ભવિષ્યમાં ગુજરાતમાં જેની બોલબાલા રહેવાની છે, તેવા કેટલાક બિઝનેસ આઇડિયા Business ideas in Gujarat

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

bussiness idea_1 &nb
 
Business ideas in Gujarat | વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રે સ્પર્ધા છે. આજે વ્યવસાય સ્થાપિત કરવો એ પડકારરૂપ બની ગયું છે. આવા સમયે જો વર્તમાન ટેક્નિકલ અને આધુનિક યુગના આધારે પ્રદૂષણ જેવી મોટી સમસ્યાઓથી છૂટકારો મેળવવાના વધી રહેલ ફેશનટ્રેડના આધારે એવા નવા વ્યવસાય કરવામાં આવે જેનું ભવિષ્ય પણ ઉજ્જ્વળ હોય અને તેમાંથી નફો પણ મળે અને રોકાણ પણ ઓછું હોય તો તેનાથી સારુ બીજું શું હોઈ શકે ?
 
માટે જ આજે અમે તમારી માટે એવા કેટલાક બિઝનેસ આઇડિયા ( Business ideas in Gujarat) લઈને આવ્યા છીએ, જે વર્તમાન સ્થિતિને આધારે ભવિષ્યમાં ખૂબ જ ફાયદેમંદ સાબિત થઈ શકે છે. જો તમે પણ હાલનાં સ્પર્ધાત્મક યુગમાં આવા જ નવા વ્યવસાય કરવા માંગો છો તો આ પોસ્ટ તમારા માટે મહત્ત્વની સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ભવિષ્યના આવા જ કેટલાક વ્યવસાયો અંગે.
 

ભવિષ્યના વ્યવસાયના કેટલાક આઇડિયા Business ideas in Gujarat

 

#1 ઝડપથી બદલાઈ રહેલ ફેશન ટ્રેડમાં જ્વેલરીનો વ્યવસાય : Business ideas

 
જ્વેલરી એટલે કે ઘરેણા, તમારા દેખાવ અને ફેશન સ્ટાઇલમાં ચાર ચાંદ લગાવી દે છે. પશ્ચિમી પોષાક હોય કે પરંપરાગત ભારતીય પોષાક, બન્નેમાં ઘરેણા ખૂબ જ શાનદાર લૂક આપે છે. ભારતમાં સોનાના ઘરેણાની હંમેશા માંગ રહે છે, પરંતુ આજની બદલાતી જતી ફેશનના સમયમાં મોતી, સ્ટોન, કુંદન વગેરેથી બનેલી જ્વેલરીની માંગ ખૂબ જ વધી છે અને એ વધતી માંગને કારણે આ વ્યવસાય ( Business ) ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તમે આ વ્યવસાય ઓછા રોકાણ સાથે પણ શરૂ કરી શકો છો.
 

bussiness idea_1 &nb 
 

#2 પ્લે સ્કૂલ / પ્રી-સ્કૂલ / કિડ સ્કૂલ /નર્સરી સ્કૂલ

 
જો તમને નાના બાળકો સાથે સમય પસાર કરવાનું ગમે છે અને તમે બાળકોને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે તૈયાર કરવા માંગો છો, સાથે સાથે તેમાંથી પૈસા પણ કરવા માંગો છો? તો પ્રી-સ્કૂલ કે પ્લે-સ્કૂલ ખોલવાનો વ્યવસાય ( Business ) તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે, કારણ કે વર્તમાનના બદલાતા જતા શિક્ષણ યુગમાં એટલી સ્પર્ધા છે કે આજે બાળકોને ઓલરાઉન્ડર અને એક્ટિવ બનાવવા ખૂબ જ જરૂરી થઈ ગયું છે.
 
આ જ કારણે આજ-કાલ લોકો પોતાના બાળકોના માનસિક વિકાસ માટે ૩થી ૫ વર્ષની ઉંમરમાં જ તેમને પ્લે સ્કૂલમાં ભણવા મૂકી દે છે, જેમાં પ્રી નર્સરીથી માંડી કેજી-2 સુધી બાળકોને ભણાવવામાં આવે છે.
 

#3 ઇકો-ફ્રેન્ડલી વ્યવસાય ( Eco friendly Business )

 
સતત વધી રહેલ વસતી અને વધી રહેલી વીજળીની માંગને કારણે ઘર-ઘર સુધી વીઝળી પૂરી પાડવી એક પડકાર સમાન બની ગયું છે ત્યારે ભારત સરકાર પણ એવી કંપનીઓને પ્રોત્સાહન આપી રહી છે જે વૈકલ્પિક ઊર્જાના સ્રોતોનો વ્યવસાય કરી રહી હોય અને પર્યાવરણને સંરક્ષિત કરવામાં મદદ કરી રહી હોય.
 
માટે જ ઇકો ફ્રેન્ડલી એટલે કે Renewable Energy ના વ્યવસાયમાં હાથ અજમાવવો એ પણ એક ફાયદાકારક પગલું સાબિત થઈ શકે છે. તેના માટે તમે સોલર પેનલ મેન્યુફેક્ચરર કે પછી વિંડ પાવર ડેવલપમેન્ટ જેવા વ્યવસાયો પસંદ કરી શકો છો અને આ ઇકોફ્રેન્ડલી વ્યવસાય ( eco friendly Business ) થકી સારો નફો પણ રળી શકો છો.
 

#૪ ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર : Fitness Business

 
આજના આધુનિક સમયમાં હરેક વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહેવા માંગે છે. એમાં પણ પાછલા કેટલાક વર્ષોથી યુવા પેઢી પોતાના શારીરિક દેખાવ અને પર્સનાલિટી અંગે ખૂબ જ જાગૃત બની છે. તેના માટે તે જીમ, યોગા, ફિટનેસ હેલ્થ ક્લબ અને આ સંદર્ભના ક્લાસીસ જોઈન કરી રહી છે.
 
માટે જ ફિટનેસ ક્ષેત્ર (Fitness Business) માં વ્યવસાયની અનેક સંભાવનાઓ છે. જો તમે ખુદ ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર છો તો એ ખૂબ જ સારી બાબત છે અને ના હો તો પણ તમે કોઈ ફિટનેસ ટ્રેનરને રાખી આ કામ આગળ વધારી શકો છો.
 

bussiness idea_1 &nb 
 

#૫ પ્રદૂષણ માસ્ક બનાવવાનો વ્યવસાય : Mask Business

 
વધી રહેલા ઔદ્યોગિકરણને કારણે હાલ પ્રદૂષણની સમસ્યાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. વિશેષ કરીને ભારતની રાજધાની દિલ્હીમાં તો વાયુ પ્રદૂષણ પાછલા કેટલાક વર્ષોથી એટલી હદે વધી ગયું છે કે લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે. જેને પરિણામે અનેક લોકો શ્વાસ સંબંધિત બિમારીઓનો ભોગ બની રહ્યા છે. એવામાં હવે કોરોના આવ્યો છે, આવા સમયે પોલ્યુશન માસ્કની માંગ ખૂબ જ વધી ગઈ છે. જેનો ફાયદો ઉઠાવી તમે પોલ્યુશન માસ્કનો વ્યવસાય ( Mask Business ) શરૂ કરી શકો છો. તમારા માટે એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
 

#૬ ફેશન જગતમાં પણ હાથ અજમાવી શકો છો : Fashion industry business

 
હાલના ફેશનયુક્ત ( Fashion business ) જમાનામાં દરેક વ્યક્તિને સુંદર અને આકર્ષક દેખાવું છે અને તેના માટે જરૂરી હોય છે સુંદર આઉટ ફિટ એટલે કે જો તમને ફેશન, લાઇફ સ્ટાઇલમાં રસ હોય તો ખૂબ જ સારી બાબત છે. નહીં તો તમે કોઈ સારા ફેશન ડિઝાઈનરને પણ વેતન પર રાખી શકો છો. અને આ કામને આગળ વધારી શકો છો. ભવિષ્યમાં પણ તેની માંગ સતત વધતી રહેવાની છે. બસ જરૂર છે ખુદમાં એક સારી ફેશન સેન્સ વિકસાવવાની.
 

#૭ એમ્બ્રોઈડરીનો વ્યવસાય : Embroidery business

 
જો તમે ફેશન જગતમાં વ્યવસાયનાં આયામ સ્થાપિત કરવા માંગો છો. તો તેના માટે સૌથી મહત્વપૂર્ણ સિવણ અને એમ્બ્રોડરી ( Embroidery business ) માં નિપુણ વ્યક્તિની શોધ કરવાની છે. કારણ કે જ્યાં સુધી આઉટફિટ એટલે કે કપડાની ડિઝાઈન અને તેમાંનું ભરત સારુ નહીં હોય ત્યાં સુધી તેને બજારમાં વેચી શકવું અસક્ય છે. આ માટે જો તમારામાં કૌશલ હોય તો તમે પણ સારું ભરતકામ શીખી શકો છો. આનાથી શ્રેષ્ઠ વિકલ્પ વર્તમાન ફેશનની દુનિયામાં અન્ય કોઈ જ ન હોઈ શકે.
 

#૮ બ્યૂટી એક્સપર્ટ બની કરો કમાણી : Beauty expert business

 
આજે પ્રત્યેક વ્યક્તિને સુંદર અને પ્રભાવશાળી દેખાવું છે અને ત્યારે મેકઅપ થકી કોઈપણ ચહેરાની રંગત બદલી નાખે છે. આજ કારણે હાલ આ વ્યવસાય ખૂબ જ વિસ્તરી રહ્યો છે ત્યારે તમે બ્યુટી એક્સપર્ટ Beauty expert બની ખુદનો બ્યુટીપાર્લર ( beauty parlour ) કે બ્યુટી સલુન ખોલી આ ક્ષેત્રમાં ખૂબ જ સારી કમાણી કરી શકો છો અને તેના માટે કોઈ સારા બ્યુટીશિયન ( beautician ) ને પણ પગાર પર રાખી શકો છો. આ વ્યવસાયની ખાસ વાત એ છે કે તેમાં તમે ઘરે બેઠા જ ખૂબ જ ઓછા રોકાણમાં ચાલુ કરી શકો છો.
 

bussiness idea_1 &nb 
 

#૮ મોબાઈલ એપ્સનો વ્યવસાય : Mobile Apps

 
આજના ટેક્નિકલ સમયમાં હર કોઈ મોબાઈલ પર નિર્ભર બની ગયું છે. માણસના જીવન સાથે જોડાયેલી હરેક નાની-મોટી બાબત જાણે કે મોબાઈલ સાથે કનેકટેડ થઈ ગઈ છે. મોબાઈલ એપ્લિકેશને તો મનુષ્યનું જીવન એટલું સરળ બનાવી દીધું છે કે હવે તેના વિના જીવન જીવવાની કલ્પના પણ કરી શકાતી નથી.
 
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં મોબાઈલ એપ્લિકેશન ( Mobile Apps) નિર્માણમાં એક ક્રાંતિ આવી છે ત્યારે તમે પણ લોકોની માંગણી અને જરૂરિયાત મુજબ એવી મોબાઈલ એપ્લિકેશન બનાવી આ ક્ષેત્રે લાખો કમાઈ શકો છો.
 

#૯ ૩D પ્રિન્ટિનંગનો શાનદાર વ્યવસાય : 3d printing business

 
૩D પ્રિન્ટિંગ આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના સમયમાં એક નવું જ મુકામ હાંસિલ કરી રહ્યું છે. ૩D પ્રિન્ટિંગ ( 3d printing business ) થકી કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ બનાવવાનું ખૂબ જ સરળ થઈ ગયું છે. પરિણામે તેની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે જો તમે પણ ડિજિટલ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં તમારો હાથ અજમાવા માગો છો તો આ વ્યવસાય તમારા માટે એક શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે.
 

#૧૦ ડાઇબિટીઝ ક્લિનિક : Diabetes clinic

 
આજે જે રીતે ડાયાબિટીઝની સમસ્યા, જે રીતે દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે તમારી પાસે ડાયાબિટિઝના ટેસ્ટ ક્લિનિક( Diabetes clinic ) ખોલવાની પૂરતી જગ્યા છે. તો આ વ્યવસ્યા પણ તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. બસ તમારે સારી સુવિધા ઓછા પૈસે લોકોને આપવાની છે. આ મદદ,સેવાનો વ્યવસાય છે સાથે સાથે પૈસા પણ મળી રહે છે.
 

#૧૧ ઓનલાઈન ટ્યુટર બનો : Online gujarati tutor

 
ઇન્ટરનેટના આજના યુગમાં બધુ જ ઇન્ટરનેટ પર નિર્ભર થઈ ગયું છે. ત્યારે જો તમારી કોઈ વિષય પર મજબૂત પકડ છે અને તમારી અંદર અન્યને સમજાવી શકવાની કે શીખવી શકવાની આવડત છે તો ઇન્ટરનેટ પર કોઈ વેબસાઈટની મદદથી તમે વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્યુશન ( online gujarati tutor ) આપી સારી કમાણી કરી શકો છો. Tutorvista, e-tutor, tutapoin જેવી અનેક ઓનલાઈન વેબસાઈટ છે. જેના માધ્યમથી તમે ઓનલાઈન ટ્યુશન ભણાવી શકો છો.
 

આ સિવાય પણ અન્ય કેટલાક ભવિષ્યના બિઝનેસ આઇડિયા છે

 
- ઓટો મોબાઈલ સર્વિસ સ્ટેશન
- ફૂડ ડિલિવરીનો વ્યવસાય
- કેટરિંગ બિઝનેસ
- કુરિયર સર્વિસ
- મોબાઈલ ફૂડ ટ્રક
- ઇન્ટિરિયર ડિઝાઈનિંગ
- માર્કેટ રિસર્ચ સર્વિરેઝ
- સ્પોર્ટ કોચિંગ
- સોશિયલ મીડિયા કંસલ્ટર
- વર્ચ્યુઅલ આસિસ્ટેન્ટ
- અગરબત્તી બનાવવાનો વ્યવસાય
- ડિસ્પોજેબલ પેપર પ્લેટ બનાવવાનો વ્યવસાય
- લેધર બેગ બનાવવાનો વ્યવસાય
- કુરિયર સર્વિસ
 
આ તમામ વ્યાવસાયિક ( Business ) ક્ષેત્રોના સ્કોપ ભવિષ્યમાં હજુ વધવાનો છે. ત્યારે જો તમે આ ક્ષેત્ર હાથ અજમાવશો તો ચોક્કસ રીતે આ બિઝનેસ આઇડિયા તમારે તો ફાયદાકારક સાબિત થશે.