ભારતે અત્યાર સુધીમાં ૩૩ દેશોના ૩૨૮ સેટેલાઈટ લોન્ચ satellite launche કરી આટલી રકમની કમાણી કરી છે

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Jitendra Singh_1 &nb
 
 
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ( minister jitendra singh ) એ આજે જણાવ્યું છે કે સેટેલાઈટ લોંચ ( satellite launche) કરવાની ક્ષમતા વધારવા માટે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઇસરો (ISRO) ને ૯૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે અત્યાર સુધીમાં ભારતે વિશ્વના ૩૩ દેશોના ૩૨૮ સેટેલાઈટ લોન્ચ (satellite launche) કર્યા છે અને આ કાર્ય કરવા બદલ અત્યાર સુધીમાં ૨૫ મિલિયન ડોલર અને ૧૮૯ મિનિયન પાઉન્ડની જેટલી રાજસ્વ આવક થઈ છે. જેના થકી ભારતનું વિદેશી હુંડિયામણ વધ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે સૌપ્રથમ વર્ષ ૧૯૯૯માં વિદેશી સેટેલાઈટ (satellite)ને અંતરિક્ષમાં મોકલવાનું શરુ કર્યું હતું. જેના બાદ અત્યાર સુધી ભારતે બે દાયકામાં 3૨૮ વિદેશી ઉપગ્રહો લોન્ચ કરી દીધાં છે. મહત્વની વાત એ છે કે આમાં એક ચીની ઉપગ્રહ (satellite) પણ સામેલ છે. જ્યારે ભારત સરકાર અનુસાર, ઈસરોએ 26 દેશોના ઉપગ્રહો લોન્ચ કરીને છેલ્લા પાંચ વર્ષમાં 1245.17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 2017-18માં લોન્ચ ઈનકમ 232.56 કરોડ રૂપિયાથી 324.19 કરોડ રૂપિયા હતી.