેય જરૂર કરતાં બમણા નેશનલ ગાર્ડની કતારોએ કોઈપણ છમકલા વગરનો કાર્યક્રમ ચલાવી અમેરિકાની આબરૂ બચાવી.
ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald trump ) ચૂંટણીપત્રના અનેક વચનો પૂરા કરવા છતાં, અમેરિકન લોકશાહીના ૨૩૨ વર્ષના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રેસિડેન્ટ બની રહ્યા, જેમના પર એક જ ટર્મમાં બે વખત મહાભિયોગની કાર્યવાહી થઈ. અમેરિકાની ચૂંટણી પદ્ધતિ અને પરિણામો વિશે સૌથી વધુ જૂઠૂં બોલવા માટે તેઓ વિશ્ર્વભરમાં વગોવાયા. તેમના કાર્યોએ સૌથી શક્તિશાળી રાષ્ટ્ર ગણાતા અમેરિકા ( America ) ના ગૌરવને ઝાંખું કર્યું.
રાષ્ટ્રપતિ બાઈડેન ( Us President Joe Biden ) અમેરિકાના મુત્સદ્દી રાજનેતા છે. અમેરિકના ઉપ-રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેમનું સાંસારિક જીવન ભયંકર ઊથલ પાથલોથી ભરપૂર હતું. શ્રીમંત પિતાને ત્યાં જન્મ પણ માતા-પિતાના અવસાન પછી મામા-મામીને ત્યાં આર્થિક તાણમાં જિંદગી વીતી. છતાં ભણી-ગણીને ખૂબ આગળ આવ્યા. તેમનાં પ્રથમ પત્ની નેલિયા અને દીકરી નાઓમીનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયા પછી જૈકબ્સ સાથે બીજાં લગ્ન. પછીય કુદરતે તેમની પરીક્ષા કરવાનું છોડ્યું નહીં. બે દીકરા બ્યૂ અને હંટરમાંથી એક દીકરો બ્યૂ ૨૦૧૫માં બ્રેઈન કેન્સરમાં અવસાન પામ્યો. ત્યારથી જિંદગી પરથી તેમનો લગાવ છૂટી ગયો. તેમણે રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો, છતાં ટ્રમ્પના તોફાની શાસનથી ત્રસ્ત પાર્ટી અને પ્રજાએ એમને ફરી રાજનીતીમાં આવવાની વિનંતી કરતાં ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થઈ ગયા.
ભારતીય મૂળનાં અમેરિકન કમલા હેરિસ ( Kamala Harris ) અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખ (
Vice President of amerika ) બન્યાં, અને ૨૦ જેટલાં ભારતવંશીય લોકો, જેમાં ૧૩ મહિલાશક્તિ, બાઈડેન સરકારમાં મહત્ત્વનાં પદો પર નિયુક્ત થયાં. ભારતીય સંસ્કારિતા, ભણતર અને ઘડતર, મુત્સદ્દીગીરી, જ્ઞાન અને અન્ય અનેક પાસાંઓના પરિણામે આજે ભારતીયોનો દબદબો વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીમાં વધ્યો છે.
લોકશાહીતંત્રના પ્રમુખને જરાય ન છાજે એવું કાર્ય ટ્રમ્પે કાર્યકાળના અંતિમ દિવસે કરતાં, વ્હાઇટ હાઉસના પૂર્વ મુખ્ય વ્યૂહરચનાકાર સ્ટીવ બેનોન સહિત ૧૪૭ અપરાધી અને આરોપીઓને માફી આપી. આ આરોપીઓ પર ક્રિમિનલ જસ્ટિસ એક્ટિવિસ્ટોએ ઝુંબેશ ચલાવી હતી. તેઓ પોતાના પરિવારનેય માફી આપવાની ફિરાકમાં હતા. લોકશાહીમાં સંસદ લોકકલ્યાણ માટે જ હોય, ખરેખર તો પ્રમુખે ખેલદિલીપૂર્વક સત્તાનું હસ્તાંતરણ કરવાનું હોય અને લોકકલ્યાણ માટે નવનિયુક્ત સરકારને શુભેચ્છાઓ પાઠવવાની હોય. પણ ટ્રમ્પ આ તક ચૂકી ગયા. તેમનો છેલ્લા ૭ દિવસનો વ્હાઇટ હાઉસમાં જ અજ્ઞાતવાસ અને અનેક ટેક કંપનીઓએ તેમના સોશિયલ એકાઉન્ટ બંધ કર્યા. તેથી જ અમેરિકામાં બાઈડેનના સત્તારોહણના આનંદની તુલનામાં લોકશાહી પ્રણાલી દ્વારા થયેલી ટ્રમ્પની હકાલપટ્ટીનો આનંદ અધિક દેખાય છે.
બાઈડેને સત્તાના પ્રથમ દિવસે જ ઇમિગ્રેશન, મુસ્લિમ પ્રવાસીઓ, કોરોના જેવા વિવિધ વિષયોના ૧૭ એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા. ભારત માટેય બાઈડેન અને કમલા હેરિસ હિતકારક બની શકે. ટૂંક સમયમાં જ ઇમીગ્રેન્ટ્સ માટેની વિઝા નીતિ નવેસરથી જાહેર કરાશે, અમેરિકી ડિફેન્સ સેક્રેટરીએ ભારત સાથેની સંરક્ષણ ક્ષેત્રની ભાગીદારીને વધારે ઉપર લઈ જવાની બાંયધરીય આપી. આ બધું જોતાં ભારત-અમેરિકાના સંબંધો વધુ ગાઢ બને અને દુનિયાની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી મળીને વિશ્ર્વકલ્યાણનો માર્ગ કંડારશે એવું દેખાય છે.
નિષ્ણાતોના મતે ચીન, રશિયાથી માંડીને ડબલ્યુએચઓ સાથેના બગડેલા સંબંધો, કોરોના મહામારીની બેદરકારી, કોરોનામાં તળિયે પહોંચેલું સ્વાસ્થ્ય, તૂટી ગયેલું અર્થતંત્ર, વંશવાદનો વધેલો પ્રભાવ, ગન કલ્ચરની વધતી બોલબોલા, ગ્લોબલ વોર્મિંગ, અફઘાનિસ્તાન-પાકિસ્તાન સાથેની નીતિ વગેરે બાબતે બાઈડેન પર ઘરઆંગણે અને વૈશ્ર્વિક મોરચે એમ બંને રીતે કપરાં ચઢાણ છે. અમેરિકાની વ્યાપારિક લડાયક વૃત્તિય પાછલા કેટલાક સમયમાં પરાકાષ્ઠાએ પહોંચી છે ત્યારે લાખો નિરાશાઓમાં છુપાયેલી એક આશારૂપે બાઈડેનનો વ્હાઇટ હાઉસમાં અભ્યુદય થયો છે. અમેરિકાના આજ સુધીના પ્રમુખોએ વિશ્ર્વ પહેલાં પોતાનું હિત જ વધુ જોયું છે. વિશ્ર્વની સૌથી જૂની લોકશાહીને તેની ગરમીપૂર્ણ છબી પાછી અપાવવા, તત્કાલીન પ્રમુખ સામેના મહાભિયોગના પરિણામો વિશ્ર્વ ફેબ્રુઆરી માસમાં આતુરતાથી નિહાળશે, સાથે જ વૈશ્ર્વિક હિતો તરફનું બાઈડેનનું વલણ.